મહારાષ્ટ્રમાં પૂરથી એક લાખ લોકો પ્રભાવિત; નદીઓ બની ગાંડીતૂર

News18 Gujarati
Updated: August 8, 2019, 11:47 AM IST
મહારાષ્ટ્રમાં પૂરથી એક લાખ લોકો પ્રભાવિત; નદીઓ બની ગાંડીતૂર
એક લાખ લોકો પૂરથી પ્રભાવિત

ભયંકર પૂરને કારણે મહારાષ્ટ્રનાં કોલ્હાપુર, સાંગલી, સતારા, પૂણે, પાલઘર, રત્નાગિરિ વગેરે વિસ્તારે સૌથી વધારે અસરગ્રસ્ત છે.

  • Share this:
મુંબઇ: મહારાષ્ટ્રમાં વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદનાં કારણે એક લાખથી વધુ વિસ્તારો પ્રભાવિત થયા છે અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે તેમની એક સભાને રદ કરવી પડી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડી મહિનાઓ પછી મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે.

તાજેતરમાં આવેલા ભયંકર પૂરને કારણે મહારાષ્ટ્રનાં કોલ્હાપુર, સાંગલી, સતારા, પૂણે, પાલઘર, રત્નાગિરિ વગેરે વિસ્તારે સૌથી વધારે અસરગ્રસ્ત છે.

અતિભારે વરસાદનાં કારણે મહારાષ્ટ્રનાં ઘણા વિસ્તારોનાં સંપર્ક વિહોણા બન્યાં છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે કર્ણાટકને વિનંતી કરી છે કે, તેઓ કોયના ડેમમાંથી પાણી રિલીઝ કરે.

આ દરમિયાન ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા કોલ્હાપુરમાં બચાવ અને રાહત કામગીરી માટે ટીમો મોકલવામાં આવી રહી છે. 150થી વધુ લોકોને અસરગ્રસ્ત વિસ્તારોમાંથી બચાવી લેવાયાં છે.

મહારાષ્ટ્રમાં વિરોધ પક્ષે સત્તાધારી પક્ષ પર આરોપ લગાવ્યો કે, સરકાર લોકોને સમયસર મદદ કરવામાં નિષ્ફળ નીવડી.

અસરગ્રસ્ત જિલ્લા કલેક્ટરો દ્વારા વીડિયો કોન્ફરન્સ દ્વારા મુખ્યમંત્રીને આ વિશે માહિતગાર કરાયા છે.
First published: August 8, 2019
વધુ વાંચો
अगली ख़बर