Home /News /national-international /

મહારાષ્ટ્રમાં કરુણ રોડ અકસ્માત, BJP ધારાસભ્યના દીકરા સહિત 7 મેડિકલ સ્ટુડન્ટના મોત

મહારાષ્ટ્રમાં કરુણ રોડ અકસ્માત, BJP ધારાસભ્યના દીકરા સહિત 7 મેડિકલ સ્ટુડન્ટના મોત

Maharashtra road Accident: કેન્દ્ર સરકારે મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.

Maharashtra road Accident: કેન્દ્ર સરકારે મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.

    Wardha road accident: મહારાષ્ટ્રના (Maharashtra Accident) સેલસુરા પાસે એક ભયાનક રોડ અકસ્માત સોમવારે મોડી રાતે થયાના સમાચાર સામે આવ્યા છે. જેમાં 7 મેડિકલ વિદ્યાર્થીઓના (Medical student death in Accident) મોત નીપજ્યા છે. એવા અહેવાલ છે કે, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય વિજય રહંગદલેના પુત્રનું (Vijay Rahangdale son Avishkar death in accident) નામ પણ જીવ ગુમાવનારાઓમાં સામેલ છે.

    વિદ્યાર્થીઓ વર્ધા તરફ જઈ રહ્યા હતા

    આ અકસ્માત સોમવારે રાત્રે 11.30 વાગ્યાની આસપાસ થયો હતો. પોલીસ અધિકારી પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, અકસ્માતમાં જીવ ગુમાવનારા વિદ્યાર્થીઓ વર્ધા તરફ જઈ રહ્યા હતા. પીએમઓએ આ અકસ્માતના મૃતકોના પરિવારજનોને બે-બે લાખ આપવાની જાહેરાત કરી છે.

    તમામ સાવંગીની મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ હતા

    જણાવવામાં આવી રહ્યું છે કે, તમામ સાવંગીની મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે, કાર કાબૂ બહાર નીકળીને પુલ તોડી નદીમાં પડી ગઇ હતી. અકસ્માતમાં માર્યા ગયેલા તમામ વિદ્યાર્થીઓ 25 થી 35 વર્ષની વયજૂથના હતા.

    અકસ્માત બાદ કારની તસવીર


    હાલ પોલીસ અને વહીવટીતંત્ર વધુ તપાસ કરી રહ્યું છે. મૃતકોની ઓળખ નીરજ ચવ્હાણ, અવિશ રહંગદલે, નિતેશ સિંહ, વિવેક નંદન, પ્રત્યુષ સિંહ, શુભમ જયસ્વાલ અને પવન શક્તિ તરીકે થઈ છે. રહંગદલે તિરોડા ગોરેગાંવ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય છે.



    કેન્દ્રની સહાય

    કેન્દ્ર સરકારે મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. ઘાયલોને PMNRF તરફથી વળતર તરીકે 50,000 રૂપિયા મળશે.

    જંગલી પ્રાણીને બચાવતા કાર ખાબકી

    પોલીસે આ અંગે જણાવતા કહ્યુ કે, વિદ્યાર્થીઓ કારમાં સેલસુરા પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે અચાનક તેમની કારની સામે એક જંગલી પ્રાણી દેખાયું. પ્રાથમિક તપાસ મુજબ, કાર ચલાવી રહેલા વ્યક્તિએ પ્રાણીથી બચવા માટે વ્હીલ પર જોરથી વળાંક લીધો હતો. પરિણામે વાહન પુલની નીચે ખાડામાં પડી ગયું હતું. વર્ધાના એસપી પ્રશાંત હોલકરે જણાવ્યું હતું કે, આ કારણે વિદ્યાર્થીઓના મોત થયા હતા.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Road accident, અકસ્માત, દેશવિદેશ, મહારાષ્ટ્ર

    આગામી સમાચાર