મહારાષ્ટ્રઃ મુંબઈમાં 31 ડિસેમ્બર સુધી નહીં ખુલે સ્કૂલો, BMCનો અગત્યનો નિર્ણય

Corona Effect: BMCની હદમાં આવતી તમામ સ્કૂલો 31 ડિસેમ્બર સુધી બંધ રાખવાનો લેવાયો નિર્ણય

Corona Effect: BMCની હદમાં આવતી તમામ સ્કૂલો 31 ડિસેમ્બર સુધી બંધ રાખવાનો લેવાયો નિર્ણય

  • Share this:
    મુંબઈઃ કોરોના વાયરસ (Coronavirus)ના સંક્રમણથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર (Maharashtra)માં સ્કૂલ-કોલેજો (School and Colleges)ને લઈ અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. BMC તરફથી જાહેર કરવામાં આદેશ મુજબ, હવે મુંબઈ (Mumbai)માં આગામી 31 ડિસેમ્બર સુધી સ્કૂલ નહીં ખોલવામાં આવે. આ પહેલા ગુજરાત (Gujarat)એ પણ સ્કૂલોને 23 નવેમ્બરથી ફરીથી ખોલાવાનો આદેશ આપ્યો હતો, પરંતુ બાદમાં વધતા કોરોના સંક્રમણ (COVID-19)ને કારણે રૂપાણી સરકારે પોતાનો નિર્ણય પરત લઈ લીધો છે. ખાસ વાત એ છે કે માર્ચ મહિનામાં લાગુ થયેલા લૉકડાઉન બાદથી જ શૈક્ષણિક સંસ્થાનો બંધ છે.

    આ અંગે મુંબઈની મેયર કિશોરી પેડનેકર (Kishori Pednekar)એ જણાવ્યું કે, બીએસબીની હદમાં આવતી તમામ સ્કૂલો 31 ડિસેમ્બર સુધી બંધ રહેશે. મુંબઈમાં વધી રહેલા કોવિડ-19 કેસોની ગંભીરતાને ધ્યાને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

    આ પણ વાંચો, આજે પણ સસ્તું થયું સોનું, જાણો સતત પાંચમા દિવસે કેમ ઘટ્યો Gold Rate

    મુંબઈમાં 23 નવેમ્બરથી ખુલાવાની હતી સ્કૂલો

    નોંધનીય છે કે, મુંબઈમાં 23 નવેમ્બરથી ધોરણ-9થી ધોરણ-12 માટે સ્કૂલો ખોલવાની તૈયારી કરવામાં આવી રહી હતી. શિક્ષણ વિભાગે તેને લઈને ગાઇડલાઇન્સ પણ જાહેર કરી દીધી હતી. આ ગાઇડલાઇન્સ મુજબ બાળકોની કોરોના તપાસ કરાવવી અનિવાર્ય હતી, પરંતુ આ તમામ તૈયારીઓ વચ્ચે હવે સ્કૂલોને 31 ડિસેમ્બર સુધી બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

    આ પણ વાંચો, Coronavirus: ભારતમાં ક્યારે અને કેટલા રૂપિયામાં મળશે કોરોના વેક્સીન, જાણો તમામ વિગતો

    ગુજરાત સરકારે પણ સ્કૂલો ખોલવાનો નિર્ણય પરત લીધો

    ગુજરાતમાં રૂપાણી સરકારે પણ પોતાના આદેશમાં કહ્યું હતું કે રાજ્યમાં સ્કૂલ-કોલેજોને 23 નવેમ્બરથી ખોલવામાં આવશે. પરંતુ દિવાળીના તહેવારો બાદ વધેલા કોરોના કેસોને ધ્યાને લઈ સરકારે પોતાનો નિર્ણય પરત લઈ લીધો છે. હાલ સરકારે નવી તારીખોની જાહેરાત નથી કરી. આ મહિને સરકારે જાહેરાત કરી હતી કે ધોરણ-9થી ધોરણ-12ના સ્ટુડન્ટ્સ અને કોલેજના ફાઇનલ યરના સ્ટુડન્ટ્સ માટે સંસ્થાઓ 23 નવેમ્બરથી ખુલશે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ જાહેરાત 11 નવેમ્બરે કરી હતી. તેઓએ તેને લઈને SOP પર શૅર કરી હતી.
    Published by:Mrunal Bhojak
    First published: