હરિયાણા : મહેન્દ્રગઢ જિલ્લામાં ઝગડોલી કેનાલ પાસે મોડી સાંજે કાર અને ખાનગી બસ વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી. આ અકસ્માતમાં 4 લોકોનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં. આ દુખદ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો એક જ પરિવારના હતા. આમાંથી ત્રણ ભાઈઓ અને તેમની એક બહેન મહેન્દ્રગઢમાં તેમના નાના ભાઇ માટે એક યુવતીને જોઈ ફરીદાબાદમાં તેમના ઘરે પરત ફરી રહ્યા હતા, તે સમયે રસ્તામાં તેમની કાર બસ સાથે ટકરાઈ હતી. વાહનની અંદર થોડીવારમાં જ ત્રણના મોત નીપજ્યા હતા, જ્યારે એકનું હોસ્પિટલ લઈ જતા રસ્તા વચ્ચે મોત નીપજ્યું હતું.
રાજબીરસિંઘ એસએચઓએ જણાવ્યું હતું કે, સેક્ટર 19 ફરીદાબાદના રહેવાસી એક જ પરિવારના ચાર લોકોનું આ અકસ્માતમાં મોત થયું છે. મળતી માહિતી મુજબ, એક જ પરિવારના ત્રણ ભાઈઓ અને એક બહેન છોકરી જોવા માટે મહેન્દ્રગઝઢથી આવતા હતા. જ્યારે તેઓ પાછા ફરી રહ્યા હતા ત્યારે, મહેન્દ્રગઢના કનીના મુખ્યમાર્ગ પર ઝગડોલી ગામ નજીક નહેરની પાસે સામેથી આવતી પ્રાઈવેટ બસ સાથે તેમની કારની ટક્કર થઈ ગઈ હતી.
આ પણ વાંચો - Corona વેક્સીન લગાવ્યા પહેલાં અને પછી દારૂ પીવો જોખમી થઈ શકે છે, જાણો સાઈડ ઈફેક્ટ
એક જ પરિવારના 4 લોકોનાં મોત
આ અકસ્માતમાં ત્રણેય ભાઈઓ અને તેમની બહેનોનાં મોત નીપજ્યાં હતાં. ખાનગી બસ રેવાડીથી મહેન્દ્રગઢ આવી રહી હતી અને આ વેગનઆર કાર મહેન્દ્રગઢથી રેવારી તરફ જઇ રહી હતી. ચારે મૃતકોને પોસ્ટ મોર્ટમ માટે સ્થાનિક સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.
આ પણ વાંચો -
શું ભૂત હોય છે? 1999થી બંધ પડેલી હોસ્પિટલમાં ફરતી દેખાઈ 'યુવતી', Video વાયરલ
હાજર લોકોએ સ્થળ ઉપરથી કારમાંથી મૃતકોને બહાર કાઢ્યા હતા
સ્થળ પર હાજર લોકોએ ભારે મુશ્કેલીથી કારમાં સવાર લોકોને બહાર કાઢ્યા હતા. કારમાં બે ભાઈ-બહેનનું મોત નીપજ્યું હતું, જ્યારે એક ભાઈને મહેન્દ્રગઢ હોસ્પિટલમાં લાવવામાં આવતા રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મહેન્દ્રગઢની હોસ્પિટલમાં રાખ્યા છે. પોલીસે મૃતકોના પરિવારજનોને પણ જાણ કરી હતી.