મહાત્મા ગાંધીનાં પ્રપૌત્ર સતીશ ધુપેલિયાનું કોરોનાને કારણે નિધન, ત્રણ દિવસ પહેલા હતો જન્મદિન

મહાત્મા ગાંધીનાં પ્રપૌત્ર સતીશ ધુપેલિયાનું કોરોનાને કારણે નિધન, ત્રણ દિવસ પહેલા હતો જન્મદિન

 • Share this:
  મહાત્મા ગાંધીનાં (Mahatma Gandhi) દક્ષિણ આફ્રિકા (South Africa) મૂળના પ્રપૌત્ર સતીશ ધુપેલિયાનું (Satish Dhupelia) કોરોના વાયરસનાં (coronavirus) સંક્રમણથી ઉદ્ભવેલી સમસ્યાઓના કારણે રવિવારનાં રોજ જોહાનિસબર્ગમાં (johannesburg) નિધન થયું છે. તેઓ 66 વર્ષનાં હતા અને ત્રણ દિવસ પહેલા જ તેમનો જન્મદિવસ હતો. તેમના બહેન ઉમા ધુપેલિયા-મેસ્થરીએ આ વાતની જાણકારી આપી છે.

  સતીશ ધુપેલિયાના બહેન ઉમા ધુપેલિયાએ સોશિયલ મીડિયા થકી આ વાતની પુષ્ટી કરતા એક પોસ્ટમાં લખ્યું છે કે, ન્યૂમોનિયાથી એક મહિનાથી પીડાયા પછી મારા પ્રિય ભાઈનું નિધન થયું છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેઓ કોવિડ-19ના સક્રમણમાં આવી ગયા હતા. આજે સાંજે તેમને હાર્ટ-અટેક આવ્યો હતો.’ તેમના પરિવારમાં બે બહેનો ઉમા અને કીર્તિ મેનન છે, જે અહીં જ રહે છે.

  આ ત્રણેવ ભાઇ બહેન મણિલાલ ગાંધીના વારસ છે. જેને મહાત્મા ગાંધી પોતાના કાર્ય પૂરા કરવા માટે દક્ષિણ આફ્રિકામાં જ રાખીને ભારત આવી ગયા હતા. મણિલાલના દીકરી સીતાદેવી ડર્બનના ગુજરાતી વેપારી શશિકાન્ત ધુપેલિયા સાથે પરણ્યાં હતાં. સતિશ ધુપેલિયા તેમનાં પુત્ર હતા.  પાર્ટીમાં દારૂ પતી ગયો તો નશામાં લોકોએ સેનિટાઇઝર પી લીધું, સાતનાં મોત, બે કોમામાં

  ગાંધીવારસ તરીકે દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીના ફિનિક્સ આશ્રમ સહિતના વિવિધ ટ્રસ્ટોમાં સતિશ ધુપેલિયાની મહત્વપૂર્ણ ભૂમિકા હતી. આ સાથે સતીશ ધુપેલિયાએ મીડિયામાં વીડિયોગ્રાફર તથા ફોટોગ્રાફર તરીકે પણ કામ કર્યું છે.
  Published by:Kaushal Pancholi
  First published:November 23, 2020, 14:16 pm

  टॉप स्टोरीज