“મહાત્મા ગાંધી ખુદ 1934માં સંઘના કાર્યક્રમમાં વર્ધા ગયા હતા”

News18 Gujarati
Updated: June 7, 2018, 6:38 PM IST
“મહાત્મા ગાંધી ખુદ 1934માં સંઘના કાર્યક્રમમાં વર્ધા ગયા હતા”
સમગ્ર સત્યગ્રહમાં સંઘના 16,000 સ્વયંસેવક જેલમાં હતા. 1942ની ચળવળમાં અમારું સૌથી મોટું યોગદાન હતું, પરંતુ સંઘે ક્યારેય પોતાના નામથી ખેવના નથી રાખી

સમગ્ર સત્યગ્રહમાં સંઘના 16,000 સ્વયંસેવક જેલમાં હતા. 1942ની ચળવળમાં અમારું સૌથી મોટું યોગદાન હતું, પરંતુ સંઘે ક્યારેય પોતાના નામથી ખેવના નથી રાખી

  • Share this:
દેશની સ્વતંત્રતાના આદોલનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની ભૂમિકા ઉપર ઉઠતા સવાલોની વચ્ચે પત્રકાર અને લેખક નરેન્દ્ર સહેગલનો એવો દાવો છે કે, કોંગ્રેસની માફક આરએસએસનું પણ સ્વતંત્રતા આંદોલનમાં યોગદાન હતું જ. હા, આપણી એ કમનસીબી છે કે સ્વતંત્રતા આંદોલન સાથે જોડાયેલો ઇતિહાસ માત્ર એક પરિવારની આસપાસ ફર્યા કરે છે ! આજકાલ નરેન્દ્ર સહેગલ લિખિત પુસ્તક "ભારતવર્ષ કી સર્વાંગ સ્વતંત્રતા" અને તેમના નિવેદનો ભારે ચર્ચામાં છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) લાંબા સમયથી એવા દોષરોપણનો સામનો કરી રહ્યું છે કે, સ્વતંત્રતા આંદોલનમાં તેની કોઈ ભૂમિકા જ નથી ! પંજાબમાં સંઘના પ્રચારક રહી ચૂકેલા નરેન્દ્ર સહેગલે ન્યૂઝ18 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "સ્વતંત્રતાની લડતમાં કોંગ્રેસથી પણ વધુ યોગદાન તો સંઘનું છે. આ મારો દાવો નથી. હું તો માત્ર એટલું જ કહીશ કે, કોંગ્રેસની માફક અમારું પણ યોગદાન છે. આ અંગે મેં પૂરતા દસ્તાવેજો સાથે મારા પુસ્તકમાં રજૂઆત કરી છે"

સહેગલનો દાવો છે કે, 'મહાત્મા ગાંધી પણ 1934માં સંઘના એક કાર્યક્રમમાં વર્ધા આવ્યા હતા. ગાંધીજી ઉપરાંત મદનમોહન માલવિયા, સુભાષચંદ્ર બોઝે 1938 અથવા 1939માં નાગપુર ખાતે પથ સંચાલન જોયું હતું. હવે સંઘના આમંત્રણ પર પ્રણવ મુખરજી નાગપુર આવી રહ્યા છે. સંઘની નીતિમાં સંવાદ, સમન્વય અને સંપર્ક રહ્યાં છે. આ જ તો ભારતીય સંસ્કૃતિ છે. સંઘમાં લોકો આવે છે અને સંવાદ ચાલ્યા કરે છે.'

સહેગલે જણાવ્યું હતું કે, સંઘે ક્યારેય તેના નામથી કંઈ નથી કર્યું. પોતાના નામ અને સંસ્થાના નામથી ઉપર ઉઠીને રાષ્ટ્રહિતમાં આઝાદી સાથે સંલગ્ન કોંગ્રેસના લગભગ તમામ આંદોલનોમાં સંઘના કાર્યકરોએ ભાગ લીધો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડૉ. કેશવ બલિરામ હેડગેવાર ખુદ બે વખત ચાર-ચાર વર્ષ સુધી આ કારણે જેલમાં રહ્યા હતા. સમગ્ર સત્યગ્રહમાં સંઘના 16,000 સ્વયંસેવક જેલમાં હતા. 1942ની ચળવળમાં અમારું સૌથી મોટું યોગદાન હતું, પરંતુ સંઘે ક્યારેય પોતાના નામથી ખેવના નથી રાખી. સંઘ આજે પણ તેના નામથી કંઈ નથી કરતુ. તે આજે પણ વિશ્વ હિન્દૂ પરિષદ, મજુર સંઘ, ભારતીય જનતા પાર્ટી અને કલ્યાણ આશ્રમના નામથી કાર્યો કરે છે.'

વર્ષ-1968 થી 1982સુધી સંઘના પ્રચારક રહેલા સહેગલે ત્રણ માસ પૂર્વે એક પુસ્તક લખ્યું હતું. તેઓ  'અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ'(એબીવીપી),  હરિયાણા પ્રાંતના સંગઠન મંત્રી પણ રહી ચુક્યા છે. સહેગલ કહે છે કે, "ડૉ. હેડગેવાર શરૂઆતમાં કોંગ્રેસમાં જોડાયા અને ગાંધીની આગેવાનીમાં ચાલી રહ્યા હતા. તેમણે 1921માં અસહકાર આંદોલનમાં ભાગ લીધો અને જેલવાસ ભોગવ્યો। 12 જુલાઈ, 1922માં તેઓ જેલમુક્ત થયા અને 1925માં દશેરાના દિવસે તેમણે 'રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ'ની સ્થાપના કરી.

સહેગલનો દાવો છે કે, "સંઘના સ્વયંસેવકો કોંગ્રેસના આંદોલનોમાં શામેલ થતા રહ્યા છે. સંખ્યાબંધ સંસ્થાઓ હતી જે સ્વતંત્રતા સંગ્રામના કાર્ય સાથે જોડાયેલી હતી. જેમાં અભિનવ ભારત, હિન્દૂ મહાસભા, આર્યસમાજનો સમાવેશ થાય છે. કોંગ્રેસના સત્તાધીશોએ આ તમામ સંસ્થાઓને કિનારે હડસેલીને માત્ર એક નેતા અને એક દળને જ આ કાર્યનો શ્રેય આપ્યે રાખ્યો છે, જે ઉચિત નથી. હું કહું છું કે, કોંગ્રેસનું યોગદાન હતું તો બાકી બધાનું પણ યોગદાન હતું જ, જેમાં સંઘ પણ શામેલ છે" તેમણે ઉમેર્યું હતું કે, 'મહાત્મા ગાંધીજીનો ખુબ મોટો ફાળો હતો, તેમના નેતૃત્વમાં જ બધા કાર્યો થયા છે'પત્રકાર સહેગલ જણાવે છે, "ભારતીય સ્વતંત્રતા સંગ્રામનો ઇતિહાસ એકતરફી લખાયો છે. જો કે એકાદ-બે ઇતિહાસકારોએ ઘણીખરી વાતો સારી ઢબે રજુ કરી છે. ઇતિહાસને યોગ્ય કરવા માટે અમારી સરકાર પાસે કોઈ અપેક્ષા નથી. સંઘ સરકાર ઉપર નિર્ભર નથી. પરંતુ અમે જરૂર અમારા તરફથી દસ્તાવેજો સાથે તથ્યો મુકવાનો પ્રયાસ કરીશું'

"મેં આ પુસ્તક એક લેખકની હેસિયતથી લખ્યું છે. હું સંઘનો કોઈ સત્તાવાર પ્રવક્તા નથી", તેમ સહેગલે સ્પષ્ટ  કર્યું હતું। મંગળવારે હરિયાણાના ઇન્દ્રપ્રસ્થ વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા "ભારતવર્ષ કી સર્વાંગ સ્વતંત્રતા" પુસ્તકના વિમોચન પ્રસંગે 'સ્વત્રંત્રતા સંગ્રામમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ભૂમિકા' વિષય ઉપર ગોષ્ઠિ રાખવામાં આવી હતી. સહેગલે તેમના પુસ્તક દ્વારા એવો દાવો કર્યો છે કે ક્રાંતિકારી રાજગુરુ પણ સંઘના 'સ્વયંસેવક' હતા

આજે એટલે કે સાતમી જૂને નાગપુરમાં આયોજિત 'રાષ્ટ્રીય સ્વયંસેવક'ના કાર્યક્રમમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી મુખ્ય અતિથિરૂપે હાજર રહેવાના છે અને આ અવસરે તેઓ સ્વયંસેવકોને સંબોધિત પણ કરશે। પ્રણવ મુખરજીની ગણતરી ચુસ્ત કોંગ્રસીની રહી હોઈ, તેમની આ સામેલગીરીથી ઘણા કોંગ્રેસીઓ સહીત કેટલાક રાજકીય પક્ષોમાં તેમના આ વલણની આકરી ટીકા થઇ રહી છે.

 
First published: June 7, 2018, 6:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading