દુષ્કર્મ કરવા માંગતો હતો યુવક, પોતે AIDSની દર્દી કહીને મહિલાએ બચાવી ઇજ્જત

News18 Gujarati
Updated: April 16, 2019, 9:02 AM IST
દુષ્કર્મ કરવા માંગતો હતો યુવક, પોતે AIDSની દર્દી કહીને મહિલાએ બચાવી ઇજ્જત
પ્રતીકાત્મક તસવીર

યુવક પોતાની પિતાની હત્યાનો પણ આરોપી, જામીન પર જેલથી બહાર આવ્યા બાદ કર્યું આવું કૃત્ય

  • Share this:
મહારાષ્ટ્રના ઓરંગાબાદમાં એક મહિલાએ પોતાની સૂઝબૂઝનો ઉપયોગ કરીને પોતાને એક હેવાન વ્યક્તિની જાળમાંથી બચાવી લીધી. આ વ્યક્તિ જ્યારે મહિલા સાથે બળજબરીથી દુષ્કર્મ કરવાનો હતા ત્યારે મહિલાએ તેને જણાવ્યું કે તેને એઇડ્સ જેવી જીવલેણ બીમારી છે. બસ આ વાત સાંભળતા જ આરોપીના હોશ ઉડી ગયા અને તેણે મહિલાને છોડી દીધી. આ ઘટના બાદ આરોપી ફરાર થઈ ગયો છે.

ઘટના ઔરાંગાબાદ શહેરની છે. ઘટના બાદ પીડિત મહિલા સીધી પોલીસની પાસે પહોંચી ગઈ. તેણે પોલીસને પોતાની આપવીતી સંભળાવી. તેણે પોલીસને ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે તે પોતાની 7 વર્ષની દીકરી સાથે બજારથી પોતાના ઘરે જઈ રહી હતી.

ઘર જવા માટે તેની પાસે પૈસા ઓછા હતા. જેથી તે રસ્તામાં ઊભી રહીને શેરિંગ કેબની રાહ જોઈ રહી હતી. ત્યારે ત્યાંથી 22 વર્ષીય યુવક કિશોર વિલાસ બાઇક પર પસાર થયો. તેણે મહિલા અને તેની દીકરીને લિફ્ટ આપી. પરંતુ તે બંનેને તેમના ઘરે લઈ જવાને બદલે એક સૂમસામ સ્થળે લઈ ગયો.

આ પણ વાંચો, પાક.માં સામૂહિક દુષ્કર્મની ફરિયાદ આપવા ગયેલી મહિલા પર પોલીસનું દુષ્કર્મ

જ્યાં તેણે ચાકૂ બહાર કાઢ્યું અને મહિલાની સાથે બળજબરી કરવા લાગ્યો. તે મહિલાનો બળાત્કાર કરવા માંગતો હતો. પરંતુ મહિલાએ હિંમત ન હારતાં તેણે આરોપીને કહ્યું કે તે એઇડ્સની દર્દી છે. આ સાંભળતા જ આરોપીના હોશ ઉડી ગયા અને તે મહિલાને છોડીને ત્યાંથી ફરાર થઈ ગયો.

મહિલાએ પોલીસને જણાવ્યું કે તે આરોપીને નથી ઓળખતી. પોલીસે મહિલાના જણાવ્યા અનુસાર આરોપોનો સ્કેચ બનાવ્યો અને તેની તલાશ શરૂ કરી દીધી. આ દરમિયાન આરોપી પોલીસના હાથમાં આવી ગયો. પોલીસને જાણવા મળ્યું કે આરોપી કિશોર વિલાસ પોતાના પિતાની હત્યાનો આરોપી છે. તે જામીન પર જેલથી બહાર આવ્યો હતો.
First published: April 16, 2019
વધુ વાંચો
अगली ख़बर