કોરોના વાયરસ : 10 લાખ રુપિયાનું વેન્ટીલેટર ફક્ત 7500 રુપિયામાં બનાવશે આનંદ મહિંન્દ્રા

News18 Gujarati
Updated: March 26, 2020, 6:52 PM IST
કોરોના વાયરસ : 10 લાખ રુપિયાનું વેન્ટીલેટર ફક્ત 7500 રુપિયામાં બનાવશે આનંદ મહિંન્દ્રા
કોરોના વાયરસ : 10 લાખ રુપિયાનું વેન્ટીલેટર ફક્ત 7500 રુપિયામાં બનાવશે આનંદ મહિંન્દ્રા

ગ્રૂપ ચેરમેન આનંદ મહિન્દ્રાએ એરૃક ટ્વિટ કરીને આ વિશે જાણકારી આપી

  • Share this:
નવી દિલ્હી : કોરોના વાયરસ મહામારી (Coronavirus Pandemic)ની આ સ્થિતિમાં સૌથી વધારે જરુરિયાત વેન્ટીલેટર્સ(ICU Ventilators)ની બતાવવામાં આવી રહી છે. આ સમયે ઘણા દેશો છે જે વેન્ટીલેટર્સની સમસ્યાથી ઝઝુમી રહ્યા છે. ગુરુવારે મહિન્દ્રા એન્ડ મહિંન્દ્રા ગ્રૂપે (M&M Group) જાહેરાત કરી છે કે તે ફક્ત 7500 રુપિયામાં વેન્ટીલેટર્સ બજારમાં ઉતારવાની છે. સામાન્ય રીતે વેન્ટીલેટર્સની કિંમત 10 લાખ રુપિયા સુધીની હોય છે. કંપનીએ એ કહ્યું છે કે તેમની પાસે બેગ વોલ્વ માસ્ક વેન્ટીલેટર્સના ઓટોમોટેડ વર્ઝનનું પ્રોટોટાઇપ છે. કંપનીને આશા છે કે 3 દિવસની અંદર તે તેનો પ્રોટોટાઇપ તૈયાર કરી લેશે.

10 લાખ સુધી હોય છે વેન્ટીલેટર્સની કિંમત
ગ્રૂપ ચેરમેન આનંદ મહિન્દ્રા (Anand Mahindra)એક ટ્વિટ કરીને આ વિશે જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે અમે એક ICU વેન્ટીલેટર્સ નિર્માતા સાથે મળીને કામ કરી રહ્યા છીએ. આ એક જટીલ મશીન છે. જેની કિંમત લગભગ 5 થી 10 લાખ રુપિયા હોય છે. આ ડિવાઈસ એક અંતરિમ લાઇફસેવર છે અને અમારી ટીમે અંદાજ લગાવ્યો છે કે તેની કિંમત 7500 રુપિયાથી ઓછી હશે.

આ પણ વાંચો - મોદી સરકારે ગરીબોને આપ્યું રાહત પેકેજ, રાહુલ ગાંધીએ ગણાવ્યું પ્રથમ યોગ્ય પગલુંઆ પહેલા મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના પ્રબંધ નિર્દેશક પવન ગોયેન્કાએ (Pawan Goenka) કહ્યું હતું કે તેમની કંપની બે મોટી સરકારી કંપનીઓ સાથે મળીને વેન્ટીલેટર ડિઝાઈનને સરળ કરીને ઉત્પાદન વધારવા કામ કરી રહી છે. ગોયેન્કાએ આ વાત વેન્ટીલેટર્સના ઘટને નિપટવાને લઈને કહી હતી. એક તરફ અમે બે મોટી કંપનીઓ સાથે મળીને, જે વર્તમાન મેન્યુફેક્ચરર્સ છે, તેમની સાથે મળીને ક્ષમતા વધારવા અને ડિઝાઈનને સરળ બનાવવા પર કામ કરી રહ્યા છીએ. અમારી એન્જીનિયરની ટીમ તેના ઉપર ઝડપથી કામ કરી રહી છે.
First published: March 26, 2020
વધુ વાંચો
अगली ख़बर