Home /News /national-international /

Maharashtra : રાજકીય ખેંચતાણમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર આમને-સામને? દેવેન્દ્ર ફડણવીસે લગાવ્યા ગંભીર આરોપ

Maharashtra : રાજકીય ખેંચતાણમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર આમને-સામને? દેવેન્દ્ર ફડણવીસે લગાવ્યા ગંભીર આરોપ

મહારાષ્ટ્ર (Maharashtra) માં તપાસ એજન્સીઓની કાર્યવાહી બાદ શરૂ થયેલી રાજકીય લડાઈ (Political battle) હવે કેન્દ્ર v/s રાજ્યનું સ્વરૂપ લેવા લાગી છે. મહારાષ્ટ્રમાં વિપક્ષના નેતા અને પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadanvis) રાજ્ય સરકાર પર ભાજપના નેતાઓને લઈને ગંભીર આરોપ લગાવ્યો છે.

મહારાષ્ટ્ર (Maharashtra) માં તપાસ એજન્સીઓની કાર્યવાહી બાદ શરૂ થયેલી રાજકીય લડાઈ (Political battle) હવે કેન્દ્ર v/s રાજ્યનું સ્વરૂપ લેવા લાગી છે. મહારાષ્ટ્રમાં વિપક્ષના નેતા અને પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadanvis) રાજ્ય સરકાર પર ભાજપના નેતાઓને લઈને ગંભીર આરોપ લગાવ્યો છે.

વધુ જુઓ ...
    મહારાષ્ટ્ર (Maharashtra) માં તપાસ એજન્સીઓની કાર્યવાહી બાદ શરૂ થયેલી રાજકીય લડાઈ (Political battle) હવે કેન્દ્ર v/s રાજ્યનું સ્વરૂપ લેવા લાગી છે. મહારાષ્ટ્રમાં વિપક્ષના નેતા અને પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadanvis) રાજ્ય સરકાર પર ભાજપનાને ખોટા કેસમાં ફસાવી અને તેમની વિરુદ્ધ ષડયંત્ર રચવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. પુણેમાં મીડિયા સાથે વાત કરતા ફડણવીસે કહ્યું કે રાજ્ય સરકાર ભાજપના નેતાઓ પ્રવીણ દરેકર અને મોહિત કંબોજ સામે બદલો લેવાની કાર્યવાહી કરી રહી છે અને આ માટે મુંબઈ પોલીસ (Mumbai Police) અને BMCનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ફડણવીસે આરોપ લગાવ્યો હતો કે રાજ્ય સરકાર મહારાષ્ટ્ર BJP ના બીજા ઘણા નેતાઓને ફસાવવાનું કાવતરું ઘડી રહી છે, જ્યારે રાજ્ય સરકારના મંત્રીઓ જેમની સામે EDએ કાર્યવાહી કરી છે તેઓ બદલાની ભાવનાથી બહાર નથી.

    હકીકતમાં, મુંબઈ પોલીસે 2000 કરોડના મુંબઈ બેંક કૌભાંડ કેસમાં વિધાન પરિષદમાં વિપક્ષના નેતા પ્રવીણ દરેકર વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને ધરપકડથી બચવા માટે પ્રવીણ દરેકરે કોર્ટનો સંપર્ક કર્યો છે.

    આ પણ વાંચો:  WOW! ભારતનો પ્રથમ હાઇવે કે જ્યાં હશે ગ્રીનરીથી ભરપૂર 9 પુલ અને પ્રાણીઓ માટે 17 અંડરપાસ

    મહા વિકાસ આઘાડી સરકારના નેતાઓ પણ દરેકરને લઈને સતત આક્રમક છે. આટલું જ નહીં BMCએ BJP નેતાઓ નારાયણ રાણે અને મોહિત કંબોજને ઘરોના ગેરકાયદે બાંધકામનો આરોપ લગાવીને નોટિસ મોકલી છે. બીએમસીની ટીમે બંને ઘરોનું નિરીક્ષણ પણ કર્યું છે.

    શિવસેના (Shivsena) એ ભાજપના આરોપો પર વળતો પ્રહાર કરતા કહ્યું કે મહા વિકાસ અઘાડી સરકાર બદલાની ભાવનાથી કોઈને હેરાન કરવાનું કામ કરતી નથી. શિવસેનાના પ્રવક્તા આનંદ દુબેએ કહ્યું કે હાલમાં કેન્દ્રની તપાસ એજન્સીઓ આ કામ કરી રહી છે.

    BMC અને મુંબઈ પોલીસે દસ્તાવેજોના આધારે કાર્યવાહી કરી છે. ED દ્વારા નવાબ મલિકની ધરપકડ બાદ રાજ્ય સરકાર અને ભાજપ વચ્ચેની આ રાજકીય લડાઈ શરૂ થઈ છે.

    આ પણ વાંચો:  Viral video: ચાલું બસમાં બીયર પિતા સ્કૂલના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીનો વીડિયો વાયરલ, તપાસના આદેશ આપવામાં આવ્યા

    શિવસેના અને મહાવિકાસ આઘાડી સરકારના ઘણા મંત્રીઓ EDના રડાર પર છે, જેમને સરકાર રાજ્ય એજન્સીઓ દ્વારા જવાબ આપી રહી છે. આગામી દિવસોમાં BMCની ચૂંટણીઓ યોજાવાની છે અને સ્પષ્ટ છે કે આરોપ-પ્રત્યારોપનો આ રાઉન્ડ જલ્દી ખતમ થવાનો નથી.
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Devendra Fadnavis, Maharashtra, Maharashtra Government, Shivsena

    આગામી સમાચાર