Home /News /national-international /ભાઈની બહાદુરી! બહેનને દીપડાએ પકડી, તો ભાઈએ એક જ હાથે ચલાવી બાઈક, આ રીતે બચાવ્યો જીવ

ભાઈની બહાદુરી! બહેનને દીપડાએ પકડી, તો ભાઈએ એક જ હાથે ચલાવી બાઈક, આ રીતે બચાવ્યો જીવ

ભાઈએ બહાદુરીથી બહેનનો જીવ બચાવ્યો

દીપડાના જડબામાં પહેલા યશનો એક પગ આવી ગયો હતો, લોહીલુહાણ પગથી તેને ઝટકો મારી પહેલા પોતાનો પગ છોડાવ્યો તો, દીપડો ફરી બાઈક પાછળ દોડ્યો અને...

મહારાષ્ટ્ર (Maharashtra) ના નાસિક (Nasik) જિલ્લામાં બુધવારે એક ભાઈએ પોતાની બહેનનો જીવ બચાવવા બહાદુરીનો દાખલો બેસાડ્યો છે. આ ભાઈએ તેની બહેનને દીપડાના આક્રમણથી બચાવવા જીવ સટોસટ લડત આપી. ભાઈ પોતાની ફોઈની દીકરી બહેનને લઈ બાઈક પર સ્કૂલે જઈ રહ્યો હતો, ત્યારે અચાનક દીપડાએ બાઈક પાછળ બેઠેલી બહેન પર હુમલો કરી દીધો. હુમલો થયા બાદ, તે જમણા હાથથી બાઇક ચલાવતો રહ્યો અને બહેનને ડાબા હાથથી પકડી રાખી હતી, જેથી દીપડો તેની બહેનને બાઇક પરથી ખેંચીને લઈ જઇ શક્યો ન હતો. આખરે દીપડાએ હાર માની લીધી અને આ ભાઈએ રાખીના સંબંધની લાજ રાખી લીધી.

હંમેશની જેમ, બુધવારે, 17 વર્ષિય ત્રૃપ્તિ રવિન્દ્ર તાંબાની શાળામાં ભણવા માટે બહાર આવી હતી. મામાનો દીકરો ભાઈ યશ અશોક વાજેએ તેને રોજની જેમ પોતાની બાઇક પર બેસાડીને શાળાના રસ્તે આગળ વધ્યો હતો, પરંતુ દૂર ઝાડ પર બેઠેલા દીપડાએ તેના પર હુમલો કર્યો હતો. દીપડાના જડબામાં પહેલા યશનો એક પગ આવી ગયો હતો, પરંતુ તેને આંચકાથી પોતાના પગને મુક્ત કર્યો. તો પણ દીપડાએ બાઇકનો પીછો શરૂ કર્યો હતો. આ દરમિયાન ત્રિપ્તિએ બૂમ પાડી કે તેની બેગ પાછળની તરફ ખેંચાઇ રહી છે. યશ સમજી ગયો કે, દીપડાના જડબામાં હવે તૃપ્તિની સ્કૂલ બેગ આવી ગઈ છે. તેણે એક હાથે બાઈક ચલાવી તૃપ્તિને ડાબા હાથથી મજબૂત રીતે પકડી રાખી અને જમણા હાથથી બાઇકની ગતિ વધારી.

આ પણ વાંચો - દહેજનું દુષણ: પરિણીતાએ મરતા પહેલા કર્યો Video રેકોર્ડ, જણાવ્યું કેવી રીતે સાસરીયાઓએ મોતને ઘાટ ઉતારી

દીપડાએ આ રીતે લગભગ 200 મીટર સુધી પીછો કર્યો. પરંતુ યશે પણ તેની બહેનની પકડ ઢીલી ન થવા દીધી. થોડે દૂર ગયા પછી બેગ ફાટી ગઈ અને બેગનો એક ટુકડો દીપડાના મોંઢામાં જ રહી ગયો અને યશ તેની બહેનને બચાવતો આગળ વધી ગયો. યશે પાછું જોવાની કોશિશ પણ કરી નહોતી અને તે ઘરેથી 10 કિ.મી. દૂર સ્કૂલે પહોંચ્યા પછી જ અટક્યો હતો. આ ઘટનામાં બંને ભાઈ-બહેનોને કોઈ ગંભીર ઈજા પહોંચી નથી.

આ પણ વાંચો - સુરતમાં ચેતવણી રૂપ કિસ્સો! 'પરીવારે મોબાઈલ સાથે પકડી', તો ધોરણ 8ની વિદ્યાર્થિનીએ બીકમાં કર્યો આપઘાત

બહેન પર આવ્યો ખતરો, તો ભાઈએ બહાદુરીથી મામલો સંભાળ્યો

તૃપ્તિ રવિન્દ્ર તાંબેની સ્કૂલ ઘરથી 14 કિમી દૂર છે. દરરોજ, ભાઈ યશ તેને બાઇક દ્વારા 4 કિ.મી. દૂર બસ સ્ટેન્ડ પર મુકવા જાય છે. ત્રિપ્તિ ત્યાંથી બસમાં બેસીને શાળાએ જાય છે. પરંતુ બુધવારે બસ સ્ટેન્ડ પહોંચતા પહેલા દીપડાએ હુમલો કર્યો હતો. ભાઈએ એવી બાઇક ચલાવી કે, બસ સ્ટેન્ડ આવીને જતુ રહ્યું તે ખબર જ ન પડી. તે સીધો 14 કિલોમીટર દૂર પાંઢુલીમાં શાળાએ પહોંચ્યા પછી જ અટક્યો. દીપડાના હુમલાથી તૃપ્તીના શરૂર પર થોડી ઈજા પહોંચી હતી અને અને યશના પગમાં પણ દીપડાના દાંત પેંસી ગયા હતા, પરંતુ તૃપ્તીનો જીવ બચી ગયો કારણ કે, તેના ભાઈ યશે રાખીના સંબંધની લાજ રાખી લીધી હતી.
First published:

Tags: Leopard attack