Home /News /national-international /Maharshtra Political Crisis LIVE: મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું- અમે હિન્દુત્વથી ભટક્યા નથી

Maharshtra Political Crisis LIVE: મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું- અમે હિન્દુત્વથી ભટક્યા નથી

મંગળવારથી મહારાષ્ટ્રના રાજકારણમાં (Maharashtra political crisis) ઉથલપાથલ ચાલી રહી છે

Maharashtra political crisis LIVE : શિવસેના પાર્ટીના બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદે આજે રાજ્યપાલ સાથે મુલાકાત કરે તેવી સંભાવના

નવી દિલ્હી : મહારાષ્ટ્રમાં (Maharashtra)ચાલી રહેલા રાજનીતિક (Maharashtra political crisis) ઘટનાક્રમમાં નવા-નવા ટ્વિસ્ટ સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (uddhav thackeray)આજે સાંજે રાજીનામું આપી શકે તેવી સંભાવના વચ્ચે તેમણે આજે સંબોધન કરતાં કહ્યું કે, વિધાન પરિષદની ચૂંટણી પહેલા બધા ધારાસભ્યો એક જૂથ હતા. પછી જે થયું એ જાહેર છે. કેટલાક ધારાસભ્યો અમારી સાથે નથી. પરંતુ મને જે જવાબદારી સોંપવામાં આવે છે એ હું જીદ સાથે નિભાવું છું. વધુમાં તેમણે કહ્યું કે, અમે હિન્દુત્વથી ભટક્યા નથી.  બીજી તરફ એવા પણ સમાચાર છે કે ઉદ્ધવ ઠાકરે કોરોના સંક્રમિત થયા છે. આ પહેલા મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી પણ કોરોના સંક્રમિત થયા છે.

સંજય રાઉતનું ટ્વિટ- ભંગ થઇ શકે છે મહારાષ્ટ્ર વિધાનસભા

બીજી તરફ શિવસેનાના સાંસદ અને પ્રવક્તા સંજય રાઉતે મહારાષ્ટ્ર વિધાનસભા ભંગ થઇ શકે તેનો સંકેત આપ્યો છે. સંજય રાઉતે ટ્વિટ કરીને કહ્યું કે ભંગ થઇ શકે છે મહારાષ્ટ્ર વિધાનસભા.

સુરતથી ગોવાહાટી પહોંચ્યા શિવસેનાના બળવાખોર ધારાસભ્યો

શિવસેનાથી (shivsena)બળવો કરીને મહારાષ્ટ્રની (Maharashtra)મહાવિકાસ અઘાડી સરકારને સંકટમાં (Maharashtra political crisis)મુકનાર વરિષ્ઠ મંત્રી એકનાથ શિંદે (eknath shinde)સહિત 30થી વધારે ધારાસભ્યોને અસમના ગુવાહાટીમાં લઇ જવામાં આવ્યા છે. સુરતની એહ હોટલમાં રાખવામાં આવેલા લગભગ 30થી વધારે ધારાસભ્યો (shivsena mla)વિશેષ વિમાન દ્વારા અસમના ગુવાહાટીમાં લઇ જવામાં આવ્યા છે. અસમમાં હાલ ભાજપાની સરકાર છે. આ દરમિયાન શિવસેનાના સાંસદ સંજય રાઉતે ટ્વિટ કર્યું છે કે ભંગ થઇ શકે છે મહારાષ્ટ્ર વિધાનસભા.

અસમ ભાજપાના શીર્ષ નેતા અને રાજ્ય સરકારે ગુવાહાટીમાં શિવસેનાના બળવાખોર ધારાસભ્યો માટે રહેવાની વ્યવસ્થા કરી છે. શિવસેનાના એક વરિષ્ઠ નેતાએ દાવો કર્યો કે પાર્ટીના બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદેએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરને આગ્રહ કર્યો કે તે ભારતીય જનતા પાર્ટી સાથે ફરીથી ગઠબંધન કરી લે. નેતાએ કહ્યું કે ઠાકરેએ પોતાના વિશ્વાસુ મિલિંદ નારવેકર અને શિંદેના સાથી રવિન્દ્ર ફાટકને બળવાખોર નેતા સાથે વાત કરવા માટે સુરત મોકલ્યા હતા. સુરતથી સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે ફોન પર વાતચીત કરાવી હતી.આ પણ વાંચો - શું ઉદ્ધવ ઠાકરે બચાવી શકશે સરકાર? મહારાષ્ટ્ર વિધાનસભાની બેઠકોનું કેવું છે ગણિત

નેતાએ કહ્યું કે મુખ્યમંત્રીએ શિંદ સાથે ફોન પર વાતચીત કરી હતી. આ દરમિયાન શિંદેએ ઠાકરેને કહ્યું કે તે ભાજપા સાથે ગઠબંધન કરી લે અને કોંગ્રેસ-એનસીપી સાથે ગઠબંધન તોડી લે. આ વિશે ઉદ્ધવ ઠાકરેએ કોઇ જવાબ આપ્યો નથી.ભાજપા સાથે જવાનો કોઇ સવાલ નથી - શરદ પવાર

એનસીપીના પાર્ટી પ્રમુખ શરદ પવારે મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડી સરકાર પર મંડાયેલા ખતરા વચ્ચે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. શરદ પવારે કહ્યું કે સરકાર પાડવાનો ત્રીજી વખત પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. મહારાષ્ટ્ર વિધાન પરિષદ ચૂંટણી પરિણામ પર શરદ પવારે કહ્યું કે આવી ચૂંટણીમાં ક્રોસ વોટિંગ થાય છે તેમાં કોઇ નવી વાત નથી, ઉકેલ લાવીશું. એકનાથ શિંદેએ અમને પોતાની સીએમ મહત્વકાંક્ષા વિશે ક્યારેય જણાવ્યું નથી. મને વિશ્વાસ છે કે ઉદ્ધવ ઠાકરે સ્થિતિને સંભાળી લેશે. પત્રકારોએ તેમને પૂછ્યું કે જો મહારાષ્ટ્રમાં ગઠબંધન સરકાર પડી જાય તો શું એનસીપી પાસે ભાજપા સાથે જવાનો વિકલ્પ ખુલ્લો છે? તેના જવાબમાં પવારે કહ્યું કે ભાજપા સાથે જવાનો સવાલ ઉઠતો નથી.

આ પણ વાંચો - એકનાથ શિંદે કોણ છે? શિવસેના અને રાજકારણમાં કેવો છે દબદબો? જાણો

MVA સરકાર પાડવાનું ષડયંત્ર : સંજય રાઉત

શિવસેનાના સાંસદ અને પ્રવક્તા સંજય રાઉતે (Sanjay Raut)મહારાષ્ટ્રની (maharashtra)મહાવિકાસ અઘાડી સરકારમાં કોઇપણ રાજનીતિક ભૂકંપથી ઇન્કાર કર્યો છે. સંજય રાઉતે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે કોઇ રાજનીતિક ભૂકંપ નથી. શિવસેના પાસે ક્યારેય કોઇ એવો નહીં હોય જે પોતાની વેચી દે. મુંબઈ પર કબજો કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. જોકે રાજસ્થાન અને મધ્ય પ્રદેશની પેટર્ન મહારાષ્ટ્રમાં થશે નહીં. સંજય રાઉતે કહ્યું કે એકનાથ શિંદે પર ત્યાં સુધી ટિપ્પણી નહીં કરું જ્યાં સુધી હું તેમની સાથે વાત ના કરી લઉં. જોકે તે હજુ પણ શિવસેનાનો ભાગ છે. સીઆર પાટીલ ગુજરાતમાં તેમના માટે વ્યવસ્થા કરી રહ્યા છે.
First published:

Tags: Maharashtra, Shivsena, Uddhav thackeray

विज्ञापन