મહારાષ્ટ્રમાં થશે લોકડાઉન? CM ઉદ્ધવ રાત્રે 8.30 વાગ્યે કરશે મોટી જાહેરાત

 • Share this:
  મુંબઇ: મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. કોરોના કેસના આંકડા સતત એક નવો રેકોર્ડ બનાવી રહ્યા છે કોરોનાના વધતા કેસ પર લગામ લગાવવા માટે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરો રાત્રે મહારાષ્ટ્રની જનતાને સંબોધન કરવાના છે. જેમાં લોકડાઉન કરવું કે નહિ તે અંગેનો નિર્ણય કરવામાં આવશે.

  ગત મહિને વધતા કોરોના સંક્રમણને ધ્યાને લઇને મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, લોકડાઉનને એક વિકલ્પના રૂપમાં જોવામાં આવી રહ્યું છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, રાજ્યના લોકો પહેલા કરેલા લોકડાઉનની જેમ આ વખતે પણ નિયમોનું પાલન કરશે. બે દિવસ પહેલા મહારાષ્ટ્રના સ્વાસ્થય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું હતું કે, આવનારા સમયમાં સંક્રમણને રોકવા માટે કડક પગલા લેવામાં આવશે અને લોકોએ તેની તૈયારી રાખવી પડશે. આવા સંજોગોમાં સરકાર કોરોનાના સંક્રમણને ઘટાડવા માટે મોટી જાહેરાત કરી શકે છે.

  સુરત : એકલા રહેતા આધેડની લૂંટના ઈરાદે હત્યા, CCTV વીડિયોમાં કેદ થયા 'હત્યારા'

  ગુરુવારે મહારાષ્ટ્રમાં કોવિડ -19ના 43,183 નવા કેસ સામે આવ્યા છે ત્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી લોકોને સંબોધન કરશે. નવા કેસોના પછી, ચેપગ્રસ્ત કોરોનાની સંખ્યા વધીને 28,56,163 થઈ ગઈ છે. રાજ્યમાં રોગચાળાની શરૂઆત થયા પછી એક જ દિવસમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. રાજ્યના આરોગ્ય વિભાગ અનુસાર 249 વધુ દર્દીઓ ચેપને કારણે મૃત્યુ પામ્યા છે. આ રીતે, ગયા વર્ષે ઓક્ટોબર પછી એક જ દિવસમાં સૌથી વધુ મૃત્યુ થયા છે. આ સંક્રમણને કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 54,898 લોકોનાં મોત નીપજ્યાં છે.

  દેશમાં છેલ્લા 24 કલાકમાં ફૂટ્યો કોરોના બોમ્બ: અધધ 81,466 નવા કેસ નોંધાયા, 469 લોકોનાં મોત

  પૂણેમાં સાત દિવસ માટે આંશિક લોકડાઉન
  કોરોનાના વધતા જતા કેસોને જોતા પૂણેમાં સાત દિવસનો આંશિક લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. લોકડાઉન સંબંધિત માર્ગદર્શિકા પણ બહાર પાડવામાં આવી છે. જરૂરી સેવાઓ લોકડાઉનથી બાકાત રાખવામાં આવી છે. સરકારના આદેશ અનુસાર આવતા સાત દિવસ સુધી બાર, હોટલ અને રેસ્ટરન્ટ બંધ રહેશે. જોકે હોમ ડિલિવરીની સુવિધામાં છૂટ આપાવમાં આવી છે.

  માર્ગદર્શિકા મુજબ લગ્ન અને અંતિમ સંસ્કાર સિવાયના તમામ કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વધુમાં વધુ 50 લોકો લગ્નમાં ભાગ લઈ શકે છે અને વધુમાં વધુ 20 લોકો અંતિમવિધિમાં ભાગ લઈ શકે છે. સરકારનો આ આદેશ આવતીકાલથી લાગુ થશે. પુણેના વિભાગીય કમિશનરે આ માહિતી આપી છે.
  Published by:kuldipsinh barot
  First published: