મુંબઈ : સુરતથી નાગપુર પહોંચેલા શિવસેનાના (Shivsena) ધારાસભ્ય નીતિન દેશમુખે (Nitin Deshmukh) મોટો આરોપ લગાવતા કહ્યું કે મને સુરતની હોટલમાં કેદ કરીને રાખ્યો હતો. નીતિન દેશમુખે કહ્યું કે પોલીસ બળજબરીથી મને પકડીને હોસ્પિટલમાં લઇ ગઇ હતી. મને કોઇ હાર્ટ અટેકે આવ્યો ન હતો. પોલીસના લોકોએ મને હોસ્પિટલમાં ભરતી કરી દીધો હતો. જે સમયે હું હોસ્પિટલમાં હતો તે સમયે મને 20-25 લોકોએ પકડી લીધો હતો. મારું અપહરણ કર્યું હતું. મને સુરતમાં કેદ કરીને રાખ્યો હતો.
આ પહેલા શિવસેનાએ પોતાના મુખપત્રમાં આરોપ લગાવ્યો હતો કે શિવસેનાના ધારાસભ્યોને સુરતમાં ગુજરાત પોલીસે પીટાઇ કરી છે. તે મુંબઈ આવવા માંગે છે પણ ગુજરાત પોલીસ તેમને પકડીને સુરત લઇ ગઈ છે.
નીતિન દેશમુખે કહ્યું કે હું ઉદ્ધવ ઠાકરેનો શિવસૈનિક છું. હું મારા ઘરે જઇ રહ્યો હતો. રાત્રે 12 વાગે નીકળ્યો હતો. હું રસ્તા પર ઉભો હતો. 100-200 પોલીસ ઉભા હતા. તે પછી પોલીસે મને હોસ્પિટલ લઇ ગઇ અને એવું નાટક રચ્યું કે મને હાર્ટ અટેકે આવ્યો છે.
આ પહેલા મંગળવારે નીતિન દેશમુખની પત્નીએ પતિના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. મહારાષ્ટ્રના અકોલો જિલ્લાના બાલાપુરથી શિવસેનાના ધારાસભ્ય દેશમુખની પત્ની પ્રાંજલિ દેશમુખે જિલ્લાના સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
એકનાથ શિંદેએ કહ્યું- 46 ધારાસભ્યો મારી સાથે
એકનાથ શિંદેએ (eknath shinde)ન્યૂઝ 18 સાથે ફોન પર ખાસ વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે અમે લોકો શિવસેનામાં (shivsena)છીએ. અમે બાલાસાહેબના શિવસૈનિક છીએ. અમે તેમની હિન્દુત્વની લાઇનને ફોલો કરી રહ્યા છીએ. અમે તેમના હિન્દુત્વના એજન્ડાને આગળ લઇને જઇશું. પાર્ટી બનાવવાવું હજુ કશું નક્કી નથી. એકનાથ શિંદેને સવાલ કર્યો કે જો ઉદ્ધવ ઠાકરે તેમને પાછા બોલાવશે તો તમે જશો. તો તેમણે કહ્યું કે ઉદ્ધવ ઠાકરે સાથે મારી કોઇ વાત થઇ નથી.
" isDesktop="true" id="1220980" >
આ સિવાય સવાલ કરવામાં આવ્યો કે સરકાર અલ્પમતમાં આવી ગઈ છે શું કરશો. આ સવાલ પર તેમણે કહ્યું હતું કે આ માટે આગળની રણનિતી નક્કી કરીશું. પાર્ટીમાં નારાજગી અને સાઇડ લાઇનને લઇને સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે આવું કશું જ નથી. એકનાથ શિંદેએ એ પણ દાવો કર્યો કે શિવસેનાના અને 7-8 અપક્ષ ધારાસભ્યો મળીને કુલ 46 ધારાસભ્યો અમારી સાથે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર