BJP સાંસદનો દાવો : 40 હજાર કરોડનું ફંડ કેન્દ્રને પરત કરવા માટે ફડણવીસ CM બન્યા હતા

News18 Gujarati
Updated: December 2, 2019, 11:30 AM IST
BJP સાંસદનો દાવો : 40 હજાર કરોડનું ફંડ કેન્દ્રને પરત કરવા માટે ફડણવીસ CM બન્યા હતા
ફડણવીસના મુખ્યમંત્રી બનવા વિશે બીજેપી નેતા અનંત હેગડેએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. (ફાઇલ તસવીર)

ઉદ્ધવ સરકારના હાથે 40 હજાર કરોડનો દુરુપયોગ થતો અટકાવવા માટે ફડણવીસના મુખ્યમંત્રી બનવાનું નાટક કરવામાં આવ્યું : અનંત હેગડેનો દાવો

  • Share this:
મુંબઈ : મહારાષ્ટ્ર (Maharashtra)માં સતત બીજી વાર લગભગ 80 કલાક માટે દેવેન્દ્ર ફડણવીસના મુખ્યમંત્રી બનવા વિશે બીજેપી (BJP)નેતા અનંત હેગડે (Ananth K Hegde)એ ચોંકાવનારો દાવો કર્યો છે. ઉત્તર કન્નડ (કર્ણાટક)થી સંબંધ ધરાવતાં બીજેપી નેતાએ દાવો કર્યો કે 40,000 કરોડ રુપિયાના કેન્દ્રીય ફંડ માટે ફડણવીસે ત્રણ દિવસો માટે મુખ્યમંત્રીનું પદ સંભાળ્યું હતું. હેગડેએ જણાવ્યું કે હજારો કરોડો રૂપિયાના આ ફંડ સુધી માત્ર મુખ્યમંત્રીની જ પહોંચ હોય છે, એવામાં ફડણવીસ (Devendra Fadnavis) મુખ્યમંત્રી બનીને આ ફંડને કેન્દ્રને પરત કરવાનો આદેશ આપી દીધો. તેઓએ દાવો કર્યો કે શિવસેના-કૉંગ્રેસ-એનસીપી ગઠબંધનના મુખ્યમંત્રી બનવાની સ્થિતિમાં આ ફંડનો દુરુપયોગ થઈ શકતો હતો, એવામાં આ ડ્રામા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હેગડેએ જણાવ્યું કે, મુખ્યમંત્રી બનતા જ ફડણવીસે 15 કલાકની અંદર 40,000 કરોડ રૂપિયાનું ફંડ કેન્દ્રને પરત કરી દીધું.

ફંડનો દુરુપયોગ થઈ શકતો હતો

બીજેપી નેતા અનંત હેગડેએ કર્ણાટકના ઉત્તર કન્નડમાં ફડણવીસના મુખ્યમંત્રી બનવા વિશે ચોંકાવનારું નિવેદન આપ્યું. તેઓએ રવિવારે (1 ડિસેમ્બર 2019) કહ્યુ હતું કે, તમે લોકો જાણો છો કે મહારાષ્ટ્રમાં અમારો એક નેતા 80 કલાક માટે મુખ્યમંત્રી બન્યા. ત્યારબાદ ફડણવીસે પદ પરથી રાજીનામું આપી દીધું. તેઓએ આ ડ્રામા કેમ કર્યો હતો? શું અમે લોકો (BJ) એ નહોતા જાણતા કે અમારી પાસે બહુમત નથી. તેમ છતાંય તેઓ મુખ્યમંત્રી બન્યા. દરેક વ્યક્તિ આ સવાલ પૂછી રહ્યો છે.

હેગડેએ કહ્યુ કે, ઘણા સમય પહેલાથી જ બીજેપીની આ યોજના હતી. તેથી એવું નક્કી કરવામાં આવ્યું કે એક નાટક થવું જોઈએ અને તે હેઠળ ફડણવીસે મુખ્યમંત્રી પદના શપથ લીધા. શપથ લેવાના 15 કલાકની અંદર ફડણવીસે તમામ 40 હજાર કરોડ રૂપિયાને તે સ્થળે પહોંચાડી દીધા જ્યાંથી તે આવ્યા હતા. આવી રીતે ફડણવીસે તમામ ફંડ કેન્દ્ર સરકારને આપીને બચાવી લીધું.

આ પણ વાંચો,

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન સામે સંકટ! ઉદ્ધવ સરકાર પ્રોજેક્ટની સમીક્ષા કરશે
હૈદરાબાદ ગેંગરેપ-હત્યા કેસ : આરોપીઓના પરિવાર પણ આઘાતમાં, માતાએ કહ્યું- દીકરાને સજા આપો
First published: December 2, 2019
વધુ વાંચો
अगली ख़बर