Home /News /national-international /Maharshtra Political Crisis : એકનાથ શિંદે માટે ઉદ્ધવ ઠાકરેએ CM પદ છોડવાની ઓફર કરી- સૂત્ર

Maharshtra Political Crisis : એકનાથ શિંદે માટે ઉદ્ધવ ઠાકરેએ CM પદ છોડવાની ઓફર કરી- સૂત્ર

એકનાથ શિંદે ટ્વિટ કર્યું છે કે અમે બાળાસાહેબના પાક્કા શિવસૈનિક છીએ. બાળાસાહેબે અમને હિન્દુત્વ શીખવાડ્યું છે

Maharashtra Political Crisis Updates - સૂત્રોનો દાવો શિવસેનાએ એકનાથ શિંદેને પોતાના ધારાસભ્ય દળના પદેથી હટાવવાનો નિર્ણય કર્યો, સેવરીના ધારાસભ્ય અજય ચૌધરીને શિવસેના વિધાયક દળના નેતા બનાવ્યા

મુંબઈ : મહારાષ્ટ્રમાં રાજનીતિક ઘટનાક્રમમાં નવા-નવા ટ્વિસ્ટ (Maharshtra Political Crisis)સામે આવી રહ્યા છે. સૂત્રોના મતે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ (uddhav thackeray)બંધ રૂમમાં શિવસેના (shivsena)ધારાસભ્યો સાથે બેઠકમાં એકનાથ શિંદે (eknath shinde)માટે મુખ્યમંત્રી પદ છોડવાની ઓફર કરી છે. આ દરમિયાન મહારાષ્ટ્ર (Maharshtra)બીજેપીના ધારાસભ્ય સંજય કુટે સુરતના મેરિડિયન હોટલ પહોંચ્યા છે. જ્યાં એકનાથ શિંદે અન્ય ધારાસભ્યો સાથે હાજર છે.

બીજી તરફ એકનાથ શિંદે ટ્વિટ કર્યું છે કે અમે બાળાસાહેબના પાક્કા શિવસૈનિક છીએ. બાળાસાહેબે અમને હિન્દુત્વ શીખવાડ્યું છે. બાળાસાહેબના વિચારો અને ધર્મવીર આનંદ દીધે સાહેબની શિક્ષાઓથી સત્તા માટે અમે ક્યારેય દગો કર્યો નથી અને ક્યારેય કરીશું પણ નહીં.

સૂત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે શિવસેનાએ એકનાથ શિંદેને પોતાના ધારાસભ્ય દળના પદેથી હટાવવાનો નિર્ણય કર્યો છે. સેવરીના ધારાસભ્ય અજય ચૌધરીને શિવસેના વિધાયક દળના નેતા બનાવ્યા છે.

આ પણ વાંચો - મહારાષ્ટ્રની રાજનીતિમાં ભૂકંપ લાવનાર એકનાથ શિંદે કોણ છે? શિવસેના અને રાજકારણમાં કેવો છે દબદબો? જાણો

ભાજપા સાથે જવાનો કોઇ સવાલ નથી - શરદ પવાર

એનસીપીના પાર્ટી પ્રમુખ શરદ પવારે મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડી સરકાર પર મંડાયેલા ખતરા વચ્ચે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. શરદ પવારે કહ્યું કે સરકાર પાડવાનો ત્રીજી વખત પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. મહારાષ્ટ્ર વિધાન પરિષદ ચૂંટણી પરિણામ પર શરદ પવારે કહ્યું કે આવી ચૂંટણીમાં ક્રોસ વોટિંગ થાય છે તેમાં કોઇ નવી વાત નથી, ઉકેલ લાવીશું. એકનાથ શિંદેએ અમને પોતાની સીએમ મહત્વકાંક્ષા વિશે ક્યારેય જણાવ્યું નથી. મને વિશ્વાસ છે કે ઉદ્ધવ ઠાકરે સ્થિતિને સંભાળી લેશે. પત્રકારોએ તેમને પૂછ્યું કે જો મહારાષ્ટ્રમાં ગઠબંધન સરકાર પડી જાય તો શું એનસીપી પાસે ભાજપા સાથે જવાનો વિકલ્પ ખુલ્લો છે? તેના જવાબમાં પવારે કહ્યું કે ભાજપા સાથે જવાનો સવાલ ઉઠતો નથી.

આ પણ વાંચો - એકનાથ શિંદે અને કેટલાક ધારાસભ્યો સંપર્કમાં નથી, MVA સરકાર પાડવાનું ષડયંત્ર : સંજય રાઉત
" isDesktop="true" id="1220679" >

MVA સરકાર પાડવાનું ષડયંત્ર : સંજય રાઉત

શિવસેનાના સાંસદ અને પ્રવક્તા સંજય રાઉતે (Sanjay Raut)મહારાષ્ટ્રની (maharashtra)મહાવિકાસ અઘાડી સરકારમાં કોઇપણ રાજનીતિક ભૂકંપથી ઇન્કાર કર્યો છે. સંજય રાઉતે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે કોઇ રાજનીતિક ભૂકંપ નથી. શિવસેના પાસે ક્યારેય કોઇ એવો નહીં હોય જે પોતાની વેચી દે. મુંબઈ પર કબજો કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. જોકે રાજસ્થાન અને મધ્ય પ્રદેશની પેટર્ન મહારાષ્ટ્રમાં થશે નહીં. સંજય રાઉતે કહ્યું કે એકનાથ શિંદે પર ત્યાં સુધી ટિપ્પણી નહીં કરું જ્યાં સુધી હું તેમની સાથે વાત ના કરી લઉં. જોકે તે હજુ પણ શિવસેનાનો ભાગ છે. સીઆર પાટીલ ગુજરાતમાં તેમના માટે વ્યવસ્થા કરી રહ્યા છે.
First published:

Tags: Maharashtra, Sanjay raut, Uddhav thackeray

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો