Maharashtra Rain Update: રાજ્યમાં બચાવકામ માટે થલ સેના, નેવી અને વાયુસેના, સમુદ્ર રક્ષક દળ, એનડીઆરએફ અને સ્ટેટ રેસ્ક્યૂ ટીમ તૈનાત છે. રાયગઢ જિલ્લામાં ફસાયેલા લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા છે.
મુંબઈ: મહારાષ્ટ્ર (Maharashtra Government) તરફથી અભૂતપૂર્વ કહેવામાં આવતા વરસાદનો કહેર ચાલુ જ છે. કહેવામાં આવી રહ્યું છે કે ગુરુવાર સાંજથી અત્યારસુધી અલગ અલગ ઘટનાઓમાં રાજ્યમાં કુલ 136 લોકોનાં મોત થયા છે. આ ઉપરાંત રાજ્યના અનેક ગામોનો મુખ્ય મથક સાથેનો સંપર્ક તૂટી ગયો છે. રાજ્યમાં સેનાઓની મદદથી મોટાપાયે બચાવકાર્ય ચાલી રહ્યું છે. ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત થયેલા થાણે, રાયગઢ, રત્નાગિરી, સતારા, સાંગલી અને કોલ્હાપુર જિલ્લાના સાત હજારથી વધારે લોકોને બચાવવામાં આવ્યા છે. આ દુર્ઘટનાઓમાં માર્યા ગયેલા લોકોને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) સરકારે પાંચ લાખ રૂપિયા અને રાજ્ય સરકારે બે લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે.
કોવિડ હૉસ્પિટલમાં પાણી ઘૂસી ગયું
ચિપલૂનની કોવિડ હૉસ્પિટલના પરિસરમાં પાણી ભરાઈ ગયું છે. જેના પગલે હૉસ્પિટલમાં દાખલ આઠ લોકોનાં મોત થયા હતા. કલેક્ટર બીએન પાટીલે જાણકારી આપી કે, "ચાર લોકો વેન્ટિલેટર પર હતા. જેમના મોત વીજળીનો પુરવઠો બંધ થતા થયા હોઈ શકે છે. જ્યારે ચાર લોકો ટ્રૉમાને કારણે મોતને ભેટ્યા હતા." આ દરમિયાન એકલા રાયગઢ જિલ્લામાં 45 લોકોનાં મોત થયા છે. અલગ અલગ બનાવમાં 13 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જિલ્લામાં આશરે 40 લોકો ગુમ છે. મહાડ તાલુકાના તાલિયે ગામમાં જાનહાનીની સૌથી વધારે 32 કેસ નોંધવામાં આવ્યા છે.
રાજ્યના પશ્ચિમ અને ઉત્તર વિસ્તારોમાં ભૂસ્ખલના સમાચાર છે. પોલાડપુર તાલુકાના ગોવેલ પંચાયતમાં ગુરુવારે રાત્રે 10 વાગ્યા ભૂસ્ખલન થયું હતું. જેમાં 10થી વધારે ઘર પ્રભાવિત થયા હતા. ઘટનાસ્થળેથી છ મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે 10 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. સતારાના કલેક્ટર શેખર સિંહે જણાવ્યું કે, પાટનમાં અનેક જગ્યાએ લેન્ડસ્લાઇડિંગ થયું છે. જે બાદમાં 30 લોકો લાપતા બન્યા છે. 300થી વધારે લોકોને બચાવી લેવામાં આવ્યા છે. કરાડમાં 800 લોકોને બચાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, શનિવારે સવારે બચાવ કામગીરી શરૂ થશે.
કોલ્હાપુર અને સાંગલીમાં 2019 જેવી ખરાબ સ્થિતિથી બચવા માટે એલર્ટ આપવામાં આવ્યું છે. મંત્રી સતેજ પાટીલે કહ્યુ કે, "કોલ્હાપુરની સ્થિતિ ખૂબ ખરાબ છે. અમે સંપૂર્ણ રીતે 'કપાઈ' ગયા છીએ. આશરે 300 ગામને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. 2019માં પૂરમાં ડૂબી ગયેલા ગામોમાંથી સતર્કતાને પગલે લોકોને ખસેડી દીધા છે. કોયના ઉપરાંત કોલ્હાપુર સ્થિત અમલટ્ટી ડેમમાંથી પાણી છોડવાની ક્ષમતા વધારવામાં આવી છે."
રાજ્યમાં બચાવ કામગીરી માટે ત્રણેય સેના ઉપરાંત એનડીઆરએફ અને રાજ્યનું બચાવદળ કામ કરી રહ્યાં છે. રાયગઢ જિલ્લામાં ફસાયેલા લોકોને એરલિફ્ટ કરવામાં આવી રહ્યા છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર