Home /News /national-international /મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ભૂકંપ, શિવસેના સરકાર પડવાનું નક્કી! શરદ પવાર સમર્થન પાછું ખેંચશે?

મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ભૂકંપ, શિવસેના સરકાર પડવાનું નક્કી! શરદ પવાર સમર્થન પાછું ખેંચશે?

એનસીપી સમર્થન પાછુ ખેંચી શકે છે

શિવસેનાના નેતા એકનાથ શિંદે (Rebel Eknath Shinde)એ પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું છે. શિંદેએ દાવો કર્યો છે કે તેમની સાથે હાલ ગુવાહાટી ખાતે 42 ધારાસભ્યો છે.

Maharashtra Politics : મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ભૂકંપ સર્જાવાની શક્યતા. શિવસેના (Shivsena) માં ઉથલ-પાથલ વચ્ચે એક મહત્વની વાત સામે આવી છે. એનસીપી (NCP) દ્વારા શિવસેનાને આપેલું સમર્થન પાછુ ખેંચવામાં આવી શકે છે. વાઈબી ચૌહાણ દ્વારા મહત્વની બેઠક થઈ છે. સૂ્ત્રો અનુસાર, આ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સત્તાપક્ષ સરકારને આપેલુ સમર્થન પાછુ ખેંચવામાં આવશે. જો આ નક્કી છે તો, સરકારી પડી ભાંગવાનું નક્કી છે.

ઉલ્લેખનીય છે કે આ બાજુ, શિવસેનાના નેતા એકનાથ શિંદે (Rebel Eknath Shinde)એ પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું છે. શિંદેએ દાવો કર્યો છે કે તેમની સાથે હાલ ગુવાહાટી ખાતે 42 ધારાસભ્યો છે. એકનાથ શિંદેએ ધારાસભ્યોની તસવીરો અને વીડિયો પણ જાહેર કર્યાં છે. બીજી તરફ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackeray)ની ખુરશી ખતરામાં છે. હવે સૌની નજર મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી (Governor Bhagat Singh Koshyari) પર છે. શું તેઓ વિધાનસભાને વિખેરી નાખવાનો નિર્ણય લેશે? અથવા તો સમગ્ર મામલો ફ્લોર ટેસ્ટ (Floor Test in Maharashtra) સુધી પહોંચી જશે એ સમય જ બતાવશે.

ગુવાહાટીમાં શિવસેનાના બળવાખોર ધારાસભ્ય અને નેતા એકનાથ શિંદેએ પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું છે. એકનાથ શિંદેએ વીડિયો અને તસવીરો જાહેર કરીને તેમને 42 ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો કર્યો છે. હાલ શિંદે સાથે મહારાષ્ટ્રના 42 બળવાખોર ધારાસભ્ય છે. જેમાં શિવસેનાના 35 ધારાસભ્ય અને સાત અપક્ષ ધારાસભ્ય સામેલ છે. તમામ ધારાસભ્યો હાલ ગુવાહાટીને રેડિસન બ્લૂ હોટલમાં છે.

શિવસેનાના સિમ્બોલ પર દાવો કરી શકે છે શિંદે

શિવસેનાના બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદે આજે સમર્થનમાં હોય તેવા ધારાસભ્યોની યાદી જાહેર કરશે. તેમણે 41 ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો કર્યો છે. જોકે, પ્રથમ યાદીમાં 36 ધારાસભ્યના નામ છે. સમાચાર છે કે એકનાથ શિંદે કેમ્પ હવે શિવસેનાના સિમ્બોલ પર દાવો ઠોકવાની તૈયારીમાં છે.

ગુવાહાટીમાં 42 ધારાસભ્યો

આસામના ગુવાહાટીની રેડિસન બ્લૂ હોટલમાં એકનાથ શિંદે સાથે મહારાષ્ટ્રના કુલ 42 ધારાસભ્યો હાજર છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે શિંદે સાથે શિવસેનાના 34 અને આઠ અપક્ષ ધારાસભ્યો છે.

ઈડીના દબાણમાં પાર્ટી છોડનારા બાળાસાહેબના સાચા ભક્તો નહીં: સંજય રાઉત

શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે કહ્યુ છે કે, "હું કોઈ જૂથની નહીં પરંતુ મારી પાર્ટીની વાત કરીશ. અમારી પાર્ટી આજે પણ મજબૂત છે. આશરે 20 ધારાસભ્ય અમારા સંપર્કમાં છે. તેઓ મુંબઈ આવશે ત્યારે તમને ખબર પડશે. બહુ ઝડપથી એ વાત સામે આવશે કે કેવી સ્થિતિમાં આ લોકોએ અમને છોડી દીધા છે. ઈડીના દબાણ હેઠળ પાર્ટી છોડનારા બાળાસાહેબના ભક્તો નથી. અમે બાળાસાહેબના સાચા ભક્તો છીએ. ઈડીનું દબાણ છતાં અમે ઉદ્ધવ ઠાકરે સાથે ઊભા રહીશું."

આ પણ વાંચોpresidential election 2022 - યશવંત સિંહાએ TMCમાંથી આપ્યું રાજીનામું, વિપક્ષે બનાવ્યા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર : સૂત્ર

નારાજ ધારાસભ્યો સામે આવે: ઉદ્ધવ ઠાકરે

બુધવારે રાત્રે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ (CM Uddhav Thakeray) મહારાષ્ટ્રની જનતાને સંબોધન કર્યું હતું. ઉદ્ધવ ઠાકરે ફેસબુક લાઈવ થકી મહારાષ્ટ્રની જનતાને સંબોધન કર્યું હતું. સંબોધનમાં ઉદ્ધવે જણાવ્યુ હતુ કે, "શિવસેના અને હિન્દુત્વમાં કોઈ ફરક નથી. અમે બાળાસાહેબના સિદ્ધાંતોને છોડ્યા નથી. શિવસેના હિન્દુત્વ વિના અસ્તિત્વમાં નથી. બાળાસાહેબની શિવસેના અને આજની શિવસેનામાં શું ફરક છે. અમે મુશ્કેલ સંજોગોમાં 2019ની ચૂંટણી લડ્યા હતા. મેં મારી સંપૂર્ણ જવાબદારી નિભાવી છે. વિધાનસભામાં હિન્દુત્વની વાત કરી. અમે બાળાસાહેબના વિચારોને આગળ લઈ જઈ રહ્યા છીએ. આ બાળાસાહેબની શિવસેના છે."
First published:

Tags: Maharashtra cm, Maharashtra Government, Maharashtra News, Sharad Pawar, Uddhav Thackery