Home /News /national-international /મહારાષ્ટ્રમાં ઝડપથી થઇ શકે છે ફ્લોર ટેસ્ટ, BJP શિંદે જૂથ સાથે કરી રહી છે સરકાર બનાવવાની તૈયારી : સૂત્ર

મહારાષ્ટ્રમાં ઝડપથી થઇ શકે છે ફ્લોર ટેસ્ટ, BJP શિંદે જૂથ સાથે કરી રહી છે સરકાર બનાવવાની તૈયારી : સૂત્ર

ભારતીય જનતા પાર્ટી સોમવારે સુપ્રીમ કોર્ટના આદેશ પછી ઉત્સાહિત છે અને શિવસેનાના એકનાથ શિંદે જૂથ સાથે મળીને સરકાર બનાવવાનો વિશ્વાસ છે (File pic: PTI)

Maharashtra political crisis - સૂત્રોએ જણાવ્યું કે ઉદ્ધવ ઠાકરે સરકારના ફ્લોર ટેસ્ટની માંગણી 12 જુલાઇ પહેલા કરી શકાય છે. જે સુપ્રીમ કોર્ટમાં સુનાવણીની આગામી તારીખ છે

મુંબઈ : સુપ્રીમ કોર્ટે (Supreme Court)મહારાષ્ટ્રના (Maharashtra political crisis)બળવાખોર ધારાસભ્યોને ડિપ્ટી સ્પીકરના નોટિસનો જવાબ આપવા માટે 12 જુલાઇ સુધીનો સમય આપ્યો છે. સૂત્રોનું કહેવું છે કે ઉદ્ધવ ઠાકરેના (uddhav thackeray)નેતૃત્વવાળી મહાવિકાસ અઘાડી સરકારને જલ્દીથી વિધાનસભા પટલ પર પોતાની બહુમતી સાબિત કરવી પડશે. તેમના મતે મહારાષ્ટ્રના (Maharashtra)રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી (bhagat singh koshyari)રાજ્યમાં ચાલી રહેલા રાજનીતિક અસ્થિરતાની સ્વત: સંજ્ઞાન લઇને ફ્લોર ટેસ્ટનો (floor test)આદેશ આપી શકે છે. ભારતીય જનતા પાર્ટી સોમવારે સુપ્રીમ કોર્ટના આદેશ પછી ઉત્સાહિત છે અને શિવસેનાના એકનાથ શિંદે (eknath shinde)જૂથ સાથે મળીને સરકાર બનાવવાનો વિશ્વાસ છે.

ઉચ્ચ પદસ્થ સૂત્રોએ જણાવ્યું કે ઉદ્ધવ ઠાકરે સરકારના ફ્લોર ટેસ્ટની માંગણી 12 જુલાઇ પહેલા કરી શકાય છે. જે સુપ્રીમ કોર્ટમાં સુનાવણીની આગામી તારીખ છે. શિંદે સમૂહ કેટલાક ટેકનિક મુદ્દા પર વરિષ્ઠ વકીલો સાથે ચર્ચા કરી રહ્યા છે અને તેને જલ્દી ઉકેલી દેવામાં આવશે. અન્ય વિકલ્પોમાં એકનાથ શિંદે જૂથ અથવા ભાજપા દ્વારા શક્તિ પરિક્ષણની માંગ કરવી સામેલ છે. જોકે સૂત્રોએ કહ્યું કે રાજ્યપાલ દ્વારા ફ્લોર ટેસ્ટ માટે વિધાનસભા સત્ર બોલાવવાની સંભાવના વધારે છે.

શું શિંદે જૂથનો કોઇ અન્ય દળમાં વિલય એક વિકલ્પ છે?

ભાજપામાં ઉચ્ચ પદસ્થ સૂત્રોએ કહ્યું કે વિલય આવશ્યક નથી કારણ કે શિંદે જૂથ મૂળ શિવસેના છે. તેમણે કહ્યું કે શિવસેના વિભાજિત થઇ ગઈ છે અને એકનાથ શિંદે પાસે બહુમત છે. જેથી તે મૂળ શિવસેના છે. શિંદે રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) સાથે જવાની અફવો વિશે સૂત્રોએ કહ્યું કે તે (બળવાખોર ધારાસભ્યો)ક્યારેય જશે નહીં.

આ પણ વાંચો - પીએમ મોદીને મળવા આતુર જણાયા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન, Video વાયરલ

શું ફ્લોર ટેસ્ટ દરમિયાન ડિપ્ટી સ્પીકર વિપક્ષની રણનીતિ ખરાબ કરી શકે છે?

બીજેપીના સૂત્રોએ કહ્યું કે ડિપ્ટી સ્પીકર આવું કશું જ કરવાની હિંમત નહીં કરે જે કાનૂનની વિરુદ્ધમાં હોય. જો આવું કશુંક કરશે તો રાજ્યપાલ એક પ્રોટેમ સ્પીકરની નિમણુક કરી શકે છે. ઉદ્ધવ સરકાર કાનૂની રુપથી મામલા પર કાર્યવાહી કરી શકે છે તેના પર સૂત્રએ કહ્યું કે જો આવું થાય તો તે આમ કરશે પણ અમે તેના માટે તૈયાર રહીશું.
" isDesktop="true" id="1222917" >

બળવાખોર ધારાસભ્યોની સુરક્ષા ચિંતાનો વિષય?

સૂત્રોએ જણાવ્યું કે બળવાખોર ધારાસભ્યોની જાનમાલની રક્ષાની જવાબદારી હવે મહારાષ્ટ્ર સરકારની છે. સૂત્રોએ એ પણ કહ્યું કે સીએમ ઉદ્ધવ ઠાકરે 21 જૂને રાજીનામું આપવા માંગતા હતા પણ શરદ પવારે તેમને રોક્યા હતા. તેમણે 22 તારીખે ફરીથી પદ છોડવાનો નિર્ણય કર્યો હતો પણ શરદ પવારે ફરીથી રોકી લીધા હતા.
First published:

Tags: Maharashtra, Shivsena, Uddhav thackeray