Maharashtra political crisis - એકનાથ શિંદેએ કામાખ્યા મંદિરમાં પૂજા કર્યા પછી કહ્યું - મહારાષ્ટ્રની શાંતિ અને ખુશી માટે પ્રાર્થના કરવા આવ્યા છીએ. ફ્લોર ટેસ્ટ માટે કાલે મુંબઈ જઇશ અને બધી પ્રક્રિયાઓનું પાલન કરીશ
મુંબઈ : મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજનીતિક સંકટ (Maharashtra political crisis)વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી (bhagat singh koshyari)એ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)સરકારને કાલે એટલે કે 30 તારીખે ફ્લોર ટેસ્ટ માટે બોલાવ્યા છે. એકનાથ શિંદે જૂથના ધારાસભ્યો ગોવાહાટીથી ગોવા શિફ્ટ થશે.
બીજી તરફ શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદે અને અન્ય ધારાસભ્યોએ ગુવાહાટીમાં આવેલા પ્રખ્યાત કામાખ્યા મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. એકનાથ શિંદેએ કામાખ્યા મંદિરમાં પૂજા કર્યા પછી કહ્યું કે તે મહારાષ્ટ્રની શાંતિ અને ખુશી માટે પ્રાર્થના કરવા આવ્યા છે. ફ્લોર ટેસ્ટ માટે કાલે મુંબઈ જઇશ અને બધી પ્રક્રિયાઓનું પાલન કરીશ.
દેવેન્દ્ર ફડણવીસે ફ્લોર ટેસ્ટ કરાવવાની માંગણી કરી હતી
પહેલા 8 અપક્ષ ધારાસભ્યોએ આધિકારિક ઇ-મેઇલ આઈડીથી રાજ્યપાલને ઇ-મેઇલ મોકલીને ઝડપથી ફ્લોર ટેસ્ટ કરાવવાની માંગણી કરી હતી. આ પછી વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે રાજ્યપાલ પાસે આવી જ માંગણી કરી હતી.
રાજ્યપાલ સાથે મુલાકાત પછી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે રાજ્યપાલ જી ને અમે કહ્યું છે કે રાજ્યની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે તેમાં 39 ધારાસભ્યો શિવસેનામાંથી બહાર છે અને સ્પષ્ટ છે કે તે સરકારમાં રહેવા માંગતા નથી. અમે રાજ્યપાલને જી ને કહ્યું છે કે સરકાર અલ્પમતમાં જોવા મળે છે તેથી તાત્કાલિક આદેશ આપો કે મુખ્યમંત્રી ફ્લોર ટેસ્ટમાં પોતાની બહુમતિ સાબિત કરે.
ભાજપામાં ઉચ્ચ પદસ્થ સૂત્રોએ કહ્યું કે વિલય આવશ્યક નથી કારણ કે શિંદે જૂથ મૂળ શિવસેના છે. તેમણે કહ્યું કે શિવસેના વિભાજિત થઇ ગઈ છે અને એકનાથ શિંદે પાસે બહુમત છે. જેથી તે મૂળ શિવસેના છે. શિંદે રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) સાથે જવાની અફવો વિશે સૂત્રોએ કહ્યું કે તે (બળવાખોર ધારાસભ્યો)ક્યારેય જશે નહીં.
શું ફ્લોર ટેસ્ટ દરમિયાન ડિપ્ટી સ્પીકર વિપક્ષની રણનીતિ ખરાબ કરી શકે છે?
બીજેપીના સૂત્રોએ કહ્યું કે ડિપ્ટી સ્પીકર આવું કશું જ કરવાની હિંમત નહીં કરે જે કાનૂનની વિરુદ્ધમાં હોય. જો આવું કશુંક કરશે તો રાજ્યપાલ એક પ્રોટેમ સ્પીકરની નિમણુક કરી શકે છે. ઉદ્ધવ સરકાર કાનૂની રુપથી મામલા પર કાર્યવાહી કરી શકે છે તેના પર સૂત્રએ કહ્યું કે જો આવું થાય તો તે આમ કરશે પણ અમે તેના માટે તૈયાર રહીશું.
" isDesktop="true" id="1223280" >
બળવાખોર ધારાસભ્યોની સુરક્ષા ચિંતાનો વિષય?
સૂત્રોએ જણાવ્યું કે બળવાખોર ધારાસભ્યોની જાનમાલની રક્ષાની જવાબદારી હવે મહારાષ્ટ્ર સરકારની છે. સૂત્રોએ એ પણ કહ્યું કે સીએમ ઉદ્ધવ ઠાકરે 21 જૂને રાજીનામું આપવા માંગતા હતા પણ શરદ પવારે તેમને રોક્યા હતા. તેમણે 22 તારીખે ફરીથી પદ છોડવાનો નિર્ણય કર્યો હતો પણ શરદ પવારે ફરીથી રોકી લીધા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર