મહારાષ્ટ્ર: વપરાયેલા માસ્કમાંથી ગાદલા બનાવતી ફેક્ટરી ઝડપાઈ, માલિક સામે ગુનો દાખલ

મહારાષ્ટ્ર: વપરાયેલા માસ્કમાંથી ગાદલા બનાવતી ફેક્ટરી ઝડપાઈ, માલિક સામે ગુનો દાખલ
ફેક્ટરી પર પોલીસના દરોડા.

ફેક્ટરી ખાતે જઈને પોલીસે જોયું તો અહીં વપરાયેલા માસ્કમાંથી ગાદલા બનાવવામાં આવી રહ્યા હતા.

  • Share this:
    જલગાંવ: દેશમાં હાલ કોરોનાનો કહેર (Coronavirus- India) ચાલી રહ્યો છે. કોરોનાથી બચવા માટે માસ્ક ખૂબ જરૂરી છે. જોકે, માસ્ક (Mask)ના નિકાલ અંગે લોકોમાં જોઈએ એટલી જાગૃતિ નથી. લોકો રસ્તાઓ પર અને જાહેર જગ્યાઓ પર માસ્ક ફેંકી દેવા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. આ દરમિયાન મહરાષ્ટ્ર (Maharashtra)માંથી જે બનાવ સામે આવ્યો છે તે ખરેખર ચોંકાવનારો છે. મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લા (Jalgaon district)માં પોલીસે એક ફેક્ટરી (Factory) પર દરોડો કર્યો છે. આ ફેક્ટરી ગાદલા બનાવવા માટે કપાસ (રૂ) કે અન્ય મટિરિયલનો ઉપયોગ કરવાને બદલે વપરાયેલા માસ્કનો ઉપયોગ કરી રહી હતી.

    એનડીટીવીના રિપોર્ટ પ્રમાણે દરોડા દરમિયાન ફેક્ટરી ખાતેથી માસ્કની ગાસડીઓ મળી આવી છે. MIDC (Maharashtra Industrial Development Corporation) પોલીસને બાતમી મળી હતી કે જલગાંવ ખાતે આવું કોઈ રેકેટ ચાલી રહ્યું છે.



    આ પણ વાંચો: લૉકડાઉનમાં નોકરી ગુમાવતા BPO કંપનીમાં કામ કરતો યુવક બની ગયો મેલ એસ્કોર્ટ, પત્નીને ખબર પડી તો આવી આફત

    બનાવ બાદ પોલીસ ફેક્ટરી પર પહોંચી હતી. ફેક્ટરી ખાતે જઈને પોલીસે જોયું તો અહીં વપરાયેલા માસ્કમાંથી ગાદલા બનાવવામાં આવી રહ્યા હતા. જે બાદમાં પોલીસે માસ્ક ભરેલી ગાસડીઓ જપ્ત કરી હતી અને તેમને આગ ચાંપી દીધી હતી. આ ઉપરાંત પોલીસે ફેક્ટરીના માલિક સામે ગુનો દાખલ કર્યો છે. હાલ પોલીસ આ મામલે વધારે તપાસ કરી રહી છે.



    આ પણ વાંચો: અમદાવાદ: દીકરીના જન્મને અપશુકનિયાળ ગણાવી પતિ અને સાસરિયાઓએ પરિણીતાને કાઢી મૂકી

    ASP ચંદ્રકાંત ગવાલીએ એનડીટીવી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "એમઆઈડીસીના કુસુમ્બા ગામ ખાતે જ્યારે પોલીસ અધિકારીઓ પહોંચ્યા ત્યારે ફેક્ટરી ખાતે વપરાયેલા માસ્કમાંથી ગાદલા તૈયાર કરવામાં આવી રહ્યા હતા. આ મામલે ફેક્ટરી માલિક અમજદ અહમદ મન્સૂરી સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ રેકેડમાં અન્ય કોઈ લોકો સામેલ છે કે કેમ તેની પોલીસ તપાસ કરી રહી છે."

    આ પણ વાંચો: ફોર્ચ્યુનર કાર ચાલકે પિતા-પુત્રને ફૂટબોલની જેમ હવામાં ફંગોળ્યા, જુઓ હચમચાવી દેતા અકસ્માતની તસવીરો

    મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસ:

    મહારાષ્ટ્રમાં હાલ કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. હાલત એટલી ખરાબ છે કે અહીં આંશિક લૉકડાઉન લગાવવું પડ્યું છે. અહીં પૂર્ણ લૉકડાઉન લગાવવામાં આવે તેવી પણ પરિસ્થિતિ છે. મંગળવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે અહીં અત્યારસુધી કુલ 34,58,996 દર્દી નોંધાઈ ચૂક્યા છે. હાલ મહારાષ્ટ્રમાં 5,66,278 એક્ટિવ દર્દી છે. છેલ્લા 24 લાકમાં અહીં 51,751 નવા દર્દી નોંધાયા છે. જેની સામે 52,312 દર્દી સાજા થયા છે. મહારાષ્ટ્રમાં સાજા થવાનો દર 81.9 ટકા છે. કોરોનાને કારણે અહીં કુલ 58,245લ લોકોનાં મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં અહીં 258 દર્દીનાં મોત થાય છે.
    Published by:Vinod Zankhaliya
    First published:April 13, 2021, 10:10 IST

    ટૉપ ન્યૂઝ