મહારાષ્ટ્ર : જેની પાસે હશે 29 MLAનું સમર્થન તે જ હશે Floor Testનો કિંગ

News18 Gujarati
Updated: November 25, 2019, 7:52 AM IST
મહારાષ્ટ્ર : જેની પાસે હશે 29 MLAનું સમર્થન તે જ હશે Floor Testનો કિંગ
મહારાષ્ટ્રમાં તમામ મોટી પાર્ટીઓ હવે નાના પક્ષો અને અપક્ષ ધારાસભ્યોને પોતાના પક્ષમાં લાવવાનો પ્રયાસોમાં લાગી ગઈ છે. (ફાઇલ તસવીર)

મહારાષ્ટ્રમાં તમામ મોટી પાર્ટીઓ હવે નાના પક્ષો અને અપક્ષ ધારાસભ્યોને પોતાના પક્ષમાં લાવવાનો પ્રયાસોમાં લાગી ગઈ છે.

  • Share this:
મહારાષ્ટ્ર : મહારાષ્ટ્ર (Maharashtra)માં સરકાર રચ્યા બાદ બીજેપી (BJP)ની સામે ફ્લોર ટેસ્ટ (Floor test)માં બહુમત (Majority) પુરવાર કરવાનો પડકાર રહેશે. શનિવારની સવારે જે રીતે મહારાષ્ટ્રના રાજકારણમાં ઉલટફેર થયો, ત્યારબાદ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી (Governor Bhagat singh koshyari)ના નિર્ણયની વિરુદ્ધ શિવસેના (Shiv Sena), એનસીપી (NCP) અને કૉંગ્રેસ (Congress) સુપ્રીમ કોર્ટ (Supreme Court)પહોંચી ગયા છે. આ અરજીમાં બીજેપી સરકારને બરખાસ્ત કરવા કે પછી 24 કલાકની અંદર ફ્લોર ટેટ કરવાની માંગ કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં બદલાયેલા સમીકરણોની વચ્ચે તમામ મોટી પાર્ટીઓની નજર હવે નાની પાર્ટીઓ અને અપક્ષ ધારાસભ્યો પર ટકેલી રહેશે. ફ્લોર ટેસ્ટની સ્થિતિમાં મહારાષ્ટ્રના આ 29 ધારાસભ્યોની ભૂમિકા ઘણી મહત્વપૂર્ણ રહેશે.

દેવેન્દ્ર ફડણવીસે બીજેપીના 105, એનસીપીના 54 અને 11 અપક્ષ ધારાસભ્યોના સમર્થનના દાવાની સાથે શનિવાર સવારે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. આ સમગ્ર ઘટનાક્રમ બાદ શિવસેનાએ દાવો કર્યો કે તેને સાત અપક્ષ અને નાની પાર્ટીઓના ધારાસભ્યોનું સમર્થન મળેલું છે. મહારાષ્ટ્રના બદલાયેલા રાજકારણમાં તમામ પાર્ટીઓ માટે જરૂરી થઈ ગયું છે કે તેઓ અપક્ષ ધારાસભ્યોને પોતાની સાથે રાખે. નેતાઓને ખબર છે કે આગામી થોડા દિવસ એવા હશે જ્યાં ધારાસભ્યોને દરેક પ્રકારે રોકવાનો પ્રયાસ કરવામાં આવશે. અપક્ષ ધારાસભ્ય ભલે ઓછી સંખ્યામાં છે, પરંતુ હાલ તે કોઈને પણ સત્તામાં રાખી શકે છે કે સરકાર પાડી શકે છે.

બીજેપીના એક નેતાએ કહ્યુ કે, આ વખતનો ફ્લોર ટેસ્ટ એવો હકે કે એક આંકડો પણ મહત્વપૂર્ણ હશે. બીજેપીના બળવાખોર ગીતા જૈન, જેઓએ પાર્ટીથી ટિકિટ ન મળતાં મીરા-ભયેંદર સીટથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી જીતી હતી. અપક્ષ ધારાસભ્ય ગીતા જૈને કહ્યુ કે, તેઓ બીજેપીને સમર્થન આપવાનું ચાલુ રાખશે. તેઓએ કહ્યું કે, મેં પહેલા પણ બીજેપીને સમર્થન આપ્યું છે અને પોતાનું વલણ ક્યારેય નહીં બદલે કારણ કે હંમેશાથી હું બીજેપી કાર્યકર્તા રહી છું.

આવી જ રીતે જનશક્તિ પાર્ટીના બે ધારાસભ્યોએ શિવસેનાને સમર્થન આપવાનો વાયદો કર્યો છે. અચલપુર વિધાનસભા ક્ષેત્રના બચ્ચૂ કડૂ અને મેલઘાટ વિધાનસભા ક્ષેત્રના રાજકુમાર પટેલે પણ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી તેમને પોતાનો સમર્થન પત્ર સોંપી દીધા હતા. હવે જ્યારે મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટો ઉલટફેર થઈ રહ્યો છે ત્યારબાદ પણ તેઓએ પોતાનું સમર્થન શિવસેનાની સાથે ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. આ દરમિયા એકમાત્ર પાર્ટી જે રાજ્યમાં રાજકીય ખેંચતાણમાં કોઈ પણ વિચારનો સમર્થન નથી કરી રહી તે છે અસદુદ્દીન ઓવૈસીના નેતૃત્વવાળી એઆઈએમઆઈએમ. બે ધારાસભ્યોની સાથે, એઆઈએમઆઈએમ વિપક્ષમાં બેસશે. એઆઈએમઆઈએમના ધારાસભ્ય ન કૉંગ્રેસ-એનસીપી-શિવસેનાની સાથે જશે અને ન તો ફ્લોર ટેસ્ટમાં બીજેપીનો સાથ આપશે. પૂર્વ એમઆઈએમ ધારાસભ્ય વારિસ પઠાણે કહ્યુ કે, અમારા અધ્યક્ષ (ઓવૈસી)એ સ્પષ્ટ કરી દીધું છે કે અમે વિપક્ષમાં બેસીશું.

આ પણ વાંચો, NCP ચીફ શરદ પવારે કહ્યું - અજીતનું નિવેદન ખોટું, BJP સાથે જવાનો સવાલ જ નથી
First published: November 25, 2019, 7:48 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading