Home /News /national-international /Maharashtra political crisis : શું ઉદ્ધવ ઠાકરેની છેલ્લી કેબિનેટ મીટિંગ? આપશે રાજીનામું? ફ્લોર ટેસ્ટ માટે SC માં શું થઈ દલીલો?

Maharashtra political crisis : શું ઉદ્ધવ ઠાકરેની છેલ્લી કેબિનેટ મીટિંગ? આપશે રાજીનામું? ફ્લોર ટેસ્ટ માટે SC માં શું થઈ દલીલો?

મહારાષ્ટ્ર રાજકીય સંકટ

Maharashtra political crisis : આવતીકાલે ફ્લોર ટેસ્ટ (maharashtra floor test) થશે કે નહીં તેના પર સુપ્રીમ કોર્ટ (Supreme Court) માં સુનાવણી ચાલી રહી છે, પરંતુ આજે મહારાષ્ટ્રમાં રાજકીય (Maharastra Politics) ગતિવિધિઓ ખૂબ જ ઝડપથી બદલાઈ રહી છે. આવતીકાલના ફ્લોર ટેસ્ટને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરી ત્યારે મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ (uddhav thackeray) કેબિનેટની બેઠક બોલાવી હતી. કેબિનેટની આ બેઠકના અંતે મુખ્યમંત્રી ખૂબ જ ભાવુક થઈ ગયા અને કહ્યું કે, છેલ્લા અઢી વર્ષમાં તમારા સહકાર માટે હું તમારો આભારી છું, પરંતુ જો મારી કોઈ વાતથી તમારા દિલને ઠેસ પહોંચી હોય તો તે માટે મને માફ કરી દેજો.

સુપ્રીમ કોર્ટનો નિર્ણય પક્ષમાં નહીં આવે તો ઉદ્ધવ ઠાકરે રાજીનામું આપશે?

રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ ગઈકાલે મહારાષ્ટ્રમાં ફ્લોર ટેસ્ટનો આદેશ આપ્યો છે. રાજ્યપાલના આદેશ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જો સુપ્રીમ કોર્ટમાં નિર્ણય પ્રતિકૂળ આવે છે તો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે રાજીનામું આપી શકે છે. આજે કેબિનેટની બેઠકમાં ઉદ્ધવ ઠાકરેએ જે રીતે દરેકનો આભાર વ્યક્ત કર્યો છે, મીડિયામાં એવી અટકળો ચાલી રહી છે કે ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી તરીકે વિદાય આપી હશે.

કેબિનેટ મીટિંગમાં સીએમ ઠાકરેએ કહ્યું કે તમે અઢી વર્ષ મને સારો સાથ આપ્યો છે, પરંતુ આ અઢી વર્ષમાં મારાથી કોઈ ભૂલ થઈ હોય તો માફ કરી દેજો. કેબિનેટની બેઠક બાદ મહારાષ્ટ્રના મંત્રી જયંત પાટીલે કહ્યું કે, “આજે મુખ્યમંત્રીએ અમારા ત્રણેય પક્ષોએ અઢી વર્ષમાં કરેલા સારા કામ માટે આભાર વ્યક્ત કર્યો છે. આવતીકાલે જો સુપ્રીમ કોર્ટ કહેશે કે વિશ્વાસ મત થશે તો નક્કી થશે કે આ બેઠક છેલ્લી છે કે નહીં.

આવતીકાલે ફ્લોર ટેસ્ટ ન લેવા માટે શિવસેનાના વકીલે SCમાં શું દલીલો કરી?

મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે મહારાષ્ટ્રના રાજ્યપાલે ફ્લોર ટેસ્ટની તારીખ 30 જૂન નક્કી કરી છે. શિવસેનાએ રાજ્યપાલના આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. શિવસેના વતી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ ઘણી દલીલો કરી હતી જેથી આવતીકાલે યોજાનાર ફ્લોર ટેસ્ટને કોઈપણ ભોગે અટકાવી દેવો જોઈએ. સિંઘવીએ કોર્ટમાં કહ્યું કે, એક તરફ કેટલાક ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવાના મામલે સુપ્રીમ કોર્ટમાં 11 જુલાઈએ સુનાવણી થવાની છે, તો બીજી તરફ રાજ્યપાલ આટલી જલ્દી ફ્લોર ટેસ્ટનો આદેશ આપી રહ્યા છે. જો આ ધારાસભ્યો ગેરલાયક ઠરશે તો ફ્લોર ટેસ્ટનો મુદ્દો શું રહેશે.

ફ્લોર ટેસ્ટ 11 જુલાઈ સુધી સ્થગિત

સુપ્રીમ કોર્ટમાં શિવસેના તરફથી હાજર રહેલા એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, જો અયોગ્યતા 11 જુલાઈ સુધી સ્થગિત કરવામાં આવે તો ફ્લોર ટેસ્ટ પણ સ્થગિત કરી દેવો જોઈએ. અભિષેક મનુ સિંઘવીએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, રાજ્યપાલનો આટલા ઓછા સમયમાં ફ્લોર ટેસ્ટ કરાવવાનો આદેશ ખોટી રીતે અથવા ખોટા ક્રમમાં કરવા જેવું છે.

34 ધારાસભ્યોના પત્રની ચકાસણી થઈ નથી

તેમણે એવી પણ દલીલ કરી હતી કે, શિવસેનાના 34 ધારાસભ્યોના પત્રની ચકાસણી કરવામાં આવી નથી. તે પત્રની સત્યતા જાણી શકાઈ નથી. શું કોઈએ તેમને આવો પત્ર લખવા માટે દબાણ કર્યું, આ માટે રાજ્યપાલે તેની ખરાઈ કરી નથી. અઠવાડિયા પછી કહ્યું કે, પત્ર આવ્યો છે. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું પરંતુ અમે રાજ્યપાલની વિવેકબુદ્ધિ પર કેવી રીતે સવાલ ઉઠાવી શકીએ. આ તેઓનો સંતોષ હશે. જે પણ સાચું હશે તે સદન માળે સાબિત થશે.

આ પણ વાંચોUdaipur Tailor Murder Case : આરોપીએ પાકિસ્તાનમાં લીધી હતી ટ્રેનિંગ, આતંક ફેલાવવાનો હતો ઈરાદો

રાજ્યપાલે મુખ્યમંત્રીની સલાહ પર કામ કરવું જોઈએ

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, રાજ્યપાલે મુખ્યમંત્રીની સલાહ પર કામ કરવું જોઈએ. પરંતુ તેઓ વિપક્ષના નેતાની સલાહ મુજબ કામ કરી રહ્યા છે. સાંજે વિરોધ પક્ષના નેતા તેમને મળે છે અને બીજા દિવસે પત્ર આવે છે કે, એક દિવસમાં ફ્લોર ટેસ્ટ છે. રાજ્યપાલે અમને તેમના પત્રમાં લખ્યું છે કે, 7 અપક્ષ ધારાસભ્યો અને વિપક્ષે રાજ્યપાલને પત્ર આપ્યો છે. આ સાથે શિવસેનાના 34 ધારાસભ્યોએ રાજ્યપાલને પત્ર લખીને પાર્ટી પ્રત્યે અસંતોષ વ્યક્ત કર્યો છે. સિંઘવીએ દલીલ કરી હતી કે, જે ધારાસભ્યોએ પક્ષ બદલ્યો છે તે લોકોની ઇચ્છાને પ્રતિબિંબિત કરતા નથી અને જો આવતીકાલે ફ્લોર ટેસ્ટ ન થાય તો કોઈ આફત નહીં આવે.
First published:

Tags: Cm uddhav thackeray, Maharashtra, Maharashtra Government, Maharashtra News, મહારાષ્ટ્ર

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો