મહારાષ્ટ્રઃ ઉલ્હાસનગરમાં બિલ્ડિંગનો સ્લેબ પડવાથી 7 લોકોનાં મોત, બચાવ કામગીરી ચાલુ

ઉલ્હાસનગરમાં સાઈ સિદ્ધી બિલ્ડિંગના પાંચમા માળનો સ્લેબ સીધો ગ્રાઉન્ડ ફ્લોર પર આવીને પડતાં 7 લોકોએ ગુમાવ્યો જીવ

ઉલ્હાસનગરમાં સાઈ સિદ્ધી બિલ્ડિંગના પાંચમા માળનો સ્લેબ સીધો ગ્રાઉન્ડ ફ્લોર પર આવીને પડતાં 7 લોકોએ ગુમાવ્યો જીવ

 • Share this:
  ઉલ્હારનગર. મહારાષ્ટ્ર (Maharashtra)ના થાણે જિલ્લામાં શુક્રવાર મોડી રાત્રે એક મોટી દુર્ઘટના બની. ઉલ્હાસનગર (Ulhasnagar)માં એક રહેણાંક બિલ્ડિંગનો સ્લેબ (Ulhasnagar slab collapse) પડવાથી 7 લોકોનાં મોત થયા છે. જ્યારે અનેક લોકો ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. પ્રારંભિક રિપોર્ટ મુજબ સાઈ સિદ્ધી બિલ્ડિંગમાં પાંચમા માળનો સ્લેબ સીધો ગ્રાઉન્ડ ફ્લોર પર આવીને પડ્યો. દુર્ઘટનાને લઈ થાણે નગર નિગમનું કહેવું છે કે કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવવા માટે રેસ્ક્યૂ ઓપરેશન (Rescue Operation) ચલાવવવામાં આવી રહ્યું છે.

  આ દુર્ઘટના શુક્રવાર રાત્રે લગભગ 9 વાગ્યે બની. પાંચમા માળનો સ્લેબ નીચે પડ્યો અને ચોથા, ત્રીજા, બીજા અને પહેલા માળની છતને તોડીને નીચે આવીને પડ્યો. દુર્ઘટના સમયે પાંચમા માળ પર અનેક લોકો ઉપસ્થિત હતા. રાહતની વાત એ રહી કે બીજા કોઈ માળ પર લોકો નહોતા. અત્યાર સુધી 7 મૃતદેહોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવી ચૂક્યા છે. આ બિલ્ડિંગને સીલ કરી દેવામાં આવી છે.

  આ પણ વાંચો, 110 KMની સ્પીડથી પસાર થઈ પુષ્પક એક્સપ્રેસ, ચાંદની રેલવે સ્ટેશનની બિલ્ડિંગ ધરાશાયી

  મળતી માહિતી મુજબ, હજુ 3-4 લોકો ફસાયેલા હોઈ શકે છે. બીજી તરફ થાણે નગર નિગમનું બચાવ અભિયાન ચાલુ છે. થાણે મ્યુનિસિપલ કોર્પેરેશનના અધિકારી ફાયર બ્રિગેડ ટીમની સાથે ઘટનાસ્થળ પર છે. આ કાટમાળમા; ફસાયેલા લોકોને કાઢવામાં લાગ્યા છે. આ બિલ્ડિંગમાં કુલ 29 ફ્લેટ છે. અત્યાર સુધીની મળેલી જાણકારી મુજબ, આ બિલ્ડિંગમાં 26 પરિવાર રહેતા હતા.

  આ પણ વાંચો, 1 જૂનથી મોંઘી થશે હવાઈ મુસાફરી, લોઅર પ્રાઇઝ બેન્ડમાં 13થી 16 ટકાનો વધારો

  હાલના દિવસોમાં ઉલ્હાસનગરમાં આ બીજી ઘટના છે. આ પહેલા 15 મેના રોજ પણ અહીં એક રહેણાંક બિલ્ડિંગની છત પડી ગઈ હતી. જેના કારણે ત્રણ મહિલાઓ સહિત પાંચ લોકોનાં મોત થયા હતા. આ ઘટનામાં 11 લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા હતા.
  Published by:Mrunal Bhojak
  First published: