Home /News /national-international /Maharashtra Political Crisis: મહારાષ્ટ્રના રાજકીય ભૂકંપ વચ્ચે રાજ્યપાલની ભૂમિકા કેવી રહેશે? ફ્લોર ટેસ્ટની થઇ શકે છે જાહેરાત

Maharashtra Political Crisis: મહારાષ્ટ્રના રાજકીય ભૂકંપ વચ્ચે રાજ્યપાલની ભૂમિકા કેવી રહેશે? ફ્લોર ટેસ્ટની થઇ શકે છે જાહેરાત

રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી, ઉદ્ધવ ઠાકરે (ફાઇલ તસવીર)

Governor Bhagat Singh Koshyari: બંધારણની કલમ 174(2)(બી) રાજ્યપાલને કેબિનેટની સલાહ પર વિધાનસભા ભંગ કરવાની સત્તા આપે છે. પરંતુ રાજ્યપાલ પોતે તેનો ઉપયોગ કરી શકે છે. ખાસ કરીને જ્યારે તેમને લાગે છે કે વર્તમાન મુખ્યમંત્રીને ધારાસભ્યોનો ઓછો ટેકો છે. આ જ સ્થિતિ હાલ ઉદ્ધવ ઠાકરેની છે.

વધુ જુઓ ...
મુંબઈ: મહારાષ્ટ્રમાં રાજકીય (Political Drama in Maharashtra) ભૂકંપની સ્થિતિએ દેશના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackeray)ની ખુરશી ખતરામાં છે. શિવસેનાના બાગી નેતા એકનાથ શિંદે (Eknath Shinde)એ 40થી વધુ ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો છે. આવી સ્થિતિમાં ઠાકરેની સરકાર હવે લઘુમતિમાં આવી ગઈ હોવાના સંકેતો મળી રહ્યા છે. ત્યારે હવે સૌની નજર મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી (Governor Bhagat Singh Koshyari) પર છે. શું તેઓ વિધાનસભાને વિખેરી નાખવાનો નિર્ણય લેશે? અથવા તો સમગ્ર મામલો ફ્લોર ટેસ્ટ (Floor Test in Maharashtra) સુધી પહોંચી જશે. તો ચાલો નજર કરીએ હાલ મહારાષ્ટ્રમાં ચાલી રહેલ રાજકીય ઉથલપાથલ પર.

સૌથી પહેલા જાણીએ કે ફ્લોર ટેસ્ટ શું છે. આ એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા નક્કી કરવામાં આવે છે કે વર્તમાન સરકાર કે મુખ્યમંત્રી પાસે પૂરતી બહુમતી છે કે નહીં. અહીંના રાજ્યપાલ કોઈ પણ રીતે હસ્તક્ષેપ કરી શકે નહીં. પરંતુ આ કેસમાં સુપ્રીમ કોર્ટે રાજ્યપાલ અને વિધાનસભા અધ્યક્ષના અધિકારી વિશે મહત્વપૂર્ણ અવલોકનો કર્યા છે.

રાજ્યપાલ ક્યારે કરી શકે છે વિધાનસભાનું વિસર્જન?


બંધારણની કલમ 174(2)(બી) રાજ્યપાલને કેબિનેટની સલાહ પર વિધાનસભા ભંગ કરવાની સત્તા આપે છે. પરંતુ રાજ્યપાલ પોતે તેનો ઉપયોગ કરી શકે છે. ખાસ કરીને જ્યારે તેમને લાગે છે કે વર્તમાન મુખ્યમંત્રીને ધારાસભ્યોનો ઓછો ટેકો છે. આ જ સ્થિતિ હાલ ઉદ્ધવ ઠાકરેની છે.

સુપ્રીમ કોર્ટે શું કહ્યું હતું?


આર્ટિકલ 174 (2) (બી)માં પણ કેટલાક કાનૂની દાવ છે. 2020માં સુપ્રીમ કોર્ટે તેના વિશે ઘણા મહત્વના અવલોકનો કર્યા હતા. આ મામલો મધ્ય પ્રદેશ વિધાનસભા અને શિવરાજ સિંહ ચૌહાણ સાથે જોડાયેલો હતો. સુપ્રીમ કોર્ટે સ્પીકરના ફ્લોર ટેસ્ટના સમન્સને માન્ય રાખ્યું હતું. કોર્ટે કહ્યું હતું કે જો પ્રથમ દ્રષ્ટિએ તેમને લાગે છે કે સરકારે બહુમતી ગુમાવી દીધી છે, તો તેઓ ફ્લોટ ટેસ્ટની માંગ કરી શકે છે. જસ્ટીસ ડી વાય ચંદ્રચૂડ અને હેમંત ગુપ્તાની બે જજોની બેંચે એમ પણ કહ્યું હતું કે, "રાજ્યપાલને ફ્લોર ટેસ્ટનો આદેશ આપવાની સત્તાથી વંચિત ન રાખી શકાય. જો ગવર્નરને લાગે કે ગૃહમાં સરકારની પાસે સંખ્યા ઓછી છે, તો તેઓ ઇચ્છે તો ફ્લોટ ટેસ્ટની માંગણી કરી શકે છે."

2020માં મધ્ય પ્રદેશમાં હતી આ સ્થિતિ


અનુચ્છેદ 175(2) હેઠળ રાજ્યપાલ પણ સદનને ફ્લોર ટેસ્ટ સાબિત કરવા માટે બોલાવી શકે છે. સુપ્રીમ કોર્ટે વિસ્તૃત ચુકાદામાં રાજ્યપાલની સત્તા અને ફ્લોર ટેસ્ટ વિશે સમજાવ્યું હતું. વર્ષ 2020માં મધ્યપ્રદેશના રાજ્યપાલને પણ આવી જ સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. જ્યોતિરાદિત્ય સિંધિયા ગ્રુપના ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા અને કોંગ્રેસના તત્કાલીન મુખ્યમંત્રી કમલનાથે રાજ્યપાલને વિધાનસભા ભંગ કરવા જણાવ્યું હતું. તેના બદલે રાજ્યપાલે ફ્લોર ટેસ્ટની હાકલ કરી હતી.

આ પણ વાંચો: CM ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી આવાસ છોડ્યું

ફ્લોર ટેસ્ટનો નિર્ણય કોણ લઈ શકે?


કાયદા અનુસાર, જ્યારે ગૃહનું સત્ર ચાલુ હોય ત્યારે સ્પીકર ફ્લોર ટેસ્ટ માટે બોલાવી શકે છે. પરંતુ જ્યારે સત્ર ચાલી રહ્યું નથી, ત્યારે કલમ 163 હેઠળ રાજ્યપાલ ફ્લોર ટેસ્ટ માટે બોલાવી શકે છે. ઉલ્લેખનીય છે કે આ સમયે મહારાષ્ટ્રમાં સત્ર ચાલી રહ્યું નથી.

ધારાસભ્યો સુધી પહોંચવાના અધિકાર અંગે ચર્ચા


2020ના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે "અટકાયતમાં લીધેલા" ધારાસભ્યો સુધી પહોંચવાના રાજકીય પક્ષના અધિકાર અંગે પણ ચર્ચા કરી હતી. જેને એક રિસોર્ટમાં રાખવામાં આવ્યા હતા. જો કે કોર્ટે આવા અધિકારની મંજૂરી આપી ન હતી. પરંતુ તમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ધારાસભ્યોને "રાજ્યની વર્તમાન સરકારમાં વિશ્વાસના અભાવની સ્થિતિમાં ગૃહના સભ્ય તરીકે ચાલુ રહેવું જોઈએ કે કેમ તે જાતે જ નક્કી કરવાનો અધિકાર છે." કોર્ટે કહ્યું હતું કે, ગૃહના ફ્લોર પર જ તેમ કરવું પડશે.
First published:

Tags: Maharashtra, Shiv sena, Uddhav thackeray, ભાજપ, મુંબઇ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો