મહારાષ્ટ્રમાં (Maharashtra) છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદને (Heavy Rain) કારણ અનેક સ્થળ પર પાણી ભરાઈ રહ્યું છે અને અનેક વિસ્તારોમાં પુરની (Flood) પરિસ્થિતિ બની છે. વરસાદને કારણે આવેલા પુર અને ભૂસ્ખલનમાં (Landslide) અત્યાર સુધીમાં 136 લોકોની મૃત્યુ થઈ છે. વરસાદના કારણે સૌથી વધુ નુકસાન રાયગઢ જિલ્લાનાં મહાડ તાલુકાનાં તાલિઅ ગામમાં જોવા મળ્યું છે. આ ગામની કુલ સંખ્યા 120 લોકોની છે, જેમાંથી 49 લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે 47 લોકો હજી પણ ગુમ છે. 12 લોકો હજી ઇજાગ્રસ્ત છે.
આ દૂર્ઘટના સમયે ગામમાં 120 લોકો હતા
રાયગઢના તાલિઅમાં ભૂસ્ખલનની આ ઘટના ગુરુવારની સાંજે થઈ હતી. ગામડાના લોકોનાં જણાવ્યાં પ્રમાણે, સરકાર અને વહીવટી તંત્રએ અમને આ અંગે કોઇ રીતે જ એલર્ટ કરાયા ન હતા. 100 ફૂટની ઉંચાઇથી પથ્થરના સીધા ગામડા જ પડ્યા અને થોડી જ વારમાં બધું વેરવિખેર થઇ ગયું. ગ્રામીણ લોકોએ જણાવ્યું હતું કે, આ દૂર્ઘટના સમયે ગામમાં 120 લોકો હતા, પરંતુ હવે તે બધું જ રહ્યું નથી.
ગ્રામીણોનાં જણાવ્યાં પ્રમાણે, વરસાદ સમયે સ્થાનિક પ્રશાસને તેમને સલામત સ્થળે પહોંચાડ્યા હતા. પરંતુ વરસાદ રોકાયા પછી અમે ફરીથી અમારા ગામમાં પાછા આવી ગયા હતા. વહીવટી તંત્રએ અમને કોઇ એલર્ટ આપ્યું ન હતું. તાલિઅ ગામની જેમ નાનકડા ગામો જેવા જ સતારા, રત્સનાગિરીમાં પણ પુરને કારણે ઘણાં લોકોના મોત થયા છે.
પુર અને વરસાદને જોતા રાયગઢ, કોંકણ અને સતારામાં કેટલાક દિવસો માટે એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે, આવતા બે દિવસો સુધી આ વિસ્તારમાં ભારે વરસાદ પડશે. કોલ્હાપુર, રત્નાગરી અને સિંધુદુર્ગને ઓરેન્જ એલર્ટ પર મૂકાયા છે. જણાવીએ કે, કોલ્હાપુરની પંચગંગા, રત્નાગીરીની કાજલી અને મુચકુંદી, કૃષ્ણ નદી હવે ભયજનક નિશાનથી ઉપર વહી રહી છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ દૂર્ઘટનાના મૃતકોના પરિજનોને 5-5 લાખ રૂપિયાની સહાય રકમ આપવાનું એલાન કર્યું છે. તેની સાથે કેન્દ્ર સરકારના મૃતકોનાં પરિવારને બે લાખ રૂપિયા અને ઘાયલોને પચાસ હજારની રકમ આપવાનું એલાન કર્યું છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર