મુંબઈ: શિવસેના સાંસદ સંજય રાઉતે સોમવારે કહ્યું કે, નવું ચૂંટણી ચિન્હ પાર્ટી માટે નવી ક્રાંતિ લઈને આવશે. તેમનું આ નિવેદન અંધેરી પૂર્વ વિધાનસભા પેટાચૂંટણી પહેલા શિવસેના નામ અને ધનુષ બાણ નિશાનને ચૂંટણી પંચ દ્વારા ફ્રીઝ કર્યા બાદ સામે આવ્યું છે. ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે બંને જૂથની દાવેદારીઓની વચ્ચે હાલમાં વચ્ચેનો રસ્તો અપનાવ્યો છે. આ તમામની વચ્ચે ઉદ્ધવ કેમ્પે ચૂંટણી પંચને પોતાની પાર્ટી માટે નામ અને નિશાનોની એક લિસ્ટ સોંપી દીધી છે. આજે એકનાથ શિંદે તરફથી એક પત્ર ઈસીને સોંપવામાં આવશે.
આ મુદ્દા પર બોલતા સંજય રાઉતે કહ્યું કે, ચૂંટણી ચિન્હને ફ્રીઝ કરવું એક રાજકીય પાર્ટીના જીવનમાં થતું રહે છે. કોંગ્રેસ સાથે ત્રણ વાર આવું થઈ ચુક્યું છે. જનતા પાર્ટી સાથે પણ આવું થયું છે. રાઉતે આગળ કહ્યું કે, બને શકે છે નવું ચિન્હ પાર્ટી માટે એક નવી ક્રાંતિ લઈને આવશે. પ્રતિક અને નામ અલગ હોય શકે છે. પણ પાર્ટી હાલમાં એજ છે.
બે મહિનાથી વધારે સમય સુધી જેલમાં બંધ રહેલા સંજય રાઉતને સોમવારે પોતાની જામીન અરજી પર સુનાવણી માટે મુંબઈની કોર્ટમાં રજૂ કર્યા હતા. તેમને જોવા માટે મોટી સંખ્યામાં તેમના સમર્થકો એકઠા થયા હતા. કેટલાય લોકોએ તેમને ચરણસ્પર્શ કર્યા હતા. રાઉતનો પરિવાર પણ ત્યાં હાજર હતો. શિવસેના સાંસદ વિનાયક રાઉત અને શિવસેનાના યુવા નેતા વરુણ સરદેસાઈ પણ કોર્ટ કોરિડોરમાં સંજય રાઉત સાથે મુલાકાત કરી રહ્યા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર