Home /News /national-international /

મહાશિવરાત્રિ પર હરિદ્વાર મહાકુંભનું પહેલું શાહી સ્નાન, PM મોદીએ આપી શુભકામનાઓ

મહાશિવરાત્રિ પર હરિદ્વાર મહાકુંભનું પહેલું શાહી સ્નાન, PM મોદીએ આપી શુભકામનાઓ

હરિદ્વારમાં નાગા બાવા અને સાધુઓના શાહી સ્નાન વખતે હેલિકોપ્ટરમાંથી કરવામાં આવશે પુષ્પવર્ષા

હરિદ્વારમાં નાગા બાવા અને સાધુઓના શાહી સ્નાન વખતે હેલિકોપ્ટરમાંથી કરવામાં આવશે પુષ્પવર્ષા

  હરિદ્વાર/નવી દિલ્હી. આજે મહાશિવરાત્રિ (Mahashiratri)ના ખાસ અવસરે હરિદ્વાર (Haridwar)માં શરૂ થઈ રહેલા મહાકુંભ (Mahakumbh)નું પહેલું સ્નાન છે. શાહી સ્નાનને લઈ રાજ્ય સરકાર અને સ્થાનિક પ્રશાસન તરફથી તમામ પ્રકારની તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે. શાહી સ્નાનની શરુઆતમાં જૂના અખાડા, આહ્વાન અખાડા, અગ્નિ અખાડા અને કિન્નર અખાડા લગભગ 11 વાગ્યે હર કી પૌડી બહ્મકુંડ પર સ્નાન કરવા માટે પહોંચશે. ત્યારબાદ લગભગ 1 વાગ્યે નિરંજની અખાડા અને આનંદ અખાડા હર કી પૌડી બ્રહ્મકુંડ પર સ્નાન કરશે. ત્યારબાદ લગભગ 4 વાગ્યે મહાનિર્વાણી અખાડા અને અટલ અખાડા શાહી સ્નાન કરશે. આ દરમિયાન શ્રદ્ધાળુ પર હેલિકોપ્ટરથી ફુલોનો વરસાદ થશે.

  રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્ર્ન મોદી, કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓએ દેશવાસીઓને મહાશિવરાત્રિની શુભકામનાઓ પાઠવી છે.

  આ પણ વાંચો, Mahashivratri 2021: મહાશિવરાત્રિ પર આ મંત્રો સાથે કરો ભગવાન શિવની પૂજા, મળશે મનપસંદ જીવનસાથી

  હરિદ્વારમાં નાગા બાવા અને સાધુઓના શાહી સ્નાનને ધ્યાને લઈ શ્રદ્ધાળુઓને સવારે 7 વાગ્યા બાદ સ્નાન કરવાની મંજૂરી નથી આપવામાં આવી. મહાકુંભ પહેલા સ્નાનને લઈ પોલીસ તંત્ર તરફથી ઘણી કડક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કોરોના વાયરસને લઈને પ્રશાસન પૂરી રીતે સતર્ક છે. નોંધનીય છે કે, 7 વાગ્યા બાદ હર કી પૌડી ક્ષેત્રને ખાલી કરાવી દેવામાં આવશે. ત્યારબાદ ઘાટોની સફાઈ કરવામાં આવશે. આ દરમિયાન ઘાટ પર કોઈને પણ આવવા પર પ્રતિબંધ રહેશે.

  આ પણ વાંચો, Statue of Unityના મૂર્તિકાર રામ સુતારના ઘરેથી 26 લાખ રૂપિયા રોકડા અને મોંઘાં ઘરેણાંની થઈ ચોરી

  મહાકુંભના શાહી સ્નાનને જોતાં સુરક્ષાની ભારે વ્યવસ્થા કરવામાં આવી છે. મહાકુંભ દરમિયાન કોઈ પણ પ્રકારની દોડધામની ઘટનાથી બચવા માટે દરેક સ્થળે પોલીસની તૈનાતી કરવામાં આવી છે. મેળાની સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે સમગ્ર મેળાના ક્ષેત્રને 3 સુપર ઝોન, 9 ઝોન અને 25 સેક્ટરો (1 જીઆરપી અને 1 ટ્રાફિક સેક્ટર સહિત)માં વહેંચવામાં આવ્યા છે. દરેક ઝોનમાં એક અધિક પોલીસ અધીક્ષક અને સેક્ટરમાં પોલીસ સબ ઈન્સ્પેક્ટરને નિયુક્ત કરવામાં આવ્યા છે. સુરક્ષા વ્યવસ્થામાં કોઈ પણ પ્રકારની બેદરકારી ન થયા તેના માટે પોલીસકર્મીઓને ખાસ તાલીમ પણ આપવામાં આવી છે.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Haridwar, Mahakumbh, Mahashivratri, Mahashivratri 2021, Shahi Snan, ઉત્તરાખંડ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन