Home /News /national-international /

Raj Thackeray News: રાજ ઠાકરેની ચેતવણીથી મહારાષ્ટ્ર પોલીસ એલર્ટ પર, બધાની રજાઓ રદ, SRPF ની 87 કંપનીઓ તૈનાત

Raj Thackeray News: રાજ ઠાકરેની ચેતવણીથી મહારાષ્ટ્ર પોલીસ એલર્ટ પર, બધાની રજાઓ રદ, SRPF ની 87 કંપનીઓ તૈનાત

ડીજીપી રજનીશ સેઠે કહ્યું કે પોલીસ કાનૂન અને વ્યવસ્થા બનાવી રાખવા માટે પુરી રીતે તૈયાર છે.

maharashtra News: રાજ ઠાકરેએ રેલીમાં ચેતવણી આપતા કહ્યું હતું કે 3 મે સુધી મસ્જિદોમાંથી લાઉડસ્પીકરને હટાવવામાં આવશે નહીં તો અમારા માણસો જે કશું પણ કરશે તેના માટે અમે જવાબદાર નથી. અમને ખબર નથી કે 4 મે ના રોજ શું થશે

    મુંબઈ : મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેની (Raj Thackeray)ચેતવણી પછી મહારાષ્ટ્ર પોલીસ (maharashtra police)એલર્ટ પર આવી ગઈ છે. રાજ્યમાં બધા પોલીસની રજાઓ કેન્સલ કરી દેવામાં આવી છે. કોઇપણ ઇમરજન્સી સ્થિતિથી નિપટવા માટે એલર્ટ અને તૈયાર રહેવાનો નિર્દેશ આપ્યો છે. મહારાષ્ટ્રના (maharashtra) ડીજીપી રજનીશ સેઠે એનડીટીવીને આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર પોલીસ પુરી રીતે એલર્ટ પર છે અને કોઇપણ ઇમરજન્સી સ્થિતિથી નિપટવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે એમએનએસ પ્રમુખ રાજ ઠાકરેના ભાષણોની તપાસ કરવામાં આવી રહી છે અને જો જરુર પડી તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

    30 હજાર હોમ ગાર્ડ તૈનાત

    ડીજીપી રજનીશ સેઠે કહ્યું કે પોલીસ કાનૂન અને વ્યવસ્થા બનાવી રાખવા માટે પુરી રીતે તૈયાર છે. જે પણ કાનૂન વ્યવસ્થાને પોતાના હાથમાં લેવાનો પ્રયત્ન કરશે તો તેમની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. રજનીશ સેઠ રાજ ઠાકરેની 3 તારીખની ડેડલાઇન પર બોલી રહ્યા હતા. તેમણે કહ્યું કે રાજ્ય પોલીસ એલર્ટ અને રેડી મોડમાં છે. રાજ્ય પોલીસ કોઇપણ પ્રકારની વ્યવસ્થા બનાવી રાખવાની ક્ષમતા રાખે છે. તેમણે કહ્યું કે લો એન્ડ ઓર્ડર બનાવી રાખવા માટે પોલીસ જવાબદાર રહેશે અને કોઇને કાયદો પોતાના હાથમાં લેવા દેવામાં આવશે નહીં. જે પણ લો એન્ડ ઓર્ડરમાં વિધ્નરૂપ બનશે તેની સામે સખત કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

    આ પણ વાંચો - Raj thackeray: શું 'શિવસેનાના હિન્દુત્વ'ને પચાવી જશે રાજ ઠાકરે? તૈયારી તો આવી જ છે MNS ચીફની

    તેમણે બધા લોકોને શાંતિની અપીલ કરી છે. બધા પોલીસકર્મીઓને એલર્ટ કરી દીધા છે. જેથી તેમની રજાઓ પણ રદ કરી દેવામાં આવી છે. આટલું જ નહીં સ્ટેટ રિઝર્વ પોલીસ બળની 87 કંપનીઓ અને હોમગાર્ડના 30 હજાર જવાનોને રાજ્યમાં તૈનાત કરવામાં આવ્યા છે.

    કાનૂની કાર્યવાહી પર વિચાર

    રાજ ઠાકરેએ એક મે ના રોજ ઔરંગાબાદમાં રેલીને સંબોધિત કરી હતી. આ રેલીમાં તેમણે ચેતવણી આપતા કહ્યું હતું કે 3 મે સુધી મસ્જિદોમાંથી લાઉડસ્પીકરને હટાવવામાં આવશે નહીં તો અમારા માણસો જે કશું પણ કરશે તેના માટે અમે જવાબદાર નથી. અમને ખબર નથી કે 4 મે ના રોજ શું થશે. જો લોકો પ્રેમથી નહીં સમજે તો અમે મહારાષ્ટ્રની તાકાત બતાવીશું. રાજ્ય પોલીસ પ્રમુખના આદેશ પછી આ ભાષણને ભડકાઉ માનતા ઔરંગાબાદ પોલીસે રાજ ઠાકરે સામે કેસ નોંધ્યો છે. પોલીસ પ્રમુખ રજનીશ સેઠે કહ્યું કે જો ભાષણમાં આપત્તિજનક હશે તો પોલીસ કાનૂની કાર્યવાહી પર વિચાર કરી શકે છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Maharashtra, Maharashtra police, Shiv sena, રાજ ઠાકરે

    આગામી સમાચાર