મહારાષ્ટ્ર: 10 રૂપિયામાં મળશે 'શિવ ભોજન' થાળી, ખેડૂતો માટે લોન માફ, ઉદ્ધવ કેબિનેટે યોજનાને આપી મંજૂરી

News18 Gujarati
Updated: December 25, 2019, 7:54 AM IST
મહારાષ્ટ્ર: 10 રૂપિયામાં મળશે 'શિવ ભોજન' થાળી, ખેડૂતો માટે લોન માફ, ઉદ્ધવ કેબિનેટે યોજનાને આપી મંજૂરી
'શિવ ભોજન' થાળીમાં હશે બે રોટલી, એક શાક, દાળ અને ભાત; 50 રૂપિયાની થાળી સરકાર 10 રૂપિયામાં આપશે

'શિવ ભોજન' થાળીમાં હશે બે રોટલી, એક શાક, દાળ અને ભાત; 50 રૂપિયાની થાળી સરકાર 10 રૂપિયામાં આપશે

  • Share this:
મુંબઈ : સત્તામાં આવ્યાના એક મહિનાથી પણ ઓછા સમયમાં મહારાષ્ટ્ર (Maharashtra)ની ઉદ્ધવ ઠાકરે સરકારે મંગળવારે કૃષિ માફી યોજના (loan waiver scheme)ને મંજૂરી આપી દીધી છે. સાથોસાથ સરકારે ગરીબો માટે સબ્સિડી પર ભોજન યોજનાને પણ મંજૂરી આપી દીધી. રાજ્ય મંત્રીમંડળે મહાત્મા જ્યોતિરાવ ફુલે કૃષિ ઋણ માફી યોજનાને મંજૂરી આપી દીધી, જે હેઠળ 30 સપ્ટેમ્બર 2019 સુધી પેન્ડિંગ કૃષિ ઋણને માફ કરી દેવામાં આવશે. આવી જ રીતે કેબિનેટે 'શિવ ભોજન' કાર્યક્રમ (Shiva food meal scheme)શરૂ કરવાની પણ મંજૂરી આપી દીધી. જે હઠળ ગરીબોને રાજ્યના તમામ જિલ્લાઓમાં એક નિશ્ચિત કેન્દ્ર પર 10 રૂપિયામાં ભોજન આપવામાં આવશે. નોંધનીય છે કે, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)એ આ યોજનાઓની જાહેરાત નાગપુરમાં રાજ્ય વિધાનમંડળના શિયાળુ સત્રના અંતિમ દિવસે કરી હતી.

ઠાકરેની અધ્યક્ષતામાં જ્યારે મંત્રીમંડળની મંગળવાર સાંજે બેઠક મળી તો બંને યોજનાઓને મંજૂરી આપી દેવામાં આવી. શિવસેના-એનસીપી-કૉંગ્રેસની ગઠબંધન સરકાર 28 ડિસેમ્બરે રાજ્યમાં એક મહિનો પૂરો કરશે.

2 લાખ સુધીની લોન માફ થશે

મુખ્યમંત્રી કાર્યાલય તરફથી જાહેર નિવેદન મુજબ, યોજના હેઠળ 1 એપ્રિલ 2015થી 31 માર્ચ 2019ની વચ્ચે બે લાખ રૂપિયા સુધીની પાક લોનને માફ કરી દેવામાં આવશે. સાથોસાથ 30 સપ્ટેમ્બર 2019 સુધીની બાકી પુનર્ગઠિત પાક લોનને પણ માફ કરી દેવામાં આવશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સરકાર બેન્કોથી એ ખાતાઓ વિશે જાણકારી માંગશે, જેમાં પાક લોન અને પુનર્ગઠિત પાક લોનની ચૂકવણી નથી થઈ. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આવા ખેડૂતો માટે અલગથી એક યોજનાની જાહેરાત કરવામાં આવશે જે નિયમિત રીતે પોતાના લોનના હપ્તા ચૂકવી રહ્યા છે.

થાળીમાં બે રોટલી, એક શાક, ભાત અને દાળ હશે

'શિવ ભોજન' યોજના હેઠળ રાજ્ય સરકાર પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવા માટે 6.4 કરોડ રૂપિયા ખર્ચ કરશે, જે ત્રણ મહિના સુધી ચાલશે. નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે પાયલટ પ્રોજેક્ટ હેઠળ ઓછામાં ઓછી એક શિવ ભોજન કેન્ટિન દરેક જિલ્લા હેડક્વાર્ટરમાં શરૂ કરવામાં આવશે. દરેક કેન્ટિમાં 500 થાળી તૈયાર કરાશે. 'શિવ ભોજન' થાળીમાં બે રોટલી, એક શાક, ભાત અને દાળ હશે. ભોજન પીરસનારી કેન્ટિન બપોરે 10 વાગ્યાથી 2 વાગ્યા સુધી ખુલશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેની પ્રતિક્રિયા જોયા બાદ રાજ્યના અન્ય હિસ્સાઓમાં યોજનાનો વિસ્તાર કરવામાં આવશે.નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ગ્રાહકોને દેરક થાળી માટે માત્ર 10 રુપિયા ચૂકવવા પડશે પરંતુ ભોજનની વાસ્તવિક કિંમત શહેરના કેન્દ્રોમાં 50 રૂપિયા પ્રતિ થાળી અને ગ્રામ્ય વિસ્તારોમાં 35 રૂપિયા પ્રતિ થાળી પડશે. બાકીની રકમ અનુદાન તરીકે જિલ્લા કલેક્ટરને આપવામાં આવશે. ગત સપ્તાહે વિધાનસભામાં વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે આરોપ લગાવ્યો હતો કે શિવસેનાના નેતૃત્વવાળી સરકારે લોન માફીના પોતાના વાયદાને પૂરો નથી કર્યો.

આ પણ વાંચો, BJP સાથે જોડાયેલા સુભાષચંદ્ર બોઝના પૌત્રએ નાગરિકતા કાયદા પર ઉઠાવ્યો સવાલ
First published: December 25, 2019, 7:46 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading