Home /News /national-international /મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શિંદએ પોતાનો કાફલો રોકીને ડ્રાઈવરની મદદ કરી, હાઈવે પર સળગી રહી હતી ફોરચ્યુનર

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શિંદએ પોતાનો કાફલો રોકીને ડ્રાઈવરની મદદ કરી, હાઈવે પર સળગી રહી હતી ફોરચ્યુનર

મુંબઈ હાઈવે પર કાર સળગી.

મુંબઈના વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવ પર જઈ રહેલી ફોરચ્યુનર કારમાં અચાનક જ આગ લાગી હતી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેનો કાફલો તે સમયે ત્યાંથી જ પસાર થઈ રહ્યો હતો. તેમણે તાત્કાલિક પોતાની ગાડી રોકાવી અને કાર સવારની મદદ કરવા માટે ત્યાં ગયા.

વધુ જુઓ ...
    મુંબઈઃ મુંબઈના વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવ પર જઈ રહેલી ફોરચ્યુનર કારમાં અચાનક જ આગ લાગી હતી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેનો કાફલો તે સમયે ત્યાંથી જ પસાર થઈ રહ્યો હતો. તેમણે તાત્કાલિક પોતાની ગાડી રોકાવી અને કાર સવારની મદદ કરવા માટે ત્યાં ગયા. આ ઘટના વિર્લે પાર્લે વિસ્તારની છે.

    ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી
    જોકે આ ઘટનામાં આ પ્રકારની કોઈ જાનહાનિ થઈ નહોતી. પરંતુ વિલે પાર્લે પોલીસ અને ફાયર વિભાગને આ અંગેની માહિતી આપવામાં આવી હતી. પોલીસ અને ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી ગયું હતું. કારમાં લાગેલી આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, મંગળવારે વહેલી સવારે સીએમ એકનાથ શિંદે તેમના કાફલા સાથે ક્યાંક જઈ રહ્યાં હતા. ત્યારે તેમણે રસ્તામાં જોયું કે ફોરચ્યુનર કારમાં આગ લાગી છે. મોટા પ્રમાણમાં ધુમાડો નીકળી રહ્યો હતો. સીએમ એકનાથ શિંદેએ તરત જ પોતાની કાર રોકાવી અને ડ્રાઈવરને મદદ કરવા પહોંચ્યા હતા.

    આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા અન્ય લોકો પણ ડ્રાઈવરની મદદ કરવા માટે રોકાયા હતા. પોલીસ અને ફાયરબ્રિગેડ વિભાગે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટનાનો વીડિયો વાઈરલ થયો છે, તેમાં આગનો ધુમાડો જોઈ શકાય છે.

    ગણતરીની મિનિટોમાં કાર સળગીને રાખ થઈ ગઈ
    તાજેતરમાં જ મુંબઈ નજીક ભાયંદર વિસ્તારમાં પણ ચાલતી કારમાં અચાનક આગ લાગી ગઈ હતી. એમ કહેવાઈ રહ્યું છે કે તે સમયે કારમાં ડ્રાઈવર સિવાય મહિલા પણ બેઠી હતી. જોકે જેવી કારના એન્જિનમાં આગ લાગી, બંને કારમાંથી તાત્કાલિક બહાર આવી ગયા હતા. થોડી જ વારમાં કાર આખી સળગી ગઈ હતી. ઘટનાની માહિતી મળતા જ ભાયંદર પોલીસ અને ફાયર બ્રિગેડની ગાડી ઘટના સ્થળે પહોંચી હતી. ખૂબ જ મુશ્કેલીથી આ આગને કાબુમાં લેવામાં આવી હતી. જોકે આ ઘટનામાં કોઈ જ જાનહાનિ થઈ નથી પરંતુ થોડીવારમાં જ કાર સળગીને ખાખ થઈ હતી.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: Accidents, Car accident, Car Accident CCTV

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन