મહારાષ્ટ્રઃ સુરત આવી રહેલાં સાધુઓનું પાલઘરમાં મૉબ લિન્ચિંગ, 110 લોકોની ધરપકડ

મહારાષ્ટ્રઃ સુરત આવી રહેલાં સાધુઓનું પાલઘરમાં મૉબ લિન્ચિંગ, 110 લોકોની ધરપકડ
બે સાધુ અને ડ્રાઇવરને ચોર સમજી 200 લોકોના ટોળાએ મારઝૂડ કરી હત્યા, ઝડપાયેલા 110 લોકોમાં 9 સગીર

બે સાધુ અને ડ્રાઇવરને ચોર સમજી 200 લોકોના ટોળાએ મારઝૂડ કરી હત્યા, ઝડપાયેલા 110 લોકોમાં 9 સગીર

 • Share this:
  મુંબઈઃ મહારાષ્ટ્રના પાલઘર (Palghar)માં બે સાધુ સહિત ત્રણ લોકો સાથે મૉબ લિન્ચિંગ (Mob Lynching)ના મામલામાં એફઆઈઆર (FIR) નોંધીને 110 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમાંથી 101 લોકોને 30 એપ્રિલ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે, જ્યારે 9 સગીરોને જુવેનાઇનલ સેન્ટર હોમ ખાતે મકોલી દેવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કાર્યાલય (CMO Maharashtra)એ ટ્વિટ કરીને આ જાણકારી આપી.

  મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કાર્યાલયે ટ્વિટ કર્યું કે, પાલઘરની ઘટના પર કાર્યવાહી કરવામાં આવી છે, જેઓએ બે સાધુ, એક ડ્રાઇવર અને પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હતો, પોલીસે ઘટનાના દિવસે જ તે તમામ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ અપરાધ અને શરમજનક કૃત્યના અપરાધીઓને આકરી સજા આપવામાં આવશે.




  નોંધનીય છે કે, પાલઘર જિલ્લામાં લગભગ 200 લોકોની ભીડે ચોર હોવાની આશંકામાં ત્રણ લોકોની મારઝૂડ કરીને હત્યા કરી દીધી હતી. બાદમાં તેમાંથી બે લોકો સાધુ હોવાની પુષ્ટિ થઈ હતી જ્યારે ત્રીજી વ્યક્તિ ડ્રાઇવર હોવાનું સામે આવ્યું. આ ઘટના તે સમયે બની જ્યારે ગુરુવારની રાત્રે આ લોકો મુંબઈના કાંદીવલીથી કારમાં સવાર થઈને ગુજરાત જઈ રહ્યા હતા. ઘટનનાને લઈ વિપક્ષ, ઉદ્ધવ સરકાર પર સતત આક્ષેપો કરી રહ્યું છે.

  આ પણ વાંચો, લૉકડાઉનમાં હત્યાઃ ઘરના દરવાજા પાસે નીંદર માણતા યુવા ખેડૂતની ગોળી મારી હત્યા

  પોલીસ મુજબ, ટોળાએ ઇકો વેનમાં બેઠેલા બંને સાધુ અને તેમના ડ્રાઇવરને ચોર સમજીને તેમનું મૉબ લિન્ચિંગ કરી દીધું. મૃતકોની ઓળખ સુશીલ ગિરિ મહારાજ, ચિકને મહારાજ કલ્પવરૂક્ષગિરી અને ડ્રાઇવર નીલેશ તેલગાડે તરીકે થઈ છે.

  ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ

  રાજ્યના ગૃહ મંત્રી અનિલ દેશમુખે રવિવારે તપાસના આદેશ આપવાની જાણકારી આપતાં આ ઘટનાને કોઈ સાંપ્રદાયિક રંગ ન આપવાની પણ ચેતવણી આપી. દેશમુખે ટ્વિટ કર્યું કે, સુરત જઈ રહેલા ત્રણ લોકોની પાલઘરમાં થયેલી હત્યામાં સામેલ 101 લોકોને પોલીસે કસ્ટડીમાં લઈ લીધા છે. હત્યાના મામલામાં મેં ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે.


  અનિલ દેશમુખે કહ્યું કે, પોલીસ આવા લોકો પર નજર રાખી રહી છે જે આ ઘટના દ્વારા સમાજમાં વૈમનસ્ય ઊભું કરવા માંગે છે. તેઓએ કહ્યું કે, પાલઘરની ઘટનામાં જે લોકો માર્યા ગયા અને જેઓએ હુમલો કર્યો, તે અલગ-અલગ ધર્મોના નથી.

  આ પણ વાંચો, લૉકડાઉનમાં ફોટો શૂટ કરાવવા જતા યુવકે બાઇક સવારે મારી ગોળી, હાલત ગંભીર
  Published by:News18 Gujarati
  First published:April 20, 2020, 07:39 IST

  ટૉપ ન્યૂઝ