મહાત્મા ગાંધી પર બોલ્યા RSS પ્રમુખ મોહન ભાગવત, કહ્યું - તેમને પોતાના હિન્દુ હોવા ઉપર શરમ ન હતી

મહાત્મા ગાંધી પર બોલ્યા મોહન ભાગવત, કહ્યું - તેમને પોતાના હિન્દુ હોવા ઉપર શરમ ન હતી

મોહન ભાગવતે સોમવારે દિલ્હીમાં શિક્ષાવિદ્ જગમોહન સિંહ રાજપૂત દ્વારા લખેલા પુસ્તક ‘ગાંધી કો સમઝને કા યહીં સમય’ નું વિમોચન કર્યું

 • Share this:
  નવી દિલ્હી : રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ(Rashtriya Swayamsevak Sangh)ના સરસંઘચાલક ડોં.મોહન ભાગવતે (Mohan Bhagwat) સોમવારે દિલ્હીમાં શિક્ષાવિદ્ જગમોહન સિંહ રાજપૂત દ્વારા લખેલા પુસ્તક ‘ગાંધી કો સમઝને કા યહીં સમય’નું વિમોચન કર્યું હતું. આ પ્રસંગે મોહન ભાગવતે કહ્યું હતું કે ગાંધીજીને સમજવાનો આ જ સમય, આ જ સમય કેમ. તેના ઉપર નજર ગઈ. સાંપ્રદાયિક દુરિયા તે આજના સરકારના સંદર્ભમાં નથી. આ પત્રકાર બંધુ સમજી લે. હિન્દ સ્વરાજ વાંચ્યા પછી ખબર પડે છે કે અંગ્રેજોને ભગાડ્યા પછી કેવું ભારત હશે. તેની કલ્પના ગાંધીજીના મનમાં હતી. જેથી ગાંધીજીને આજે પણ આદર અને સન્માનથી યાદ કરવામાં આવે છે.

  ભાગવતે કહ્યું હતું કે આ સાચો સમય એટલા માટે છે કે આઝાદી પછી પણ તે બધી સમસ્યા ઉભી છે. એ વાત સાચી છે કે ગાંધીજીની કલ્પનાનું ભારત આજે નથી. આ વાત 20 વર્ષ પહેલા કરતા હતા પણ આજે આખા દેશમાં ફર્યા પછી એ કહી શકું છું કે ગાંધીજીની કલ્પનાના ભારતનું સાકારી કરણ થવું હવે શરુ થઈ ગયું છે.

  આ પણ વાંચો - કોરોનાવાયરસને લઈને મનીષ તિવારીએ ઉઠાવ્યા સવાલ, જૈવિક હથિયાર હોવાની શંકા વ્યક્ત કરી

  મોહન ભાગવતે કહ્યું હતું કે ગાંધીજીને મળેલી પરિસ્થિતિ અને જે સમાજ મળ્યા ત્યારે તેના વિશે વિચાર કર્યો, આજે જે પરિસ્થિતિ છે તેમાં આપણે કાર્બન કોપી કરી શકીએ નહીં. ગાંધી હોત તો તે પણ રોકી દેત. જે નિર્ભય છે તેને જ સત્ય મળે છે. ગાંધીજીનો સત્યનિષ્ઠા નિર્વિવાદ છે.

  સંઘ પ્રમુખે કહ્યું હતું કે ગાંધીજી બેરિસ્ટર બનીને આવ્યા હતા. તે પૈસા કમાઈ શકતા હતા. તેમને પોતાને હિન્દુ હોવાની ક્યારેય શરમ ન હતી. તે સનાતની હિન્દુ છે પણ બીજા ધર્મનું પણ સન્માન કર્યું. મહાત્મા ગાંધીએ ક્યારેય પણ લોકપ્રિયતા અને સફળતા-નિષ્ફળતાની ચિંતા કરી ન હતી. ગાંધીજીના પ્રામાણિકતાના પાઠ આપણે આજથી શરુ કરવા જોઈએ. Honesty is the best policy. Honesty જ બધું છે. ભાગવતે કહ્યું હતું કે હેડગેવાર જીએ કહ્યું હતું કે ગાંધીજીનું અનુસરણ કરવું જોઈએ, ફક્ત સ્મરણ નહીં.
  Published by:Ashish Goyal
  First published: