મહારાષ્ટ્રમાં પતિએ કરી આત્મહત્યા, સુસાઈડ નોટમાં લખ્યું, 'પત્ની યોગ્ય રીતે સાડી નથી પહેરી શકતી'
મહારાષ્ટ્રમાં પતિએ કરી આત્મહત્યા, સુસાઈડ નોટમાં લખ્યું, 'પત્ની યોગ્ય રીતે સાડી નથી પહેરી શકતી'
પતિએ પત્નીના વર્તનથી ના ખુશ થઈ આપઘાત કર્યો
Maharastra Suicide Case : ઔરંગાબાદ (aurangabad) વિસ્તારમાં પુરુષના રૂમમાંથી એક સુસાઈડ નોટ (Husband Suicide) મળી આવી છે, જેમાં તેણે દાવો કર્યો છે કે, તેની પત્ની યોગ્ય રીતે સાડી પહેરી શકતી નથી, ચાલી શકતી નથી કે બોલી શકતી નથી
ઔરંગાબાદ. મહારાષ્ટ્ર (Maharastra) ના ઔરંગાબાદ (aurangabad) શહેરમાં એક 24 વર્ષીય વ્યક્તિએ કથિત રીતે તેના ઘરે આત્મહત્યા કરી જીવન ટુંકાવ્યું છે. પોલીસે મંગળવારે આ જાણકારી આપી. પોલીસે એમ પણ કહ્યું હતું કે, વ્યક્તિએ એવો દાવો કરીને આત્મહત્યા કરી હતી કે તે તેની પત્નીથી નાખુશ હતો. મુકુંદવાડી પોલીસ સ્ટેશન (Mukundwadi Polic Station) ના એક અધિકારીએ જણાવ્યું કે, મુકુંદનગરના રહેવાસી સમાધાન સાબલે સોમવારે પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી.
મુકુંદવાડી પોલીસ સ્ટેશનના પ્રભારી બ્રમ્હા ગિરીએ જણાવ્યું હતું કે, "પુરુષના રૂમમાંથી એક સુસાઈડ નોટ મળી આવી છે, જેમાં તેણે દાવો કર્યો છે કે, તેની પત્ની યોગ્ય રીતે સાડી પહેરી શકતી નથી, ચાલી શકતી નથી કે બોલી શકતી નથી." અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, આ વ્યક્તિએ માત્ર છ મહિના પહેલા જ તેના કરતા છ વર્ષ મોટી મહિલા સાથે લગ્ન કર્યા હતા, વધુ તપાસ ચાલુ છે.
વિદ્યાર્થીની આત્મહત્યા માટે ઉશ્કેરણી
બીજી બાજુ, બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં એક વિદ્યાર્થીની આત્મહત્યા માટે કથિત રીતે ઉશ્કેરવાના આરોપમાં એક શાળાના પ્રમુખને ધરપકડથી રક્ષણ આપવાનો ઇનકાર કર્યો છે. ગયા મહિને આપેલા આદેશમાં, ન્યાયમૂર્તિ વિનય જોશીની બેન્ચે ગણપતરાવ પાટીલ દ્વારા દાખલ કરાયેલી આગોતરા જામીન અરજીને ફગાવી દીધી હતી. એપ્રિલમાં, કોલ્હાપુર પોલીસે પાટીલ સામે આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપમાં કેસ નોંધ્યો હતો. પાટીલે ધોરણ 10ના વિદ્યાર્થીને ઠપકો આપ્યો હતો, જેના કલાકો પછી તેણે આત્મહત્યા કરી લીધી હતી.
હાઈકોર્ટે જણાવ્યું હતું કે, આરોપીએ છોકરાને અપમાનજનક રીતે ઠપકો આપ્યો હતો અને પ્રથમ દૃષ્ટિએ એવું લાગે છે કે, છોકરો ઊંડો આઘાત પામ્યો હતો. FIR મુજબ, છોકરાના દાદાએ 2 એપ્રિલે ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવ્યું હતું કે, તેમનો પૌત્ર સિમ્બોલિક ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરે છે, જેમાં પાટીલ અધ્યક્ષ છે અને તેમની પત્ની મુખ્ય શિક્ષક છે.
ફરિયાદીના જણાવ્યા મુજબ, પાટીલે અજાણતાથી એક છોકરીને ટક્કર લાગવાને લઈ પૌત્રને માર માર્યો અને પછી તેણે ઠપકો આપ્યો અને દુર્વ્યવહાર કર્યો. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, પાટીલે છોકરાને અસંસ્કારી કહ્યો હતો. તેણે છોકરાને એ પણ કહ્યું કે તે સુધરવાનો નથી અને તે ઝૂંપડપટ્ટીનો છોકરો છે. કોર્ટે કહ્યું, “અરજદારની ટિપ્પણી વાંધાજનક હતી. અલબત્ત, તે વિદ્યાર્થીઓને ઠપકો આપી શકે છે, પરંતુ એવી ભાષામાં નહીં કે જે કોમળ મનને તોડી નાખે. પ્રત્યક્ષદર્શીઓના નિવેદન મુજબ, અરજદારે છોકરાને ખરાબ રીતે ઠપકો આપ્યો હતો.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર