કૉલેજ જઈ રહેલી યુવતી પર ઍસિડ ફેંકાયો, ગંભીર હાલતમાં હૉસ્પિટલમાં દાખલ

કૉલેજ જઈ રહેલી યુવતી પર ઍસિડ ફેંકાયો, ગંભીર હાલતમાં હૉસ્પિટલમાં દાખલ
પ્રતિકાત્મક તસવીર

મોટરસાઇકલ પર આવેલા બે યુવકોએ અચાનક એન્જિનિયરિંગની સ્ટુડન્ટ પર ઍસિડ ફેંક્યો, થોડાક દિવસોથી પીછો કરી રહ્યા હતા

 • Share this:
  નાગપુર : મહારાષ્ટ્ર (Maharashtra)ના ગોંડિયા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની. અહીં એક 20 વર્ષીય યુવતી પર બે અજાણ્યા હુમલાખોરોએ ઍસિડ ફેંકી (Acid Attack) દીધો. ત્યારબાદ યુવતી ગંભીર રીતે દાઝી ગઈ અને તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. મળતી જાણકારી મુજબ યુવતી નાગપુર (Nagpur)ની એક એન્જિનિયરિંગ કૉલેજની સ્ટુડન્ટ છે અને જે સમયે હુમલો થયો ત્યારે તે પોતાની કૉલેજ જઈ રહી હતી. ઘટનાની જાણ થતાં પહોંચેલી પોલીસે યુવતીને હૉસ્પિટલમાં દાખલ કરાવી અને અજાણ્યા યુવકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે.

  મોટરસાઇકલ પર અચાનક આવ્યા અને ફેંકી દીધો ઍસિડ  યુવતીએ પોલીસને જણાવ્યું કે જે સમયે તે કૉલેજ જઈ રહી હતો ત્યારે બે યુવક અચાનક મોટરસાઇકલ પર આવ્યા અને તેની પર કંઈક ફેંક્યું. થોડી જ વારમાં તેના શરીરમાં તેજ બળતરા થવા લાગી. જ્યાં સુધી તે કંઈ સમજે બંને આરોપી ફરાર થઈ ગયા. બાદમાં તેની સ્થિતિ ખરાબ થઈ ગઈ અને તે ત્યાં જ ઢળી પડી. સ્થાનિક લોકોએ તેની મદદ કરી અને પોલીસને જાણ કરી. ત્યારબાદ યુવતીએ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી.

  અનેક દિવસોથી કરી રહ્યા હતા પીછો

  મળતી જાણકારી મુજબ, બે યુવકો કેટલાક દિવસોથી યુવતીનો પીછો કરી રહ્યા હતા. જોકે આ સંબંધમાં યુવતીએ ફરિયાદ નોંધાવી હતી કે નહીં તેની વિશે કોઈ જાણકારી નથી. ઘટનાની માહિતી યુવતીના પરિજનાને આપવામાં આવી છે.

  આ પણ વાંચો, આચાર્યની હિટલરશાહી : બે ચોટલા કેમ નથી વાળ્યા? કહી વિદ્યાર્થિનીઓનાં વાળ કાપ્યા!

  પોલીસના જણાવ્યા મુજબ, યુવતી ખાલબંઢા ગામની રહેવાસી છે અને તે એન્જિનિયરિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. બુધવારે તે પોતાના ગામથી નાગપુર જવા માટે મુંદીપુર બસ સ્ટેન્ડ પાસે બસની રાહ જોઈ રહી હતી તે સમયે આરોપી યુવકોએ મોટરસાઇકલ પર સવાર થઈને તેની પાસે પહોંચ્યા અને તેની ઉપર ઍસિડ ફેંકી ફરાર થઈ ગયા. ગોંદિયા જિલ્લાના એડિશનલ પોલીસ કમિશ્નર અતુલ કુલકર્ણીએ જણાવ્યું કે હુમલાખોર સંદિગ્ધ યુવકોની શોધખોળ કરવામાં આવી રહી છે.

  આ પણ વાંચો, મુસ્લિમ થઈને ભારત માટે કેમ રમો છો? પાકિસ્તાનમાં પૂછાયેલા આ સવાલનો ઈરફાને આપ્યો આ જવાબ, સૌએ તાળીઓ વગાડી
  Published by:News18 Gujarati
  First published:December 19, 2019, 09:05 am

  ટૉપ ન્યૂઝ