Maharashtra Politics : હવે કોંગ્રેસ-એનસીપી વચ્ચે ખટપટ! અજિત પવાર પર કોંગ્રેસના ધારાસભ્યને હેરાન કરવાનો આરોપ
Maharashtra Politics : હવે કોંગ્રેસ-એનસીપી વચ્ચે ખટપટ! અજિત પવાર પર કોંગ્રેસના ધારાસભ્યને હેરાન કરવાનો આરોપ
કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પાટોલેએ નાયબ મુખ્યમંત્રી અજીત પવાર પર આરોપો લગાવ્યા
Maharashtra Politics : કોંગ્રેસ (Congress) અને શિવસેના (Shiv Sena) ના કેટલાક બળવાખોર ધારાસભ્યોએ આરોપ લગાવ્યો છે કે, એનસીપી (NCP) એ તેમને વિકાસ ભંડોળ આપવાનો ઇનકાર કર્યો હતો. તેની પૃષ્ઠભૂમિમાં પટોલેએ આ નિવેદન આપ્યું છે
Maharashtra Politics : મહારાષ્ટ્ર (Maharashtra) માં રાજકીય હલચલ વચ્ચે હવે મહાવિકાસ આઘાડીના ઘટક પક્ષોમાં આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થયો છે. મહારાષ્ટ્ર કોંગ્રેસે નાયબ મુખ્યમંત્રી અને એનસીપી નેતા અજીત પવાર (Ajit Pawar) પર મોટો આરોપ લગાવતા કહ્યું છે કે, તેમણે કોંગ્રેસના ધારાસભ્યો અને મંત્રીઓને તેમના વિકાસ ફંડ રોકી દીધા અને તેમને હેરાન કર્યા. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પાટોલેએ નાયબ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) નેતા અજિત પવાર પર કોંગ્રેસના ધારાસભ્યો અને મંત્રીઓને હેરાન કરવાનો અને તેમના વિકાસ ભંડોળને રોકવાનો આરોપ લગાવ્યો છે.
અમારા મંત્રીઓને પણ હેરાન કર્યા
શિવસેના (Shiv Sena) ના કેટલાક બળવાખોર ધારાસભ્યોએ આરોપ લગાવ્યો છે કે, એનસીપીએ તેમને વિકાસ ભંડોળ આપવાનો ઇનકાર કર્યો હતો. તેની પૃષ્ઠભૂમિમાં પટોલેએ આ નિવેદન આપ્યું છે. પટોલેએ કહ્યું, અજિત પવારે કોંગ્રેસના ધારાસભ્યો અને મંત્રીઓને પણ હેરાન કર્યા. અમે આનો વિરોધ કર્યો અને કહ્યું કે સરકાર લોકોના કલ્યાણ માટે છે. આવી પ્રથાઓ સામે અમારો વિરોધ રાજકીય નથી. દરમિયાન, પટોલેના આરોપને નકારી કાઢતા, એનસીપીના વરિષ્ઠ નેતા અને મંત્રી છગન ભુજબળે કહ્યું, "પક્ષોમાં પણ નેતાઓ એકબીજા સામે ફરિયાદ કરે છે, તેને બહુ ગંભીરતાથી લેવાની જરૂર નથી."
અગાઉ, અજિત પવારે બળવાખોર ધારાસભ્યોના આરોપને નકારી કાઢ્યા હતા જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે, નાણામંત્રી અમારી સાથે ભેદભાવ કરે છે. અજિત પવારે કહ્યું કે જે પણ ફંડ નક્કી કરવામાં આવે છે તે કેબિનેટ દ્વારા આવે છે. આમાં અમારી કોઈ ભૂમિકા નથી. બળવાખોર ધારાસભ્યો બાદ હવે કોંગ્રેસના નેતાએ પણ આવો જ આરોપ લગાવ્યો છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર