મુંબઈ : શિવસેનાના (shivsena)સાંસદ અને પ્રવક્તા સંજય રાઉતે (Sanjay Raut)મહારાષ્ટ્રની (maharashtra)મહાવિકાસ અઘાડી સરકારમાં કોઇપણ રાજનીતિક ભૂકંપથી ઇન્કાર કર્યો છે. સંજય રાઉતે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે કોઇ રાજનીતિક ભૂકંપ નથી. શિવસેના પાસે ક્યારેય કોઇ એવો નહીં હોય જે પોતાની વેચી દે. મુંબઈ પર કબજો કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. જોકે રાજસ્થાન અને મધ્ય પ્રદેશની પેટર્ન મહારાષ્ટ્રમાં થશે નહીં.
સંજય રાઉતે કહ્યું કે એકનાથ શિંદે પર ત્યાં સુધી ટિપ્પણી નહીં કરું જ્યાં સુધી હું તેમની સાથે વાત ના કરી લઉં. જોકે તે હજુ પણ શિવસેનાનો ભાગ છે. સીઆર પાટીલ ગુજરાતમાં તેમના માટે વ્યવસ્થા કરી રહ્યા છે. દરેક જાણે છે કે તે કોની નજીક છે. હું પવાર સાહેબના સંપર્કમાં છું. અમારા પર દબાણ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. અનિલ પરબને આજે ફરી નોટિસ મોકલવામાં આવી છે. આ દબાણને બધા જાણે છે. ઘણા ધારાસભ્યો પાછા આવવા માંગે છે. તક મળતા જ અમારા બધા ધારાસભ્યો પાછા આવી જશે. મહાવિકાસ અઘાડી સરકાર બની ત્યારે પણ ભાજપા દ્વારા આ પ્રકારના પ્રયત્નો કર્યા હતા પણ તે સફળ થયા ન હતા. હવે ફરીથી તે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
મહારાષ્ટ્ર વિધાનસભામાં કુલ 288 સભ્યો છે. હાલ ધારાસભ્યોની સંખ્યા 285 છે. જેમાં ભાજપા પાસે 106, શિવસેના પાસે 55, એનસીપી પાસે 54 અને કોંગ્રેસ પાસે 44 ધારાસભ્યો છે. બહુમતી માટે 143 ધારાસભ્યોની જરૂર હોય છે. જો 20 ધારાસભ્ય શિવસેનામાંથી બળવો કરીને એકનાથ શિંદે સાથે ચાલ્યા જશે તો મહાવિકાસ અઘાડી સરકારમાં 133 ધારાસભ્યો જ રહેશે અને તેને 10 ધારાસભ્યોના સમર્થનની જરૂર રહેશે. એમવીએ સરકારને બહારથી અન્ય દળો અને અપક્ષના 20 ધારાસભ્યનું સમર્થન મળી રહ્યું છે. આવામાં જો આ ધારાસભ્યો તુટે તો સરકાર ખતરામાં આવી શકે છે.
હોટલમાં જવાની મંજૂરી નહીં
શિવસેનાના 11 જેટલા ધારાસભ્યો જે હોટલમાં રોકાયા છે ત્યાં પોલીસ પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે. અહીં કોઈને પણ જવા દેવાની મંજૂરી નથી. તમામ ધારાસભ્યો મોડી રાત્રે જ અહીં પહોંચ્યા હોવાના અહેવાલ છે. તમામ ધારાસભ્યો ડુમસ રોડ પર આવેલી લા મેરિડિયન હોટલમાં બંધ છે. પોલીસ હાલ કોઈ પણ વ્યક્તિને બેરિકેડથી અંદર જવા દેતી નથી. એવી ચર્ચા છે કે મોડી રાતથી અહીં બેઠકનો દોર ચાલી રહ્યો છે. તમામ ધારસભ્યો ગુજરાતના નેતાઓના સંપર્કમાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર