થાણે, મહારાષ્ટ્ર. થાણે (Thane) જિલ્લાની લગભગ 90 વર્ષીય દાદી (90-year old grandmother)નો આત્મવિશ્વાસ અને ઉત્સાહની સાથે કાર ચલાવવાનો (Car driving) વીડિયો હાલમાં ઘણો લોકપ્રિય (Social Media Viral) થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર દાદીના ખૂબ જ વખાણ થઈ રહ્યા છે. દાદી ગંગાબાઈ મિરકુટે (Gangabai Mirkute)ના પરિવારનું કહેવું છે કે તેઓ આરટીઓ પાસેથી તેમને ડ્રાઇવિંગ લાઇસન્સ મળે તે માટેના પ્રયાસ કરી રહ્યા છે.
બદલાપુરના દાહાગાંવની રહેવાસી દાદીએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે જીવનમાં ઉંમર નહીં આત્મવિશ્વાસ મહત્ત્વનો હોય છે. ડ્રાઇવિંગ સીટ પર બેઠેલી દાદીએ જણાવ્યું કે, હું કાર ચલાવવાનું શીખવા માંગતી હતી અને મારા પૌત્રોએ થોડા વર્ષ પહેલા મને તે શીખવાડ્યું. હું હજુ પણ પૂરા વિશ્વાસની સાથે કાર ચલાવું છું.

ગંગાબાઈ મિરકુટેને તેમના પૌત્ર જન્મ દિવસે ડ્રાઇવિંગ લાઇસન્સ ગિફ્ટમાં આપવા માંગે છે. (Video Grab)
આ પણ જુઓ, Video: ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર વિજય શંકરે વૈશાલી સાથે લીધા સાત ફેરા
90 વર્ષીય ગંગાબાઈ પૌત્ર વિકાસ ભોઈર સાથે ખરીદ ગામમાં રહે છે. તેઓએ જણાવ્યું કે 1931માં જન્મેલી દાદી આ વર્ષે પહેલી જૂને 90 વર્ષ પૂરા કરશે. વિકાસે જણાવ્યું કે, લગભગ ત્રણ વર્ષ પહેલા દાદી અમારા ઘરે ખરીદ આવી હતી. હું તેમને કારમાં બેસાડીને ડૉક્ટરની પાસે લઈ જઈ રહ્યો હતો. મેં એમ જ પૂછ્યું કે શું તે કાર ચલાવવા માંગે છે. તેણે તરત જવાબ આપ્યો કેમ નહીં? મેં દાદીને કાર ચલાવતા શીખવાડ્યું અને તે મેદાનમાં પ્રેક્ટીસ કરવા લાગી.
વિકાસ ભોઈરે વધુમાં કહ્યું કે, ત્યાંથી થઈ હતી દાદીની કાર ચલાવવાની શરૂઆત. હાલમાં મેં નવી કાર ખરીદી અને દાદીના આર્શીવાદ લેવા ગયા. તો દાદી તરત ડ્રાઇવીંગ સીટ પર બેસી ગઈ અને ચલાવવાનું શરૂ કરી દીધું. તેઓએ આવી રીતે મને આશીર્વાદ આપ્યા. મેં કાર ચલાવતો તેમનો વીડિયો બનાવ્યો અને તેને સોશિયલ મીડિયા પર શૅર કર્યો. લોકોએ તેના ખૂબ વખાણ કર્યા.
આ પણ વાંચો, 18 વર્ષના યુવકની દોસ્તોએ કરી ક્રૂર હત્યા, બાઇકમાંથી પેટ્રોલ કાઢી લાશને આગ ચાંપી દીધી
વિકાસે કહ્યું કે, અમે દાદી માટે ડ્રાઇવિંગ લાઇસન્સ લેવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. પહેલા કેટલાક દસ્તાવેજો ન હોવાના કારણે એ શક્ય નહોતું બન્યું. હવે અમે જૂનમાં તેમના જન્મદિવસ પર દાદીને લાઇસન્સ આપવાની યોજના બનાવી રહ્યા છીએ. તેઓએ જણાવ્યું કે લાઇસન્સ લેવાની પ્રક્રિયા સ્થાનિક આરટીઓમાં ચાલી રહી છે.
Published by:Mrunal Bhojak
First published:January 28, 2021, 11:29 am