મુંબઈ: મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી વિરુદ્દ ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ અંતિમ મોર્ચો ખોલી દીધો છે. ઠાકરેએ રાજ્યપાલને બે દિવસની અંદર પોતાના પદેથી રાજીનામું આપવાની માગ કરી છે. ચેતવણી આપી છે કે, આવું નહીં કરે તો, મહારાષ્ટ્ર બંધ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, આ બંધ દરમિયાન કોઈ રમખાણો તો નહીં થાય પણ તેની અસર દૂર સુધી દેખાશે. ઉદ્ધવ ઠાકરેએ રાજ્યપાલ માટે 'પાર્સલ' શબ્દનો ઉપયોગ કર્યો હતો. આ જે પાર્સલ આવ્યું હતું અમેઝોનથી, તે જતું રહે તો સારુ રહેશે નહીંતર અમે મોકલી દઈશું.
ભગત સિંહ કોશ્યારીએ મહારાષ્ટ્ર છોડવાની ઈચ્છા વ્યક્ત કરી
મહારાષ્ટ્રના રાજ્યાલ ભગત સિંહ કોશ્યારીએ પોતાના નજીકના લોકોને પદ અને જવાબદારીમાંથી મુક્ત થવાની ઈચ્છા વ્યક્ત કરી છે. વિવાદસ્પદ ટિપ્પણીને લઈને થયેલા હોબાળાથી કોશ્યારી પોતાના ગૃહ રાજ્ય પાછા જવા માગે છે. આ વાતની જાણકારી નજીકના સૂત્રો દ્વારા મળી છે. હકીકતમાં શિવાજી મહારાજ અને ભીમરાવ આંબેડકર વિશે આપેલા નિવેદનથી તેમને ભારે ટીકાનો સામનો કરવો પડ્યો છે.
મહારાષ્ટ્રના લોકો છત્રપતિ શિવાજીનું અપમાન ક્યારેય સાંખી લેશે નહીં
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, અમે બે દિવસ રાહ જોઈશું, ત્યાર બાદ મહારાષ્ટ્રમાં મહાવિરોધ થશે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રના લોકો કોઈ પણ ભોગે છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન સાંખી લેશે નહીં. ઠાકરે રાજ્યપાલ વિરુદ્ધ બોલતા સમયે અહીંથી અટક્યા નહોતો. તેમણે કહ્યું કે, રાજ્યપાલ હવે ઘરડા થઈ ગયા છે. તેમને રાજભવનમાં નહીં, વૃદ્ધાશ્રમમાં રહેવું જોઈએ. તેની સાથે જ ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર પણ આકરા પ્રહારો કર્યા હતા. કહ્યું કે, તેમને એ નથી સમજાતું કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ છે. કોઈ છે કે નહીં. દિલ્હીના ઈશારે ચાલી રહેલી સરકાર શું રાજ્યપાલ વિરુદ્ધ કંઈ બોલશે.
શિવાજી મહારાજ પર કરી હતી ટિપ્પણી
ગત દિવસોમાં એક કાર્યક્રમ દરમિયાન મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ એક સંદર્ભમાં છત્રપતિ શિવાજીનો ઉલ્લેખ કર્યો હતો. તેમને જૂના જમાનાની વાત ગણાવ્યા હતા. આ નિવેદન પર તે જ સભામાં વિરોધ થયો અને જોત જોતામાં મામલો ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેના સુધી પહોંચી ગયો. આ નિવેદનના વિરોધમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થયા અને હવે ખુદ ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્ર બંધનું એલાન કર્યું છે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર