આશ્ચર્યમ્! મહારાષ્ટ્રમાં કોવિશીલ્ડનો ડોઝ લીધા બાદ મહિલાની આંખોની રોશની પરત આવી

પ્રતીકાત્મક તસવીર

26 જૂને કોવિશીલ્ડનો પહેલો ડોઝ લીધા બાદ બીજા જ દિવસે તેણે દાવો કર્યો કે, તેની એક આંખની 30થી 40 ટકા રોશની પરત આવી ગઇ છે.

  • Share this:
એક બોલિવૂડ ફિલ્મના કોઇ સીનની જેમ મહારાષ્ટ્રમાં 70 વર્ષીય મહિલાએ કરેલા દાવાએ સૌ કોઇને અચરજમાં નાખી દીધા છે. મહિલાનું કહેવું છે કે, કોવિશીલ્ડનો ડોઝ લીધા બાદ તેની આંખોની રોશની આંશિક રીતે પરત આવી ગઇ છે. દેશમાં ભલે કોરોનાની રસીને લઇને ઘણા લોકોમાં સંકોચ અને શંકાઓ હોય, પરંતુ દેશના મોટા ભાગના લોકોએ કોરોના સામેની રસી મૂકાવી લીધી છે. જોકે, આ દરમિયાન રસીકરણને લઇને ઘણા અજીબ અને અવીશ્વનીય કિસ્સાઓ પણ સતત પ્રકાશમાં આવતા રહ્યા છે.

મહારાષ્ટ્રના વશિમ જીલ્લાની મથુરાબાઇ બિડવે નામની મહિલાએ 9 વર્ષ પહેલા મોતિયાના કારણે પોતાની આંખોની રોશની ગુમાવી હતી. આ સમસ્યાના કારણે તેના આઇરીસ સફેદ થઇ ગયા અને તેની બંને આંખની રોશની ચાલી ગઇ હતી. જોકે ઝી ન્યૂઝના રીપોર્ટ અનુસાર, 26 જૂને કોવિશીલ્ડનો પહેલો ડોઝ લીધા બાદ બીજા જ દિવસે તેણે દાવો કર્યો કે, તેની એક આંખની 30થી 40 ટકા રોશની પરત આવી ગઇ છે.

કોરોનાકાળમાં સોનીનો ધંધો ઠપ્પ થયો પરંતુ જામનગરનાં આ પરિવારે હિંમત ન હારી, ગૃહઉદ્યોગ ચલાવી કરે છે ગુજરાન

ડૈલીના રીપોર્ટ અનુસાર, મૂળ જાલના જિલ્લાના પર્તુરની બિડવે પોતાના સંબંધીઓ સાથે રિસોદ તાલુકામાં રહે છે. કોવિશીલ્ડના ડોઝ બાદ કે તે અંગેની કોઇ અન્ય વેક્સિન બાદ તેની આંખોની રોશની પરત આવવાના દાવા અંગે કોઇ વૈજ્ઞાનિક સમર્થન નથી.

આ પહેલા જૂનમાં મહારાષ્ટ્રના એક વૃદ્ધે વિચિત્ર દાવો કર્યો હતો, જેમાં તેણે કહ્યું કે, તેણે કોવિશીલ્ડના બંને ડોઝ લીધા બાદ તેમનામાં ચુંબકીય શક્તિ ઉત્પન્ન થઇ છે. 71 વર્ષીય અરવિંદ સોનારે તેનો વિડીયો બનાવ્યો હતો, જે સોશ્યલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો.

સાયરાબાનુને 12 વર્ષની ઉંમરમાં પહેલી નજરમાં જ દિલીપ કુમાર સાથે થયો હતો પ્રેમ

આવી જ એક ઘટના સુરતમાં સામે આવી હતી, જેમાં પરબત પાટિયા વિસ્તારમાં શુભાષનગર સોસાયટીમાં રહેતા પરિવારના બે સભ્યો કથિત રીતે ચુંબકીય થઇ ગયા હતા. પૂનમ જગપાત, જેમની માતા અને પુત્રએ કથિત રીતે ચુંબકીય વિશેષતાઓ બતાવી હતી. શરૂઆતમાં આવી ઘટનાઓ પર કોઇએ વિશ્વાસ કર્યો ન હતો. જોકે, પોતાના પરીવારના સભ્યોની ચુંબકીય સ્થિતિ બાદ તે પણ ભ્રમિત થઇ ગઇ હતી. બાળકોને છોડીને જગપાત પરીવારના તમામ સભ્યોએ ડોઝ લીધો છે.

બાદમાં એક વિડીયોમાં દાવો કરવામાં આવ્યો કે, મેસેંજર RNAને શરીરમાંથી બહાર લાવવા રસીમાં મેગ્નેટીઝમ ઉમેરવામાં આવ્યું હતું. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોની ફેક્ટ ચેકિંગ ટીમ, પીઆઇબી ફેક્ટ ચેકે કહ્યું કે, કોવિડ-19ની રસી વિશેના આ દાવાઓ નિરાધાર છે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરોએ વધુમાં કહ્યું કે, રસી લોકોને ચુંબકીય નથી બનાવતી અને તે સંપૂર્ણ સુરક્ષિત છે.
First published: