Home /News /national-international /

Maharashtra Political Crisis: શિવસેનાના સિમ્બોલ પર દાવો કરવાની તૈયારીમાં એકનાથ શિંદે, ગુવાહાટી ખાતે 42 ધારાસભ્ય હાજર

Maharashtra Political Crisis: શિવસેનાના સિમ્બોલ પર દાવો કરવાની તૈયારીમાં એકનાથ શિંદે, ગુવાહાટી ખાતે 42 ધારાસભ્ય હાજર

ગુવાહાટીની હોટલ ખાતે ધારાસભ્યો સાથે એકનાથ શિંદે

Maharashtra Political Crisis: શિવસેનાના વધુ ચાર ધારાસભ્યો ચાર્ટર્ડ પ્લેન મારફતે બુધવારે મોડી રાત્રે ગુવાહાટી પહોંચી ગયા છે. એકનાથ શિંદેએ દાવો કર્યો છે કે તેમની પાસે 40 ધારાસભ્યોનું સમર્થન છે.

    મુંબઈ: મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે (Maharashtra CM Uddha Thackeray)એ બુધવારે મોડી રાત્રે પોતાનું અધિકારિક નિવાસસ્થાન ખાલી કરી દીધું છે. તેઓ બાન્દ્રા સ્થિત પોતાના નિવાસસ્થાને પહોંચી ગયા છે. એટલે કે ઠાકરે પોતાના અધિકારિક નિવાસસ્થાન 'વર્ષા'ને ખાલી કરીને 'માતોશ્રી' પહોંચી ગયા છે. એકનાથ શિંદેની આગેવાનીમાં બળવાખોર ધારાસભ્યો (Maharashtra Political crisis) બે દિવસ થવા છતાં ટસના મસ ન થતાં ઠાકરેએ આવું પગલું ભર્યું છે. બીજી શિવસેનાના વધુ ચાર ધારાસભ્યો ગુવાહાટી (Guwahati) પહોંચ્યા છે. હાલ ઉદ્ધવ ઠાકરેનું આગામું પગલું શું રહેશે તેના પર તમામની નજર મંડાયેલી છે.

    શિવસેનાના સિમ્બોલ પર દાવો કરશે શિંદે


    શિવસેનાના બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદે આજે સમર્થનમાં હોય તેવા ધારાસભ્યોની યાદી જાહેર કરશે. તેમણે 41 ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો કર્યો છે. જોકે, પ્રથમ યાદીમાં 36 ધારાસભ્યના નામ છે. સમાચાર છે કે એકનાથ શિંદે કેમ્પ હવે શિવસેનાના સિમ્બોલ પર દાવો ઠોકવાની તૈયારીમાં છે.

    ગુવાહાટીમાં 42 ધારાસભ્યો


    આસામના ગુવાહાટીની રેડિસન બ્લૂ હોટલમાં એકનાથ શિંદે સાથે મહારાષ્ટ્રના કુલ 42 ધારાસભ્યો હાજર છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે શિંદે સાથે શિવસેનાના 34 અને આઠ અપક્ષ ધારાસભ્યો છે.

    ઈડીના દબાણમાં પાર્ટી છોડનારા બાળાસાહેબના સાચા ભક્તો નહીં: સંજય રાઉત


    શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે કહ્યુ છે કે, "હું કોઈ જૂથની નહીં પરંતુ મારી પાર્ટીની વાત કરીશ. અમારી પાર્ટી આજે પણ મજબૂત છે. આશરે 20 ધારાસભ્ય અમારા સંપર્કમાં છે. તેઓ મુંબઈ આવશે ત્યારે તમને ખબર પડશે. બહુ ઝડપથી એ વાત સામે આવશે કે કેવી સ્થિતિમાં આ લોકોએ અમને છોડી દીધા છે. ઈડીના દબાણ હેઠળ પાર્ટી છોડનારા બાળાસાહેબના ભક્તો નથી. અમે બાળાસાહેબના સાચા ભક્તો છીએ. ઈડીનું દબાણ છતાં અમે ઉદ્ધવ ઠાકરે સાથે ઊભા રહીશું."

    ઉદ્ધવ ઠાકરેએ 11: 30 વાગ્યે બોલાવી બેઠક


    બીજી તરફ ઉદ્ધવ ઠાકરેએ આજે 11:30 વાગ્યે શિવસેનાના નેતાઓની એક બેઠક બોલાવી છે. આ દરમિયાન ચાર વધુ ધારાસભ્યો ચાર્ટર્ડ પ્લેન મારફતે બુધવારે મોડી રાત્રે ગુવાહાટી પહોંચી ગયા છે. એકનાથ શિંદેએ દાવો કર્યો છે કે તેમની પાસે 40 ધારાસભ્યોનું સમર્થન છે.

    શિવસેના ધારાસભ્યોની પ્રેસ કોન્ફરન્સ


    શિવસેના કથિત રીતે સુરત શહેરમાંથી મુંબઈ પરત ફરેલા પોતાના બે ધારાસભ્યોને મીડિયા સામે લાવશે. જે બાદમાં માલુમ પડશે કે ત્યાં શું થયું હતું. બીજી તરફ શિવસેના બાકીના પોતાના ધારાસભ્યોને સાત સિતારા હોટલમાં નહીં રાખે. શિવસેનાનું માનવું છે કે જેમણે પક્ષ સાથે રહેવું હશે તેઓ રહેશે, જેમણે શિંદે સાથે જવું હશે તેઓ ગમે એટલી સતર્કતા રાખશો તો પણ ચાલ્યા જશે.

    આ પણ વાંચો: CM ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી આવાસ છોડ્યું

    નારાજ ધારાસભ્યો સામે આવે: ઉદ્ધવ ઠાકરે


    બુધવારે રાત્રે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ (CM uddhav thakeray) મહારાષ્ટ્રની જનતાને સંબોધન કર્યું હતું. ઉદ્ધવ ઠાકરે ફેસબુક લાઈવ થકી મહારાષ્ટ્રની જનતાને સંબોધન કર્યું હતું. સંબોધનમાં ઉદ્ધવે જણાવ્યુ હતુ કે, "શિવસેના અને હિન્દુત્વમાં કોઈ ફરક નથી. અમે બાળાસાહેબના સિદ્ધાંતોને છોડ્યા નથી. શિવસેના હિન્દુત્વ વિના અસ્તિત્વમાં નથી. બાળાસાહેબની શિવસેના અને આજની શિવસેનામાં શું ફરક છે. અમે મુશ્કેલ સંજોગોમાં 2019ની ચૂંટણી લડ્યા હતા. મેં મારી સંપૂર્ણ જવાબદારી નિભાવી છે. વિધાનસભામાં હિન્દુત્વની વાત કરી. અમે બાળાસાહેબના વિચારોને આગળ લઈ જઈ રહ્યા છીએ. આ બાળાસાહેબની શિવસેના છે."

    તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "જો તેઓ સીએમ બનવા માંગતા હતો તો મારી સામે આવીને કહેતા કે મારે સીએમ બનવું છે. આ માટે સુરત જવાની શું જરૂર છે? જો તેcણે મારી સામે કહ્યું હોત તો મેં રાજીનામું આપી દીધું હોત. શિવસેના સાથે દગો કરવો યોગ્ય નથી. જો ધારાસભ્યો ઈચ્છે છે કે હું રાજીનામું આપું, તો હું રાજીનામું આપી દઈશ. ધારાસભ્યો મારી સાથે વાત કરશે તો હું રાજીનામું આપીશ."


    શિવસેનાના વધુ બે-ત્રણ ધારાસભ્ય સુરત પહોંચ્યા


    એવી પણ માહિતી મળી છે કે શિવસેનાના વધુ બેથી ત્રણ ધારાસભ્યો સુરત પહોંચ્યા છે. મંગેશ કુંડલકરની આગેવાનીમાં આ ધારાસભ્યો સુરત પહોંચ્યો છે. અહીંથી તમામ ધારાસભ્યો ખાસ ચાર્ટર્ડ વિમાનમાં ગુવાહાટી જશે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Maharashtra, Shiv sena, Uddhav thackeray, મુંબઇ

    આગામી સમાચાર