Home /News /national-international /મહારાષ્ટ્રની રાજનીતિમાં ભૂકંપ લાવનાર એકનાથ શિંદે કોણ છે? શિવસેના અને રાજકારણમાં કેવો છે દબદબો? જાણો

મહારાષ્ટ્રની રાજનીતિમાં ભૂકંપ લાવનાર એકનાથ શિંદે કોણ છે? શિવસેના અને રાજકારણમાં કેવો છે દબદબો? જાણો

રાતો રાત એકનાથ શિંદે ચર્ચામાં આવી ગયા

Eknath Shinde News - મહાવિકાસ અઘાડી સરકારમાં શહેરી વિકાસ મંત્રી એકનાથ શિંદેનો પાર્ટી હાઇકમાન્ડ સાથે સંપર્ક થઇ રહ્યો નથી, રાતો રાત એકનાથ શિંદે ચર્ચામાં આવી ગયા છે

મુંબઈ : મહારાષ્ટ્રમાં (maharashtra)શિવસેના અને ઉદ્ધવ ઠાકરે (uddhav thackeray)સરકાર પર એક મોટું સંકટ સામે આવી રહ્યું છે. મહાવિકાસ અઘાડી સરકારમાં શહેરી વિકાસ મંત્રી એકનાથ શિંદે (eknath shinde)સહિત શિવસેનાના ઘણા ધારાસભ્યોનો પાર્ટી હાઇકમાન્ડ સાથે સંપર્ક થઇ રહ્યો નથી. રાતો રાત એકનાથ શિંદે ચર્ચામાં આવી ગયા છે. અમે તમને જણાવી રહ્યા છે કે એકનાથ શિંદે કોણ છે અને મહારાષ્ટ્રના રાજકારણમાં તેમનો કેવો દબદબો છે.

શરૂઆતથી જ શિવસેના સાથે જોડાયેલા રહ્યા

એકનાથ શિંદેનો જન્મ 9 ફેબ્રુઆરી 1964ના રોજ થયો હતો. એકનાથ શિંદે શરૂઆતથી જ શિવસેના સાથે જોડાયેલા રહ્યા છે. એકનાથ શિંદેને સીએમ ઉદ્ધવ ઠાકરેના નજીકના માનવામાં આવતા હતા અને તેમને માતોશ્રી ના વફાદાર કહેવામાં આવતા હતા. માતોશ્રી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનું નિવાસસ્થાન છે.

1970-80ના દાયકામાં રાજનીતિમાં આવ્યા

1970-80ના દશકમાં મહારાષ્ટ્રમાં બાલાસાહેબ ઠાકરેનો ઘણો પ્રભાવ હતો. એકનાથ શિંદે તેમનાથી પ્રભાવિત હતા. 1980ના દાયકામાં શિવસેનામાં સામેલ થયા અને તેમને કિસાન નગર શાખાના પ્રમુખ બનાવ્યા હતા. ત્યારથી તે પાર્ટી દ્વારા સામાજિક અને રાજનીતિક મુદ્દાને લઇને ઘણા આંદોલનમાં સૌથી આગળ રહ્યા હતા.

આ પણ વાંચો - શિવસેનામાં વિદ્રોહ, 12 વોટ ક્યાં ગયા? ઉદ્ધવ ઠાકરેએ ઇમરજન્સી મિટિંગ બોલાવી

2004માં પ્રથમ વખત વિધાનસભામાં પહોંચ્યા

1997માં એકનાથ શિંદેને શિવસેનાએ ઠાણે નગર નિગમની ચૂંટણીમાં કોર્પોરેટરની ટિકિટ આપી હતી. તેમણે ભારે મતોથી જીત મેળવી હતી. 2004માં તેમને બાલાસાહેબ ઠાકરેએ ઠાણે વિધાનસભા ચૂંટણી લડવાની તક આપી હતી અને ભારે મતોથી વિજયી બન્યા હતા. 2014માં એકનાથ શિંદેને ધારાસભ્ય દળના નેતા અને મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતાના રુપમાં પસંદ થયા હતા. તે મહારાષ્ટ્ર વિધાનસભામાં સતત 4 વખત 2004, 2009, 2014 અને 2019માં ચૂંટાયા છે.

આ પણ વાંચો - એકનાથ શિંદે અને કેટલાક ધારાસભ્યો સંપર્કમાં નથી, MVA સરકાર પાડવાનું ષડયંત્ર : સંજય રાઉત
" isDesktop="true" id="1220557" >

છેલ્લા થોડા દિવસોથી નારાજ હતા

એકનાથ શિંદે શિવસેનાના મોટા નેતા છે. મહારાષ્ટ્રની રાજનીતિમાં તેમની સારી પકડ છે. તેઓ સારા રણનીતિકાર છે. તેમને વર્તમાન સીએમ ઉદ્ધવ ઠાકરેના નજીકના સાથી માનવામાં આવે છે. જોકે, છેલ્લા થોડા દિવસોથી તેઓ નારાજ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. બે વર્ષ પહેલા શિવસેનાએ નવેમ્બર 2019માં બીજેપીથી અલગ થવાનો અને મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-એનસીપી સાથે સરકાર બનાવવાનો નિર્ણય કર્યો તો એકનાથ શિંદે પાસે શિવસેના ધારાસભ્ય દળના નેતા બનવાની તક હતી. હાલ એકનાથ શિંદે મહાવિકાસ અઘાડી સરકારમાં શહેરી વિકાસ મંત્રી છે.
First published:

Tags: Maharashtra, Shivsena, Uddhav thackeray

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો