Home /News /national-international /આયાએ બે વર્ષના બાળક સાથે કરી ક્રૂરતા, માર માર્યો, CCTV માં કેદ થઇ ગઈ ઘટના

આયાએ બે વર્ષના બાળક સાથે કરી ક્રૂરતા, માર માર્યો, CCTV માં કેદ થઇ ગઈ ઘટના

આયા રજની ચૌધરી માસુમ બાળક પર થર્ડ ડિગ્રી ટોર્ચર કરતી હતી (તસવીર - સોશિયલ મીડિયા)

Maid beats 2 year old boy - જે આયાને માસુમ બાળકની દેખરેખ રાખવાની જવાબદારી સોંપવામાં આવી હતી તે જ તે માસુમ બાળક સાથે ક્રુર વ્યવહાર કરતી હતી

જબલપુર : મધ્ય પ્રદેશના (Madhya Pradesh)જબલપુર જિલ્લામાં માસુમ બાળક પર ક્રુરતા ગુજારતી ઘટના સામે આવે છે. એક આયા (Maid)દ્વારા 2 વર્ષના બાળક સાથે ક્રુર રીતે ગેરવર્તુણક કરવામાં આવી હતી. આ આખી ઘટના સીસીટીવી કેમેરામાં (CCTV camera)કેદ થઇ ગઇ છે. ઘટના જબલપુરના માઢોતાલ પોલીસ સ્ટેશન અંતર્ગત સ્ટાર સિટી ક્ષેત્રની બતાવવામાં આવી રહી છે. જાણકારી પ્રમાણે એક માતા-પિતા દ્વારા પોતાના 2 વર્ષના બાળકની દેખરેખ માટે એક આયાને ઘરે રાખી હતી. આ માટે તેને મહિનાનો 5 હજાર રૂપિયા પગાર અને ભોજન આપવામાં આવતું હતું.

જોકે જે આયાને માસુમ બાળકની દેખરેખ રાખવાની જવાબદારી સોંપવામાં આવી હતી તે જ તે માસુમ બાળક સાથે ક્રુર વ્યવહાર કરતી હતી. લગભગ 4 મહિના પહેલા પરિવારે ચમન નગર નિવાસી રજની ચૌધરીને પોતાના બાળકની દેખરેખ રાખવા માટે નોકરી પર રાખી હતી. માતા અને પિતા બન્ને નોકરી કરતા હતા. ઘરે બાળકની દેખરેખ રાખવા માટે કોઇ ન હતું. જેથી આયા રાખી હતી. સવારે 11 કલાકે માતા-પિતા નોકરી પર ચાલ્યા જતા હતા. આ પછી આયા રજની ચૌધરી માસુમ બાળક પર થર્ડ ડિગ્રી ટોર્ચર કરતી હતી.

આ પણ વાંચો - બોયફ્રેન્ડે સાથે આત્મહત્યા ન કરી તો યુવતીએ કરી દીધો કેસ, જાણો શું છે સમગ્ર મામલો

બાળકની હાલત બગડી તો થયો ખુલાલો

કેટલાક દિવસો પહેલા બાળક ઘણો નબળો જણાતા તેને ડોક્ટર પાસે લઇ જઈને તપાસ કરાવી હતી તો તો તેના આંતરડામાં સોજો હોવાની વાચ સામે આવી હતી. બાળક ગુમશુમ રહેવા પાછળ કોઇ પ્રકારની પ્રતાડનાની આશંકા વ્યક્ત કરી હતી. બાળકની સતત તબિયત બગડતા માતા-પિતાને રજનીના વ્યવહાર પર શંકા ગઇ હતી અને તેમણે ઘરમાં સીસીટીવી કેમેરા લગાવ્યા હતા. માતા-પિતાએ જ્યારે ઘરમાં લગાવેલા સીસીટીવી કેમેરાની તપાસ કરી તો તેમાં રજની ચૌધરી દ્વારા બાળક પર કરવામાં આવતા ક્રુર વ્યહાર જોવા મળ્યો હતો. સીસીટીવી જોવા મળે છે કે તે બાળકે ખરાબ રીતે માર મારી રહી છે.

આ પણ વાંચો - દીવાલ પર ચઢીને બદમાશો ઘરમાં ઘૂસ્યા, બે બહેનો પર તલવારથી કર્યો હુમલો, એકનું મોત

આ પછી બાળકના માતા-પિતાએ આયા રજની ચૌધરી સામે એફઆઈઆર નોંધાવી હતી. પોલીસે તેના પર 308 અંતર્ગત કેસ કરીને તેને ધરપકડ કરી છે.
First published:

Tags: Crime news, Madhya pradesh