NEWS 18 સાથેની ખાસ વાતચીતમાં એકનાથ શિંદેએ કહ્યું- 46 ધારાસભ્યો મારી સાથે
એકનાથ શિંદેએ એ પણ દાવો કર્યો કે કુલ મળીને 46 શિવસેનાના અને 7-8 અપક્ષ ધારાસભ્યો મારી સાથે છે
Maharashtra political crisis - ન્યૂઝ 18 સાથે ખાસ વાતચીતમાં એકનાથ શિંદેએ કહ્યું- અમે બાલાસાહેબની હિન્દુત્વની લાઇનને ફોલો કરી રહ્યા છીએ. અમે તેમના હિન્દુત્વના એજન્ડાને આગળ લઇને જઇશું
મુંબઈ : મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજનીતિક ગતિરોધ (Maharashtra political crisis)વચ્ચે એકનાથ શિંદેએ (eknath shinde)ન્યૂઝ 18 સાથે ફોન પર ખાસ વાતચીત કરી છે. આ દરમિયાન તેમણે કહ્યું કે અમે લોકો શિવસેનામાં (shivsena)છીએ. અમે બાલાસાહેબના શિવસૈનિક છીએ. અમે તેમની હિન્દુત્વની લાઇનને ફોલો કરી રહ્યા છીએ. અમે તેમના હિન્દુત્વના એજન્ડાને આગળ લઇને જઇશું. પાર્ટી બનાવવાવું હજુ કશું નક્કી નથી. એકનાથ શિંદેને સવાલ કર્યો કે જો ઉદ્ધવ ઠાકરે તેમને પાછા બોલાવશે તો તમે જશો. તો તેમણે કહ્યું કે ઉદ્ધવ ઠાકરે સાથે મારી કોઇ વાત થઇ નથી.
આ સિવાય સવાલ કરવામાં આવ્યો કે સરકાર અલ્પમતમાં આવી ગઈ છે શું કરશો. આ સવાલ પર તેમણે કહ્યું હતું કે આ માટે આગળની રણનિતી નક્કી કરીશું. પાર્ટીમાં નારાજગી અને સાઇડ લાઇનને લઇને સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે આવું કશું જ નથી. એકનાથ શિંદેએ એ પણ દાવો કર્યો કે શિવસેનાના અને 7-8 અપક્ષ ધારાસભ્યો મળી કુલ 46 ધારાસભ્યો મારી સાથે છે.
સંજય રાઉતે ટ્વિટ કરીને કહ્યું- ભંગ થઇ શકે છે મહારાષ્ટ્ર વિધાનસભા.
બીજી તરફ શિવસેનાના સાંસદ અને પ્રવક્તા સંજય રાઉતે મહારાષ્ટ્ર વિધાનસભા ભંગ થઇ શકે તેનો સંકેત આપ્યો છે. સંજય રાઉતે ટ્વિટ કરીને કહ્યું કે ભંગ થઇ શકે છે મહારાષ્ટ્ર વિધાનસભા.
એકનાથ શિંદે શિવસેનાના મોટા નેતા છે. મહારાષ્ટ્રની રાજનીતિમાં તેમની સારી પકડ છે. તેઓ સારા રણનીતિકાર છે. તેમને વર્તમાન સીએમ ઉદ્ધવ ઠાકરેના નજીકના સાથી માનવામાં આવે છે. જોકે, છેલ્લા થોડા દિવસોથી તેઓ નારાજ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. બે વર્ષ પહેલા શિવસેનાએ નવેમ્બર 2019માં બીજેપીથી અલગ થવાનો અને મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-એનસીપી સાથે સરકાર બનાવવાનો નિર્ણય કર્યો તો એકનાથ શિંદે પાસે શિવસેના ધારાસભ્ય દળના નેતા બનવાની તક હતી. હાલ એકનાથ શિંદે મહાવિકાસ અઘાડી સરકારમાં શહેરી વિકાસ મંત્રી છે.
શિવસેનાથી બળવો કરીને મહારાષ્ટ્રની (Maharashtra)મહાવિકાસ અઘાડી સરકારને સંકટમાં મુકનાર વરિષ્ઠ મંત્રી એકનાથ શિંદે સહિત 30થી વધારે ધારાસભ્યોને અસમના ગુવાહાટીમાં લઇ જવામાં આવ્યા છે. સુરતની એહ હોટલમાં રાખવામાં આવેલા લગભગ 30થી વધારે ધારાસભ્યો (shivsena mla)વિશેષ વિમાન દ્વારા અસમના ગુવાહાટીમાં લઇ જવામાં આવ્યા છે. અસમમાં હાલ ભાજપાની સરકાર છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર