Home /News /national-international /Maharashtra political crisis: એકનાથ શિંદે બનશે CM? સરકાર બચાવવા માટે પવાર- ઠાકરે વચ્ચે ચર્ચા

Maharashtra political crisis: એકનાથ શિંદે બનશે CM? સરકાર બચાવવા માટે પવાર- ઠાકરે વચ્ચે ચર્ચા

શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે મંથન

Maharashtra political crisis: આ બેઠકમાં શિવસેના અને નારાજ ધારાસભ્યોને શાંત કરવા માટે એકનાથ શિંદેને મુખ્યમંત્રી પદ આપવા માટે વિચાર ઉપર ચર્ચા થઈ છે.

મુંબઈઃ મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટને (Maharashtra political crisis) ખતમ કરવાની કોશિશો તેજ થઈ છે. આવી સ્થિતિ વચ્ચે શરદ પવાર (Sharad Pawar)અને ઉદ્ધવ ઠાકરેની (Uddhav Thackeray)મુલાકાત થઈ હતી. આ બેઠકમાં શિવસેના અને નારાજ ધારાસભ્યોને શાંત કરવા માટે એકનાથ શિંદેને મુખ્યમંત્રી પદ આપવા માટે વિચાર ઉપર ચર્ચા થઈ છે.

શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેએ ચર્ચા થઈ હતી કે શું એકનાથ શિંદને સીએમ પદ આપીને વર્તમાન કટોકટીનો અંત લાવી શકાય છે. આ સિવાય કેબિનેટમાં ફેરફાર અંગે પણ ચર્ચા થઈ હતી. બીજી તરફ એકનાથ શિંદેએ ટ્વીટ કર્યું કે, કોંગ્રેસ NCP મજબૂત થઈ રહી છે અને શિવસૈનિકો અને શિવસેનાને દબાવવામાં આવી રહ્યા છે. શિવસેના દબાઈ રહી છે. તો પક્ષ અને શિવસૈનિકોને બચાવવા આ માટે આ મેળ ન ખાતા ગઠબંધનમાંથી બહાર આવવું ખૂબ જ જરૂરી છે.

મહારાષ્ટ્રના હિત માટે હવે નિર્ણય લેવો ખૂબ જરૂરી છે. આ પહેલા બુધવારે સાંજે સીએમ ઉદ્ધવ ઠાકરેએ પાર્ટીના ધારાસભ્યોને ફેસબુક લાઈવ દ્વારા સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેણે કહ્યું કે મારા પોતાના ધારાસભ્યો મારા પર વિશ્વાસ નથી કરી રહ્યા. જો મારે મુખ્યમંત્રી ન રહેવું જોઈએ તો સામે આવીને કહે કે હું તુરંત રાજીનામું આપી દઈશ.

આ પણ વાંચોઃ-Uddhav thackeray FB live: ઉદ્ધવ ઠાકરેનું સંબોધન, 'હું CM પદ છોડવા તૈયાર, નારાજ ધારાસભ્યો સામે આવે''

બીજી તરફ બુધવારે બપોરે શિવસેનાના 34 ધારાસભ્યોએ પાર્ટીના નેતા એકનાથ શિંદેના સમર્થનમાં રાજ્યપાલને પત્ર લખ્યો છે. એનડીટીવીના અહેવાલ મુજબ, રાજ્યપાલને મોકલવામાં આવેલા ધારાસભ્યોના હસ્તાક્ષરવાળા પત્રમાં તેમણે એકનાથ શિંદેને પોતાના નેતા જાહેર કર્યા છે.

આ પણ વાંચોઃ-નાગપુર પહોંચેલા શિવસેનાના ધારાસભ્ય નીતિન દેશમુખનો આરોપ- મને સુરતની હોટલમાં કેદ કરીને રાખ્યો હતો

તે જ સમયે શિવસેના સાંસદ ભાવના ગવલીએ સીએમ ઉદ્ધવ ઠાકરેને અપીલ કરી છે અને કહ્યું કે. 'તેમણે બળવાખોર ધારાસભ્યોની હિંદુત્વની તરફેણમાં કરેલી માગણીઓ પર વિચાર કરવો જોઈએ.' તેમણે આ ધારાસભ્યો સામે કાર્યવાહી કરવાની પણ અપીલ કરી હતી.

" isDesktop="true" id="1221131" >

ઉલ્લેખનીય છે કે શિવસેનાએ બુધવારે યોજાનારી પાર્ટીની વિધાયક દળની બેઠકમાં ધારાસભ્યોને હાજર રહેવા કહ્યું હતું. સાથે જ ચેતવણી આપી હતી કે જો ધારાસભ્યો હાજર નહીં રહે તો તેમની સામે પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
First published:

Tags: Cm uddhav thackeray, Maharashtra News, Sharad Pawar, Uddhav thackeray

विज्ञापन