મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી : PM મોદીએ રાજઘાટ પહોંચી બાપુને શ્રદ્ધાંજલિ આપી

News18 Gujarati
Updated: October 2, 2019, 9:57 AM IST
મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી : PM મોદીએ રાજઘાટ પહોંચી બાપુને શ્રદ્ધાંજલિ આપી
રાજઘાટ ખાતે પીએમ મોદી

પીએમ મોદી ઉપરાંત કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ સહિતના નેતાઓ પણ રાજઘાટ ખાતે પહોંચ્યા હતા.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : દેશમાં આજે મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે વડાપ્રધાન મોદી નવી દિલ્હી ખાતે આવેલા મહાત્મ ગાંધીના સમાધીસ્થળ રાજઘાટ પહોંચ્યા હતા. રાજઘાટ ખાતે પીએમ મોદીએ ગાંધીજીને નમન કર્યા હતા, તેમજ તેમના શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. અહીં હાજર પ્રાર્થના સભામાં મોદીએ હાજર આપી હતી. પીએમ મોદી ઉપરાંત કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ સહિતના નેતાઓ પણ રાજઘાટ ખાતે પહોંચ્યા હતા.

સાબરમતી આશ્રમની મુલાકાત લેશે પીએમ મોદી

ગાંધીજીની 150મી જન્મજયંતીએ પીએમ મોદી સાબરમતી ખાતે યોજાનાર ખાસ કાર્યક્રમમાં હાજરી આપશે. આ દરમિયાન તેઓ દેશને ખુલ્લામાં શૌચ મુક્ત (ODF) જાહેર કરશે. મહાત્મા ગાંધીની જન્મજયંતીના દિવસે મોદીએ પોતાના દિવસની શરૂઆત રાજઘાટ ખાતે ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપીને કરી હતી.રાજઘાટ બાદ પીએમ મોદી પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના સમાધિ સ્થળ વિજયઘાટ પણ જશે. બીજી ઓક્ટોબરના રોજ પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની પણ જયંતી છે. જે બાદમાં મોદી સંસદ ખાતે બંને નેતાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.

દેશને ખુલ્લામાં શૌષ મુક્ત જાહેર કરશેસાબરમતી આશ્રમ ખાતે પીએમ મોદી 10 હજાર જેટલા ગામોને સરપંચોને સંબોધિત કરશે. અહીં તેઓ દેશને ખુલ્લામાં શૌચ મુક્ત જાહેર કરશે. આ કાર્યક્રમમાં ગાંધીવાદી સંસ્થાઓ સાથે જોડાયેલા લોકો, ન્યાયાધીશો, પદ્મ પુરસ્કાર વિજેતાઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષણવિદો તેમજ ગ્રામ્ય સ્તરના સ્વચ્છતા કાર્યકરોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

વિજયઘાટ ખાતે મોદી


PM મોદીની ગુજરાત મુલાકાત

>> સાંજે 5 કલાકે PM મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થશે.
>> 5:30 કલાકે એરપોર્ટ પર ભવ્ય સ્વાગત.
>> સાંજે 6:20 ગાંધી આશ્રમ પહોંચશે.
>> સાંજે 6:50 વાગ્યા સુધી ગાંધી આશ્રમમાં રોકાશે.
>> સાંજે 7:00 થી 8:30 વાગ્યા સુધી રિવરફ્રન્ટ પર કાર્યક્રમ.
>> 10 હજાર સરપંચોને સંબોધિત કરશે.
>> રાત્રે 8:40 કલાકે GMDC ગ્રાઉન્ડ ખાતે આરતીમાં ભાગ લેશે.
>> GMDC ગ્રાઉન્ડમાં ગરબા મહોત્સવમાં રહેશે હાજર.
>> PM મોદી 9:15 કલાકે દિલ્હી જવા રવાના થશે.
First published: October 2, 2019, 7:40 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading