મુંબઇની હોસ્પિટલની બેદરકારી સામે આવી 14 દિવસ સુધી બાથરૂમમાં સડતો રહ્યો દર્દીનો મૃતદેહ

મુંબઇની હોસ્પિટલની બેદરકારી સામે આવી 14 દિવસ સુધી બાથરૂમમાં સડતો રહ્યો દર્દીનો મૃતદેહ
પ્રતિકાત્મક તસવીર

એક વોર્ડ બોયનું ધ્યાન પડ્યું કે ત્રણ દિવસથી ટોયલેટની આ કેબ બંધ છે અને તેમાંથી દુર્ગંધ આવે છે. તેણે દિવાલ ચડીને જોઇનો સડેલી લાશ પડી હતી.

  • Share this:
    મુંબઇમાં કોરોના વાયરસ દર્દીની મોતને લઇને એક દર્દનાક ઘટના સામે આવી છે. મુંબઇની એક ટીવી હોસ્પિટલમાં 14 દિવસ પહેલા જ 27 વર્ષીય એક કોરોના વાયરસ સંક્રમિત યુવક ગુમ થયો હતો. તેને ટીબીની બિમારી હતી. હવે 14 દિવસ પછી તેનો મૃતદેહ ટોયલેટમાંથી મળ્યો છે. 14 દિવસ સુધી તેનો મૃતદેહ બાથરૂમમાં સડતો રહ્યો અને કોઇ તેની ભાળ કાડવા માટે પણ ના આવ્યું. ના જ કોઇને આટલા દિવસ સુધી આ મામલે ખબર પડી. આ ઘટના સામે આવતા જ હોસ્પિટલ પ્રસાશન પર પણ અનેક સવાલ ઊભા થયા છે.

    જાણકારી મુજબ આ રીતે મૃતદેહ મળવાની ઘટના સામે આવ્યા પછી બીએમસીએ પણ સખ્તાઇ બતાવી છે. બીએમસીની તરફથી આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. સાથે જ હોસ્પિટલના લગભગ 40 કર્મચારીઓને નોટિસ પણ જાહેર કરવામાં આવી છે. આ તે લોકો છે જે વાર્ડમાં ડ્યૂટી કરતા હતા. જ્યાંથી શબ મળ્યો છે. તેવામાં એ દાવાની પણ પોલ ખુલી છે કે કોવિડ સમયમાં હોસ્પિટલના ટોયલેટને નિયમિત રૂપે સાફ કરવામાં આવે છે.



    વળી તે વાત પણ સામે આવી છે કે આ યુવકની મૃત્યુ કંઇ પરિસ્થિતિમાં થઇ. જો કે આ મૃતદેહ ખરાબ રીતે સડી ગયો છે. અને તેવું પણ જાણવા મળ્યું છે કે મૃતદેહની હાલત એટલી ખરાબ હતી કે તે પણ ઓળખવું મુશ્કેલ થતું હતું કે શબ પુરુષનો છે કે મહિલાનો. જાણકારી મળી છે કે ટોયલેટમાં મળેલો મૃતદેહ 27 વર્ષીય સૂર્યભાન યાદવનો છે. આ 4 ઓક્ટોબરથી આ વાર્ડથી ગુમ હતો. સુપ્રિટેંડેંટ ડૉ. લલિત કુમાર આનંદે જણાવ્યું કે તેના ગુમ થવાની ફરિયાદ નોંધવામાં આવી હતી. પણ આ એક સામાન્ય વાત હતી કે ટીબીના દર્દી હોસ્પિટલથી બહાર જાય.

    વધુ વાંચો : નેહા કક્કડે હાથમાં પહેર્યો લાલ ચૂડો, 'સગન' પર પોતાના ગીત પર જ કર્યો રોહનપ્રીત સાથે ડાન્સ

    ગોરેગાંવના એક મેડિકલ અધિકારી દ્વારા રેફર કર્યા પછી સૂર્યભાનને 30 સપ્ટેમ્બરે અહીં લાવવામાં આવ્યો હતો. હોસ્પિટલના એક ડોક્ટરે કહ્યું કે યાદવની ભર્તી બરાબર રીતે થઇ નહતી. હોસ્પિટલમાં 11 કોરોના પોઝિટિવ દર્દી હતા. યાદવને પુરુષ રોગીઓ માટે પહેલી માળના વોર્ડમાં રાખવામાં આવ્યો હતો. 4 ઓક્ટોબરે તે શૌચાલય આવ્યો હતો અને શ્વાસ ફૂલવાના કારણે તે પડી ગયો હતો.



    હોસ્પિટલ પ્રબંધને કહ્યું કે 18 ઓક્ટોબર સુધી કોઇ પણ દર્દી કે કર્મચારીની આની દુર્ગંધ ના આવી જો કે એક વોર્ડ બોયનું ધ્યાન પડ્યું કે ત્રણ દિવસથી ટોયલેટની આ કેબિનેટ બંધ છે અને તેમાંથી દુર્ગંધ આવે છે. તેણે દિવાલ ચડીને જોયું તો સડેલી લાશ પડી હતી. તે પછી પોલીસને સૂચિત કરવામાં આવ્યા અને તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. ત્યારે આ જાણકારી મળી.
    Published by:Chaitali Shukla
    First published:October 24, 2020, 14:53 pm

    ટૉપ ન્યૂઝ