મુંબઈ : મહારાષ્ટ્રમાં યોજાયેલી વિધાન પરિષદની ચૂંટણી પછી મહારાષ્ટ્રની રાજનીતિમાં આવેલી અસ્થિરતા (Maharashtra political crisis)યથાવત્ છે. શિવસેનાની (Shiv Sena)અંદર બે જૂથ બની ગયા છે જેમની વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. એક તરફ કેટલાક ધારાસભ્યો શિવસેનાના નેતા એકનાથ શિંદેને (Eknath Shinde)પોતાના નેતા માની રહ્યા છે તો કેટલાક પાર્ટી નેતા સીએમ ઉદ્ધવ ઠાકરેને (uddhav thackeray) નેતા માની રહ્યા છે. એક તરફ શિંદે જૂથ ગુવાહાટીમાં બેસીને પોતાની તાકાત બતાવી વિધાયક દળના નેતા નેતા પસંદ કરવાની વાત કરી રહ્યા છે. બીજી તરફ બળવાખોર ધારાસભ્યોને લઇને સીએમ ઉદ્ધવ ઠાકરેના તેવર સખત બની રહ્યા છે.
શિવસેનાના સાંસદ અને પ્રવક્તા સંજય રાઉતે (Sanjay Raut)કહ્યું કે લોકો ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેના પર વિશ્વાસ રાખશે. કાલે ઉદ્ધવ જી એ કહ્યું હતું કે જે લોકો બહાર ગયા છે તે શિવસેનાના નામનો ઉપયોગ ના કરે અને પોતાના બાપના નામનો ઉપયોગ કરે અને વોટ માંગે. આ પહેલા એક ટ્વિટમાં સંજય રાઉતે કહ્યું કે તમે ક્યાં સુધી ગુવાહાટીમાં સંતાઇને રહેશો? તમારે ચોપાટી (મુંબઈ) આવવું પડશે. તેમને જે કરવું હોય તે કરવા દો મુંબઈમાં તો આવવું પડશે ને. ત્યાં બેસીને અમને શું સલાહ આપી રહ્યા છે? હજારો-લાખો શિવસૈનિક અમારા એક ઇશારાની રાહ જોઇ રહ્યા છે પણ અમે હજુ સંયમ રાખ્યો છે.
આ પહેલા સંજય રાઉતે શનિવારે દાવો કર્યો હતો કે, એકનાથ શિંદે ની છાવણીમાં સામેલ થયેલા બળવાખોર મહારાષ્ટ્રના મંત્રી "24 કલાકમાં" તેમનું પદ ગુમાવશે. દિવસની શરૂઆતમાં, પક્ષની રાષ્ટ્રીય કાર્યકારિણીએ શિવસેના પ્રમુખ અને રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને રાજ્યના વરિષ્ઠ પ્રધાન શિંદેની આગેવાની હેઠળના બળવાખોર ધારાસભ્યો સામે પગલાં લેવા માટે અધિકૃત કર્યા હતા. સાંજે રાઉતે એક મરાઠી ન્યૂઝ ચેનલને કહ્યું, "તેમને હટાવવાની પ્રક્રિયા ચાલુ છે."
તેમણે કહ્યું, “ગુલાબરાવ પાટીલ, દાદા ભુસે, સંદીપન ભુમરે જેવા મંત્રીઓને શિવસેનાના વફાદાર કાર્યકર્તા માનવામાં આવતા હતા, જેમને ઉદ્ધવ ઠાકરેએ કેબિનેટ મંત્રી બનાવ્યા હતા. પાર્ટીએ તેમને ઘણું આપ્યું છે. તેમણે ખોટો રસ્તો અપનાવ્યો છે અને તે 24 કલાકમાં પોતાનું પદ ગુમાવશે.
મહારાષ્ટ્ર કટોકટી દરમિયાન એકનાથ શિંદે અડધી રાત્રે વડોદરા પહોંચ્યા
સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર, ગઇ કાલે રાત્રે એક પ્રાઇવેટ જેટ દ્વારા 10.30 વાગ્યે એકનાથ શિંદે ગુવાહાટીથી નીકળી 12.45 વાગ્યે દિલ્હી પહોંચ્યા હતા અને દિલ્હીથી તેઓ રાત્રે 1 વાગ્યે નીકળી પ્રાઇવેટ જેટ દ્વારા વડોદરા જવા માટે રવાના થયા હતા જે બાદ તેઓ અડધી રાત્રે 2.30 વાગ્યે વડોદરા પહોંચ્યા હતા. તેઓ 4.10 વાગ્યે વડોદરાથી ગુવાહાટી જવા માટે નીકળ્યા હતા. અને લગભવ સવારે 7 વાગ્યે તેઓ હોટલ આવ્યા હતા. એટલે કે એકનાશ શિંદેની કોઇ સાાથે રાત્રે 2.30 થી સવારે 4 વાગ્યે બેઠક થઇ હતી. જોરે હાલમાં એકનાથ શિંદેની બેઠક કોની સાથે થઇ તેને લઇ ચર્ચાઓએ જોર પકડ્યું છે
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર