Corona In Maharashtra: મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર, 28 માર્ચથી આખા રાજ્યમાં નાઇટ કર્ફ્યૂ

(ફોટો સાભાર- News18 English)

સીએમ ઉદ્ધવ ઠાકરેએ ચેતવણી જાહેર કરી છે કે જો દર્દીઓની સંખ્યા ઓછી નહીં થાય તો નિયમોને વધારે સખત કરવામાં આવશે

  • Share this:
    મુંબઈ : મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર વધવાના કારણે રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આખા રાજ્યમાં 28 માર્ચથી નાઇટ કર્ફ્યૂ લગાવવાનો નિર્ણય કર્યો (Night Curfew In Maharashtra Latest News) છે. સીએમ ઉદ્ધવ ઠાકરેએ લોકોને કોરોના ગાઇડલાઇન્સ માનવાની અપીલ કરી હતી પણ કોરોના સંક્રમણમાં ઘટાડો થયો નથી. રાજ્યમાં રાત્રે 8 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે.

    શુક્રવારે સીએમે બધા જિલ્લા અધિકારીઓ સાથે બેઠક કરી અને તે પછી નિર્ણય કરવામાં આવ્યો કે લોકડાઉનના બદલે નિયમ સખત કરવામાં આવે જેથી રાજ્ય સરકારે રવિવાર રાતથી નાઇટ કર્ફ્યૂ લગાવવાનો નિર્ણય કર્યો છે. સીએમે કોરોના નિયમોનું પાલનને લઇને પણ આદેશ જાહેર કર્યા છે. સીએમે ચેતવણી જાહેર કરી છે કે જો દર્દીઓની સંખ્યા ઓછી નહીં થાય તો નિયમોને વધારે સખત કરવામાં આવશે. તેમણે આદેશ આપ્યો છે કે મોલ્સ, બાર અને હોટલ્સ માટે બનાવેલા નિયમોનું યોગ્ય રીતે પાલન થઈ રહ્યું છે કે નહીં તેની તપાસ કરવામાં આવે.

    આ પણ વાંચો - રાજ્યમાં પ્રથમ વખત એક દિવસમાં કોરોનાના 2000થી વધારે કેસ, અમદાવાદ, સુરતમાં સ્થિતિ ચિંતાજનક

    આ પહેલા રાજ્યના ઉપ મુખ્યમંત્રી અજિત પવારે લોકોને સખત લોકડાઉનની બચવા માટે સામાજિક દૂરી અને માસ્કના માનદંડોને કડકાઇથી પાલન કરવાની ચેતવણી આપી હતી.

    ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં શુક્રવારે 36902 કેસ સામે આવ્યા છે.
    Published by:Ashish Goyal
    First published: