મહારાષ્ટ્ર : 17 નવેમ્બરે શરદ પવાર અને સોનિયા ગાંધી વચ્ચે બેઠક, શિવસેના સાથે ગઠબંધન પર ચર્ચાની સંભાવના

News18 Gujarati
Updated: November 16, 2019, 8:40 AM IST
મહારાષ્ટ્ર : 17 નવેમ્બરે શરદ પવાર અને સોનિયા ગાંધી વચ્ચે બેઠક, શિવસેના સાથે ગઠબંધન પર ચર્ચાની સંભાવના
ન્યૂઝ18 ક્રિએટિવ

News18ના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ત્રણ પક્ષ વચ્ચે જે સમજુતી થઈ છે તે પ્રમાણે મહારાષ્ટ્રમાં પાંચ વર્ષ સુધી શિવસેનાનો જ મુખ્યમંત્રી રહેશે. જ્યારે કૉંગ્રેસ અને એનસીપીના ખાતામાં એક-એક નાયબ મુખ્યમંત્રીનું પદ આવશે.

  • Share this:
મુંબઈ : મહારાષ્ટ્રમાં 12 નવેમ્બરથી રાષ્ટ્રપતિ સાશન (President's Rule) લાગૂ છે. આ વચ્ચે શિવસેના, કૉંગ્રેસ (Congress) અને એનસીપી (NCP) વચ્ચે સરકાર બનાવવા માટે સહમતિ બની રહી હોવાનું લાગી રહ્યું છે. શુક્રવારે એનસીપીએ સ્પષ્ટ કરી દીધું છે કે જો સરકાર બનશે તો મુખ્યમંત્રી પાંચ વર્ષ માટે શિવસેના પાર્ટીમાંથી જ રહેશે. જ્યારે 17 નવેમ્બરના રોજ કૉમન મિનિમમ પ્રોગ્રામ (Common Minimum Programe) પર અંતિમ મહોર લગાવવા માટે એનસીપીના વડા શરદ પવાર અને કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષા સોનિયા ગાંધી (Sonia Gandhi) વચ્ચે એક બેઠક મળશે.

News18ના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ત્રણ પક્ષ વચ્ચે જે સમજુતી થઈ છે તે પ્રમાણે મહારાષ્ટ્રમાં પાંચ વર્ષ સુધી શિવસેનાનો જ મુખ્યમંત્રી રહેશે. જ્યારે કૉંગ્રેસ અને એનસીપીના ખાતામાં એક-એક નાયબ મુખ્યમંત્રીનું પદ આવશે. આ દરમિયાન કૉંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge)નું એક નિવેદન પણ સામે આવ્યું છે.

કૉંગ્રેસ એકલી બધુ નક્કી ન કરી શકે : ખડગે

મલ્લિકાર્જુન ખડગેનું કહેવું છે કે કૉંગ્રેસ એકલી બધુ નક્કી ન કરી શકે. એનસીપી પ્રમુખ શરદ પવાર અને કૉંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી 17 નવેમ્બરના રોજ બેઠક કરશે અને આગળની રણનીતિ નક્કી કરશે. બંને નેતા નક્કી કરશે કે મહારાષ્ટ્રની આ સમસ્યાનું સમાધાન કેવી રીતે લાવવું. બેઠક બાદ જ કોઈ પગલું ભરવામાં આવશે. બંને નેતાઓ સાથે બેસીને ચર્ચા કરશે ત્યાર બાદ જ રાજનીતિક રણનીતિ તૈયાર કરવામાં આવશે. આ નીતિને લાગૂ કરીને તેનું પાલન કરવામાં આવશે.

બેઠક દરમિયાન આ વાત પર ચર્ચા થઈ શકે છે

કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને શરદ પવાર વચ્ચે નવી દિલ્હીમાં બેઠક યોજાશે. આ બેઠકમાં મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા અને શિવસેના સાથે ગઠબંધન પર ચર્ચા થશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કૉંગ્રેસ અને એનસીપી શિવસેના સાથે એક મિનિમમ કૉમન પ્રોગ્રામ બનાવવા અંગે ચર્ચા કરશે. હજી સુધી એવું સ્પષ્ટ નથી થયું કે મિનિમમ કૉમન પ્રોગ્રામને અંતિમ સ્વરૂપ આપવા માટે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે બંને નેતાઓને મળશે કે નહીં.શિવસેનાનો સીએમ હશે

એનસીપીના વડા શરદ પવારે શુક્રવારે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ત્રણ પક્ષની સરકાર પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરશે. એનસીપીએ એવું પણ સ્પષ્ટ કરી દીધું કે ગઠબંધનનું નેતૃત્વ શિવસેના કરશે. મુખ્યમંત્રી પદ માટે ભાજપા અને શિવસેના વચ્ચે ભાગીદારી નથી બની શકી. કૉંગ્રેસ, એનસીપી અને શિવસેનાનું એક પ્રતિનિધિ મંડળ શનિવારે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળશે. જોકે, ત્રણેય દળના નેતાઓનું કહેવું છે કે તેઓ વરસાદને કારણે પ્રભાવિત થયેલા ખેડૂતોને તાત્કાલિક સહાયતની માંગણી કરવા માટે રાજ્યપાલ સાથે મુલાકાત કરશે.
First published: November 16, 2019
વધુ વાંચો
अगली ख़बर