Home /News /national-international /Maharashtra Gold Mine: મહારાષ્ટ્ર વધુ સમૃદ્ધ થશે! ચંદ્રપુર અને સિંધુદુર્ગમાં મળી સોનાની ખાણ

Maharashtra Gold Mine: મહારાષ્ટ્ર વધુ સમૃદ્ધ થશે! ચંદ્રપુર અને સિંધુદુર્ગમાં મળી સોનાની ખાણ

મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે, કેન્દ્ર સરકારના અધિકારીઓએ જાણકારી આપી છે કે, મહારાષ્ટ્રમાં સોનાનાં બે બ્લોક છે.

મુંબઇમાં આયોજિત 'વાણિજ્યિક કોલસાની ખાણોની હરાજી અને ખાણ ક્ષેત્રોમાં સુવર્ણ તકો' આ વિષયની રોકાણ પરિષદમાં પોતાના સંબોધનમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે એ કહ્યું કે, મહારાષ્ટ્રના ચંદ્રપુર અને સિંધુદુર્ગ જિલ્લામાં સોનાનું ખાણો હતી.

Maharashtra Gold Mine News: મહારાષ્ટ્રના બે જિલ્લાઓમાં સોનાની ખાણો હોવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પોતે આ વાત જણાવી છે. તેમણે જણાવ્યું કે, આ સંબંધમાં કેન્દ્ર સરકારના સહયોગથી શોધવાનું કામ ચાલી રહ્યું છે.

મુંબઇમાં આયોજિત 'વાણિજ્યિક કોલસાની ખાણોની હરાજી અને ખાણ ક્ષેત્રોમાં સુવર્ણ તકો' આ વિષયની રોકાણ પરિષદમાં પોતાના સંબોધનમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે એ કહ્યું કે, મહારાષ્ટ્રના ચંદ્રપુર અને સિંધુદુર્ગ જિલ્લામાં સોનાની ખાણો હતી.

તેમણે કહ્યું, કહેવામાં આવી રહ્યું છે કે, રાજ્યના ભૂગર્ભમાં કોલસો, બોક્સાઇટ, લોખંડ જેવા ખનિજોની સાથે-સાથે સોનું પણ હોઇ શકે છે. આ સંબંધમાં કેન્દ્ર સરકારના ખનન વિભાગની એક રિપોર્ટ પણ છે. જેના પછી ટેસ્ટિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

આ પણ વાંચો: લગ્નમાં આમંત્રણ વિના ખાવા પહોંચવું MBA વિદ્યાર્થીને ભારે પડ્યું, થઇ એવી હાલત કે હવે...

મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે, કેન્દ્ર સરકારના અધિકારીઓએ જાણકારી આપી છે કે, મહારાષ્ટ્રમાં સોનાનાં બે બ્લોક છે. તેમણે એ પણ જણાવ્યું કે, જો શિંદે-ફડણવીસ સરકાર દરમિયાન આ સોનું નિકળે છે તો આ મહારાષ્ટ્ર માટે એક મોટી ઉપલબ્ધિ હશે. તેમણે એ પણ જણાવ્યું કે, આ બંને બ્લોક વિદર્ભના ચંદ્રપુર અને કોંકડના સિંધુદુર્ગમાં સ્થિત છે.

તેમણે વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે, જો રાજ્યના ભૂગર્ભમાં ખનિજ ભંડાર મળી જાય તો દેશની સૌથી મોટી ઇસ્પાત પરિયોજના શરૂ કરવામાં આવી શકે છે.

મુંબઇની તાજ હોટલમાં ખનન ક્ષેત્રને લઇ રોકાણકારો સાથે સંમ્મેલન યોજવામાં આવ્યું હતું. આ સંમ્મેલનમાં બોલતા મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાજ્યમાં સોનાની ખાણનો ઉલ્લેખ કર્યો હતો. જેને સૌ કોઇનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય કોલસા મંત્રી પ્રહ્લાદ જોશી, કેન્દ્રીય રેલવે રાજ્ય મંત્રી રાવસાહેબ દાનવે, રાજ્યના ખનન મંત્રી દાદા ભૂસે ઉપસ્થિત હતા.
First published:

Tags: Maharashtra, Maharashtra cm, મહારાષ્ટ્ર